ડીબી ઓરિજિનલ / ઉત્તર પ્રદેશનાં એક સ્ટાર્ટઅપે મંદિરોમાં ચડાવેલા ફૂલોનો યોગ્ય ઉપાય શોધ્યો, મહિલાઓને રોજગાર આપ્યો

HelpUsGreen: HelpUsGreen On Recycling Temple Waste Flowers; Environment, Women Empowerment

  • આ ફૂલોમાંથી બનાવવામાં આવતા ધૂપ અને અગરબત્તીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે 
  • બે કિલો અને 72 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરેલ સ્ટાર્ટઅપનું આજે વાર્ષિક બે કરોડથી વધુનું ટર્નઓવર 
  • ગંગામાં નાખવામાં આવતા ફૂલોને જોઈને વિચાર આવ્યો હતો 
     

Divyabhaskar.com

Jul 21, 2019, 09:25 AM IST

આદિત્ય તિવારી: ભગવાનને અર્પિત કરવામાં આવતાં ફૂલ અને ફૂલની માળાઓ મોટેભાગે નદી-તળાવમાં નાખી દેવામાં આવે છે. આનાથી પાણી તો ખરાબ થાય જ છે ઉપરાંત ફૂલોનો ઉપયોગ પણ નથી થઇ શકતો. કાનપુરના અપૂર્વ મિસાલ, અંકિત અગ્રવાલ અને તેની ટીમે 2017માં આવાં ફૂલ એકઠાં કરવાનું શરૂ કર્યું. તેને રિસાઇકલ કરીને ધૂપ અને અગરબત્તી બનાવી. બે કિલો ફૂલથી સ્ટાર્ટઅપ શરૂ કરનારી આ ટીમ બે વર્ષ પછી હવે વાર્ષિક 8.50 ટન ફૂલો કલેક્ટ કરી રહે છે. તેમાંથી ધૂપ અને અગરબત્તી બનાવવામાં આવે છે. આનાથી 80 મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. માત્ર 2 જ વર્ષમાં આ સ્ટાર્ટઅપનું ટર્નઓવર બે કરોડથી વધારે થઇ ગયું.

ગંગા કિનારે વિચાર આવ્યો

 


અપૂર્વએ જણાવ્યું કે, આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર સ્ટાર્ટઅપના ફાઉન્ડર અંકિત અગ્રવાલના મનમાં આવ્યો હતો. તે એક દિવસ તેના મિત્રો સાથે કાનપુરમાં ગંગા કિનારે બેઠો હતો. ગંગાના તટ અને નદીમાં પડેલો ફૂલોનો કચરો જોઈને તેના મનમાં નવો વિચાર આવ્યો. તેણે આ સમસ્યાના ઉકેલ માટે બિનઉપયોગી ફૂલોના કચરાને ઉપયોગી બનાવવાનો નિર્ણય લીધો. તેણે આ બાબતે લોકો સાથે વાત કરી. શરૂઆતમાં એક મંદિરમાં ગયા અને ત્યાં લોકોને પોતાનો વિચાર જણાવ્યો. મંદિરના પૂજારી અને અન્ય લોકોને જણાવ્યું કે, તેઓ ફૂલ કેમ લઇ જાય છે અને તેનું શું કરશે? પહેલા દિવસે અમે બે કિલો ફૂલ ભેગાં કર્યાં.

 

બે મહિનાનું રિસર્ચ, બે કિલો ફૂલ અને 72 હજાર રૂપિયાનું રોકાણ

 


અંકિત અને તેની ટીમે વાસી ફૂલોની વિશેષતા અને તેના ગુણો પર બે મહિના સુધી રિસર્ચ કર્યું. તેનાથી જાણ થઇ કે વાસી ફૂલોની ઓર્ગેનિક વિશેષતાઓનો ઉપયોગ કરીને અગરબત્તી બનાવી શકાય છે. બે કિલો ફૂલ અને 72 હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત કર્યા બાદ આ સ્ટાર્ટઅપ આજે વાર્ષિક 8.50 ટન ફૂલો એકત્ર કરીને અગરબત્તી બનાવવાનું કામ કરે છે.

રિસર્ચ સફળ થયા બાદ આઈઆઈટીના વિધાર્થીની મદદ લીધી

 


આ સમગ્ર પ્રોસેસમાં આઈઆઈટી કાનપુરથી એમટેક, બીટેક કરનાર વિધાર્થી પણ સાથે જોડાઈ ગયા. અમુક પ્રોફેસરોએ પણ મદદ કરી. અંકિતે જણાવ્યું કે, સૌથી પહેલા અમે એક રિસર્ચ ડેવલપમેન્ટ ટીમ ઊભી કરી. ત્યારબાદ એક ફેક્ટરી શરૂ કરવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. અમે મહિલાઓને રોજગાર આપવાનો લક્ષ્ય રાખ્યો.

શરૂઆતમાં 10 લોકોની ટીમ હતી

 


અપૂર્વએ જણાવ્યું કે, શરૂઆતના સમયમાં આમારા આ સ્ટાર્ટઅપમાં બે-ત્રણ મહિલાઓ જોડાઈ હતી. બધા લોકોને ભેગા કરીને 10 લોકોની ટીમ હતી, પરંતુ આજે 80 મહિલાઓ અમારી સાથે કામ કરે છે. રિસર્ચ ટીમમાં આજે 15 સભ્ય છે. ઈન્ડિપેન્ડટ માર્કેટિંગ અને સેલ્સ ટીમ પણ છે. હવે અમારી ફેક્ટરીનો માલ ભારતના અલગ-અલગ વિસ્તાર સિવાય વિદેશોમાં પણ મોકલવમાં આવે છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુમાં અમારા ડિસ્ટ્રિબ્યૂટર છે. સિંગાપોર અને યુએસમાં પણ અમારો માલ જાય છે.

દેશના બીજા મોટા શહેરોમાં જવાની પણ યોજના

 


અપૂર્વ કહે છે કે, અમારી યોજના એવા મોટા શહેરોમાં જવાની છે, જ્યાં ફૂલોનો સૌથી વધુ વપરાશ થાય છે. થોડા જ મહિનામાં અમારી ફેક્ટરી તિરૂપતિમાં આવશે. ત્યારબાદ અમારો પ્લાન અયોધ્યા અને ગુજરાતના દ્વારકામાં પણ પ્લાન્ટ લગાવવાનો છે. અમે અમુક લોકોને અપ્રોચ પણ કર્યા છે. અપૂર્વએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં મોટી સમસ્યા એ હતી કે મંદિરોમાં જઈને એ સમજાવવાનું કે અમે તેમના દ્વારા મળેલા ફૂલોનું શું કરશું? તેનો શું ફાયદો થશે? આજે એ સમસ્યા નથી રહી. ઘણા મંદિરો અને સામાજિક સંસ્થાઓ અમારી મદદ કરી રહી છે.

 
X
HelpUsGreen: HelpUsGreen On Recycling Temple Waste Flowers; Environment, Women Empowerment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી