બેંગ્લુરુના મ્યુઝિશિયને 61 હજાર કિમી ફરીને પુલવામાના 40 શહીદોના ઘરે જઈને સ્મારક માટે માટી ભેગી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 40 વર્ષીય ઉમેશ જાદવે કહ્યું-40 શહીદના પરિવારને મળીને હું ગર્વ અનુભવું છું
  • 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPF જવાનોથી ભરેલી બસ જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલાનો ભોગ બની હતી

યૂથ ઝોન ડેસ્ક: ગયા વર્ષે આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં દેશના 40 CRPF( સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)જવાન શહીદ થયા હતા. પીએમ મોદીએ આ વીર જવાનોની શહીદીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. બેંગ્લોરના મ્યુઝિશિયન ઉમેશ જાદવે 61 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને 40 શહીદ જવાનના ઘરની મુલાકાત લીધી અને તેમના ઘરની માટી સીઆરપીએફના લેથોરા કેમ્પમાં મેમોરિયલ બનાવવા માટે ભેગી કરી.


ગયા વર્ષે જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલાએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર પસાર થતી સીઆરપીએફની બસ પર હુમલો કર્યો હતો. ઉમેશે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને મળીને હું ઘણો ગર્વ અનુભવું છું. ઘણાના માતા-પિતાએ તેમનો દીકરો ગુમાવ્યો, પત્નીએ તેનો પતિ ગુમાવ્યો તો સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મેં તેમના ઘરની માટી અને તેમના અંતિમ સંસ્કાર કર્યા છે ત્યાંની માટી ભેગી કરી. 


શુક્રવારે ઉમેશે લેથપોરા કેમ્પમાં પુલવામા હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનની યાદમાં બનાવેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારકમાં ઉમેશે એકઠી કરેલી માટીનો ઉપયોગ કર્યો છે. 40 વર્ષીય ઉમેશ ફાર્માસિસ્ટમાંથી મ્યુઝિશિયન બન્યો છે. તેણે રાજસ્થાનમાં અજમેર શહેરના એરપોર્ટ પર પુલવામા અટેકના સમાચાર જોયા હતા અને ત્યારબાદ શહીદોના ઘેર જઈ તેમના પરિવારને મળવાની તેની જર્ની શરુ થઈ હતી.