તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલંગણાના આર્ટિસ્ટે ટ્રેડમિલપર 45 મિનિટ ચાલીને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પોર્ટ્રેટ બનાવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટિસ્ટ હર્ષાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે

હૈદરાબાદ: તેલંગણાના આર્ટિસ્ટ હર્ષાએ ટ્રેડમિલ પર ચાલીને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પોર્ટ્રેટ પેન્ટિંગ બનાવ્યાં છે. આ કામને લઈને તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. રેકોર્ડ બનાવવા પર હર્ષાએ કહ્યું કે, મેં બહાદુર જવાનોના પોર્ટ્રેટ તૈયાર કર્યા છે, જેઓ પુલવામાં હુમલામાં શહીદ થયા છે. 

ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં પણ નામ સામેલ
હર્ષાએ કહ્યું કે, મેં ટ્રેડમિલ પર 45 મિનિટ સુધી ચાલીને આ પોર્ટ્રેટ પેન્ટિંગ બનાવ્યાં છે, મારું નામ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ ગિનિસ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. 

દુબઈમાં કિંગનું પેન્ટિંગ બનાવ્યું હતું
થોડા સમય પહેલાં હર્ષાને દુબઇ નેશનલ ડે પર અતિથિના રૂપે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં તેણે કિંગનું લાઈવ પોર્ટ્રેટ બનાવ્યું હતું જેને લઈને તેને દેશના સૌથી ઝડપી કલાકારનો અવોર્ડ મળ્યો હતો.

પ્રથમ ગિનિસ રેકોર્ડ 2012માં બનાવ્યો હતો
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેણે સેલિબ્રિટી લાઈવ સ્કેચ કોર્સમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે. વર્ષ 2012માં તેણે પ્રથમવાર પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. તે સમયે તેણે 24 કલાકમાં 507 પોર્ટ્રેટ બનાવ્યાં હતા. તેણે આ પેન્ટિંગ બનાવતી વખતે 1 મિનિટનો પણ થાક ખાધો નહોતો.

ભવિષ્યનો પ્લાન 
હાલ હર્ષા લંડનમાં આવતા વર્ષે થનારી સપર્ધાની તૈયારી કરી રહ્યો છે. તે ટ્રેડમિલ પર ચાલીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પોર્ટ્રેટ બનાવશે. હર્ષાની ઈચ્છા છે કે, એક મિનિટમાં પીએમ મોદીનું પોર્ટ્રેટ તેમની લાઈવ ઇવેન્ટમાં બનાવે.

અન્ય સમાચારો પણ છે...