આસામ / IITના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વાંસમાંથી પાણીની ઇકોફ્રેન્ડલી અને લીક-પ્રૂફ બોટલ બનાવી, કિંમત 400થી 600 રૂપિયા

Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need

  • ધ્રીતીમન બોરા વર્ષ 2001થી બામ્બુમાંથી વિવિધ ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવે છે
  • ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં બામ્બુ બોટલ એક્સપોર્ટ થાય છે 

Divyabhaskar.com

Aug 09, 2019, 12:31 PM IST

યૂથ ઝોન ડેસ્ક: દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધના અનેક નિયમો અને દંડ જાહેર કર્યા છે તેમ છતાં તેનો બધી જગ્યાએ બિન્દાસ ઉપયોગ થઈ રહ્યો છે. તો બીજી તરફ જોવા જઈએ તો પ્લાસ્ટિકને રિપ્લેસ કરે તેવી પ્રોડક્ટનું પણ ઇનોવેશન થતું રહે છે. આસામનાં યુવકે પ્લાસ્ટિકને બદલે વાંસમાંથી ઇકોફ્રેન્ડલી પાણીની બોટલ બનાવી છે. આ બોટલની કિંમત 400થી 600 રૂપિયા વચ્ચેની છે.

કુદરતી રીતે પાણી ઠંડું રહે છે
આ ઇનોવેટિવ આઈડિયા લાવનારા ધ્રીતીમન બોરા IITના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વેપારી છે. તેઓ આસામના વિશ્વનાથ ચારિયાલી શહેરના રહેવાસી છે. બામ્બુમાંથી બનાવેલી બોટલ દેખાવે ઘણી સારી છે. ધ્રીતીમને કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના કેમિકલની મદદ લીધા વગર ઇકોફ્રેન્ડલી બોટલ બનાવીએ છીએ. વાંસની બોટલમાં પાણી કુદરતી રીતે જ ઠંડું રહે છે. પ્લાસ્ટિકની બોટલ આપણી હેલ્થ માટે યોગ્ય નથી, ઉપરથી ઉનાળામાં તેમાં પાણી ગરમ પણ થઈ જાય છે. આ બોટલ સંપૂર્ણ લીક-પ્રૂફ છે અને તેનો વધારે વજન પણ નથી. ટ્રાવેલિંગ દરમિયાન પણ તેને જોડે લઈ જઈ શકાય છે.

બામ્બુમાંથી આસામના ટ્રેડિશનલ ઘરેણાં બનાવવામાં પણ એક્સપર્ટ છે
ધ્રીતીમન વાંસમાંથી માત્ર પાણીની બોટલ જ નહીં પણ સોફા, ફર્નિચર અને ડેકોરેટિવ આઇટમ્સ પણ બનાવે છે. તેમણે આ કામની શરૂઆત આજકાલથી નહીં પણ વર્ષ 2001માં કરી હતી. તેમની ટીમમાં હાલ 12થી 13 લોકો કામ કરે છે. હાલ ધ્રીતીમન સાથે મૌસમ બોરા પણ આ બામ્બુ બિઝનેસ સાથે ચલાવે છે. તેઓ બામ્બુમાંથી આસામના ટ્રેડિશનલ ઘરેણાં બનાવવામાં પણ માહેર છે.

વિદેશમાં પણ બોટલની ડિમાન્ડ
આ બોટલને લોકો ઓનલાઇન ખરીદી શકે છે. બોટલની ડિમાન્ડ ભારતમાં તો છે જ, પણ સાથોસાથ તેઓ ઓસ્ટ્રેલિયા સહિત બીજા દેશોમાં પણ તેને એક્સપોર્ટ કરે છે. ધ્રીતીમને કહ્યું કે, પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા માટે હું લોકોને વિંનતી કરું છું. મને આશા છે કે, અમે દેશના જેમ બને તેમ વધારે લોકો સુધી આ બામ્બુ બોટલ પહોંચાડી શકીશું.

X
Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need
Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need
Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need
Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need
Former IITian Makes Water Bottles From Bamboo & They’re The Alternative To Plastic We All Need

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી