સ્ટાર્ટઅપ / અનામિકા બિષ્ટનું ‘વિલેજ સ્ટોરી’ સ્ટાર્ટઅપ સ્ક્વેર ફૂટ ફાર્મિંગ શીખવાડી રહ્યું છે, લોકોને તાજી શાકભાજી ખાવાં મળે છે

Anamika Bisht's 'Village Story' startup teaches square foot farming, people get to eat fresh vegetables
Anamika Bisht's 'Village Story' startup teaches square foot farming, people get to eat fresh vegetables

Divyabhaskar.com

Aug 23, 2019, 10:00 AM IST

યૂથ ઝોન ડેસ્કઃ આજના યુવાનો જો એકવાર કોર્પોરેટ વર્લ્ડમાં જતાં રહ્યાં તો પછી દેશી એટલે કે વિલેજ લાઇફમાં પાછાં ફરવું અશક્ય છે. પરંતુ આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે અનામિકા બિષ્ટે. કોર્પોરેટ લાઇફ છોડીને બેંગલુરુમાં ઝારખંડની અનામિકા બિષ્ટ તેનાં 'વિલેજ સ્ટોરી' સ્ટાર્ટઅપથી શહેરી જીવનમાં વિવિધ પ્રકારના પ્રયોગ કરી રહી છે. તેની ટીમ લોકોને 'સ્ક્વેર ફૂટ ફાર્મિંગ' કરવાનું શીખવી રહી છે. મહિનાના બે હજાર રૂપિયામાં ખેતી માટે જમીનનો ટુકડો લઈને લોકો તેમની જમીનમાં શાકભાજી ઉગાડી રહ્યાં છે અને તાજી શાકભાજી ખાઇને સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી રહ્યાં છે.

બાળપણના ગ્રામીણ વાતાવરણમાં ઉછરેલી અનામિકાએ આધુનિક કૃષિ પ્રયોગો સાથે પોતાના પેશનને જ વ્યવસાયમાં પરિવર્તિત કરી દીધો છે. મુંબઈની એક કોલેજમાં સાહિત્યમાં સ્નાતક અને પછી દિલ્હીની નિફ્ટમાંથી ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ અનામિકાએ કરિયર માટે કોર્પોરેટ વર્લ્ડની પસંદગી કરી. પરંતુ પછી એક દિવસ તેણે અચાનક જ પોતાની જીવનશૈલીને એક અલગ જ વળાંક પર લાવી દીધી. પોતાના એક મિત્રની સલાહ પર અનાનિકા બેંગલુરુના જક્કુરમાં એક ખાલી પડેલી જગ્યા જોવા ગઈ. મનમાં નિર્ણય લીધો અને તે ખરીદીને તેની પર શાકભાજીની ખેતી કરવાનું શરૂ કરી દીધું. તેણે પ્રથમ પાક સગાસંબંધીઓમાં વહેંચ્યો. એ સમયે જ પહેલીવાર અનામિકાના મગજમાં ‘સ્ક્વેર ફૂટ ફાર્મિંગ’નો વિચાર આવ્યો.

પોતાનાં આ અનોખા સ્ટાર્ટઅપની સફળતા માટે તેણે સૌપ્રથમ ‘વિલેજ સ્ટોરી’ ની એક ટીમ બનાવી. ત્યારબાદ તેણે 15 ઓગસ્ટ 2017થી શહેરી લોકો માટે સબ્સ્ક્રિપ્શન ફાર્મિંગ શરૂ કર્યું. ‘સ્ક્વેર ફુટ ફોર્મિંગ’નો કોન્સેપ્ટ એ છે કે 7×7 ફુટની જમીન ભાડે લઇને જાતે ખેતી કરવી. ધીમે-ધીમે લોકો અનામિકાના સંપર્કમાં આવતા ગયા. તેની ટીમે આ લોકોને કુદરતી અને સજીવ ખેતીની પદ્ધતિઓ શીખવવાનું શરૂ કર્યું. દર મહિને બે હજાર રૂપિયામાં પૂરી પાડવામાં આવેલી તે જમીનમાં વાવેતર માટે ‘વિલેજ સ્ટોરી’ ટીમ તરફથી જમીન સાથે સંબંધિત પાક માટે યોગ્ય માટી, બીજ, ખાતર, કોકપીટ પણ આપવામાં આવે છે. આ રીતે લોકોએ ત્યાં પાલક, મેથી, ધાણા, અજમો, કોબીજ, લીલી ડુંગળી, લસણ, વરિયાળી, લીમડો, મોરિંગા, હળદર, તુલસી, કુંવારપાઠું અને ફૂલોની ખેતી શરૂ કરી દીધી છે. આ ખેતી કરીને એ લોકો રસાયણમુક્ત અને તાજા શાકભાજી આરોગે છે.

અનામિકા બાળપણમાં ઝારખંડમાં પોતાના ગામમાં દિવસભર ખેતરમાં રમતી હતી. માતા-પિતા સાથે જમીનમાં શાકભાજી ઉગાડતી રહેતી હતી. પરંતુ જેમ-જેમ તે મોટી થતી ગઈ રોજગાર માટે શહેરમાં આવીને વસ્યા બાદ તે સંપૂર્ણ રીતે શહેરી બની ગઈ હતી. તેનું જીવન ભલે ટેક્નોલોજીથી ભરેલું હતું. પરંતુ મન તો બાળપણના દેશી કિસ્સાઓથી જ ઘેરાયેલું હતું. આખરે અનામિકાએ પોતાનાં મનનું ધાર્યું કર્યું અને જીવનની સાચી રીત અપનાવી ‘વિલેજ સ્ટોરી’ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તે શહેરી જીવનમાં રહીને પણ લોકોને વિલેજ લાઇફનો અનુભવ કરાવી રહી છે.

X
Anamika Bisht's 'Village Story' startup teaches square foot farming, people get to eat fresh vegetables
Anamika Bisht's 'Village Story' startup teaches square foot farming, people get to eat fresh vegetables
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી