સિદ્ધિ / ફ્રાન્સનો ફ્રેન્કી ઝપાટા હોવરબોર્ડ પર ઈંગ્લિશ ચેનલ પાર કરનારો પહેલો ઇન્વેન્ટર બન્યો

French inventor Franky Zapata successfully crosses the English Channel on a hoverboard
French inventor Franky Zapata successfully crosses the English Channel on a hoverboard

  • ફ્રેન્કીએ કેરોસીનથી ચાલતા હોવરબોર્ડ પર 22 મિનિટમાં 35 કિમી અંતર કાપ્યું 
  • તેણે અગાઉ પણ ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો હતો 
     

Divyabhaskar.com

Aug 05, 2019, 05:56 PM IST

યુથ ઝોન ડેસ્ક: ફ્રાન્સના ઇન્વેન્ટર ફ્રેન્કી ઝપાટા જેટ સંચાલિત હોવરબોર્ડથી ઇંગ્લિશ ચેનલ પાર કરવામાં સફળ રહ્યો છે. ઇંગ્લિશ ચેનલ વોટર બોડી છે જે સધર્ન ઇંગ્લેન્ડને નોર્ધન ફ્રાન્સથી અલગ પાડે છે. ઇંગ્લિશ ચેનલ દુનિયાનો સૌથી વ્યસ્ત શિપિંગ એરિયા છે. ફ્રેન્કી ઝપાટાએ બીજી વખતના પ્રયાસમાં સફળતા હાંસલ કરી છે. ગયા મહિને તેને અસફળતા મળી હતી. બીજી ટ્રાયમાં રવિવારે સવારે તેણે આ સિદ્ધિ હાંસલ કરી. 40 વર્ષીય ઝપાટાએ રવિવારે સવારે 6:17 વાગ્યે ફ્રાન્સના ઉત્તરી તટ પર સંગેટથી ટેકઓફ કર્યુ અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને ડોવરના સેન્ટ માર્ગરેટ બીચ પર લેન્ડ કર્યુ. અગાઉ તેણે 25 જુલાઈના રોજ પણ ચેનલ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે નિષ્ફ્ળ રહ્યો.

 

22 મિનિટમાં 35 કિમી અંતર કાપ્યું
કેરોસીનથી ચાલનારા આ હોવરવોર્ડથી ફ્રેન્કીએ 22 મિનિટમાં 35.4 કિલોમીટરની યાત્રા કરી. ઝપાટાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ‘અમે ત્રણ વર્ષ પહેલાં એક મશીન બનાવ્યું હતું. હવે અમે ઇંગ્લિશ ચેનલ પાર કરી લીધી છે. આ એકદમ અદભુત છે. આ ઐતિહાસિક ઘટના છે કે નહીં, એ તો આવનારો સમય જ કહેશે. હું તેનો નિર્ણય લઇ શકું એમ નથી.’

સૌથી મોટો પડકાર
ઉડાન દરમ્યાન ઝપાટા 170 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર પહોંચી ગયો હતો. ચેનલ પાર કરવા સમયે તેની સામે સૌથી મોટો પડકાર બીજા બેગપેકમાં ઈંઘણ ભરવાનો હતો. અગાઉના પ્રયાસમાં તે ઇંધણનું બેગપેક લઇ જનારી હોડી પાસે પહોંચ્યો તે પહેલાં જ સમુદ્રમાં પડી ગયો હતો.

 

સુરક્ષા
ફ્રેન્કીની સુરક્ષા માટે સફર દરમ્યાન એક મોટી બોટ અને ત્રણ હેલિકોપ્ટર તેની સાથે હતા. ગયા મહિને પેરિસમાં પરેડ દરમ્યાન ઝપાટાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તેણે ફ્યુચરિસ્ટિક ફ્લાઈબોર્ડ પર એક સેન્ય પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

 

ફ્રાન્સની સેનાએ મદદ માગી
ઝપાટાના આ ઈન્વેન્શનને સૌ કોઈ વખાણી રહ્યું છે. ફ્રાન્સની સેનાએ તો તેને તેમના માટે આ ટેક્નોલોજી વિકસિત કરવાની માગણી પણ કરી છે. આ ફ્લાઈંગ લોજિસ્ટિક પ્લેટફોર્મ સ્વરૂપે અથવા હુમલા માટે ઉપયોગી થઇ શકે છે.

 

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર
ફ્રેન્કીએ 2016માં એપ્રિલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેના નામે સૌથી લાંબી હોવરબોર્ડ ફ્લાઇટનો રેકોર્ડ છે. તેણે એપ્રિલ, 2016માં ભૂમધ્ય સાગર પર 2.2 કિલોમીટરની હોવરબોર્ડ પર સફર કરી હતી.

X
French inventor Franky Zapata successfully crosses the English Channel on a hoverboard
French inventor Franky Zapata successfully crosses the English Channel on a hoverboard

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી