ઇનોવેશન / આર.કે યુનિવર્સિટીના 5 પાંચ વિદ્યાર્થીઓએ ગટરના પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ બનાવ્યો

five students of rk university made a project to generate electricity from drain water

  • 2 લિટર ગટરના પાણીથી LED સ્ટ્રીપ લાઈટ 7 દિવસ સુધી ચાલુ રાખી શકાય 

Divyabhaskar.com

Jun 10, 2019, 05:09 PM IST

રાજકોટ: વીજળી વિના કોઈ ઉપકરણ ચાલુ થઇ શકે એ વિચાર હવે સાકાર થયો છે. આર.કે યુનિવર્સિટીના 5 પાંચ વિદ્યાર્થીઓએ એવો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં ગટરના પાણીમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી તેનો સંગ્રહ પણ કરી શકાય. આ પ્રોજેક્ટનું નામ ‘બાયોલોજિકલ પાવરબેંક’ છે. પ્રથમ તબક્કામાં છાત્રોએ માત્ર 2 લિટર ગટરના પાણીથી એટલી વીજળી ઉત્પન્ન કરી છે કે જેનાથી સતત 7 દિવસ સુધી એલઇડી સ્ટ્રીપ લાઈટ ચાલી શકે. જો કે વિદ્યાર્થીઓ ઉત્પન્ન થયેલી વીજળીના સંગ્રહ માટે એવી પાવરબેંક પણ બનાવી રહ્યા છે જેમાંથી ઘરમાં 9 વોટનો બલ્બ પણ જગાવી શકાય. આ પાવરબેંક કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓ દેવેન્દ્ર રાઠોડ, કલ્પેશ સિંધવ, વિપુલ ડાંગલ, અભિજીત મકવાણા અને ઠાકરશી મવેશિયાએ બનાવી છે.

આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં એવા ગામડાંઓમાં ગરીબોના ઘરમાં રોશની કરાશે જેના ઘરમાં વીજળી નથી અથવા વીજળીની સમસ્યા રહે છે. આ પાવર બેંક બનાવતા ચાર મહિનાનો સમય લાગે છે. રાષ્ટ્રીયકક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં દેશભરમાંથી 132 ટીમ પ્રોજેક્ટ લઈને આવી હતી જેમાંથી રાજકોટની આર.કે. યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગની ટીમને ‘પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ’ની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી ટીમ જાહેર કરી રૂ.1 લાખનું ઇનામ અપાયું હતું.

X
five students of rk university made a project to generate electricity from drain water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી