ઇન્ટરેસ્ટિંગ / 25 વર્ષીય યુવકે 12 વર્ષ જૂની બાઈક પર 25 દિવસમાં ઉત્તર પ્રદેશના 75 જિલ્લાનું ભ્રમણ કર્યું

A 25 year- vikas singh travel 75 districts in 25 days in up
A 25 year- vikas singh travel 75 districts in 25 days in up

  • એશિયા બુક ઓફ રેકોર્ડે વિકાસને 'ગ્રાન્ડમાસ્ટર'નો અવોર્ડ આપ્યો
  • 25 દિવસમાં તે 5278 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો

Divyabhaskar.com

Sep 05, 2019, 11:05 AM IST

યૂથ ઝોન ડેસ્ક: 25 વર્ષીય યુવક માત્ર 25 દિવસમાં પોતાની બાઈક પર ઉત્તર પ્રદેશના 75 જિલ્લા ફર્યો છે. ઉત્તર પ્રદેશના વિકાસ સિંહ ચૌહાણે જૂન મહિનાની આકરી ગરમીમાં આ પ્રવાસ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરથી વિકાસને 'ગ્રાન્ડમાસ્ટર'નો અવોર્ડ મળ્યો છે.

12 વર્ષ જૂની બાઈક પર સફર કર્યો
વિકાસની આ યાત્રામાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તેના બાઈકની છે. વિકાસની આ 100 સીસીની બાઈક 12 વર્ષ જૂની છે. 25 દિવસમાં તેણે 5278 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે. વિકાસે રસ્તામાં બાઈક અટકી ન પડે માટે તેને રિપેરિંગ કરતા પણ શીખી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતના ભૂભાગમાં ઉત્તર પ્રદેશનો 7.33 ટકા ભાગ છે.

'રોજ 8થી 10 કલાક બાઈક ચલાવતો'
વિકાસે પોતાની આ એડવેન્ચર ટ્રિપ વિશે કહ્યું કે, હું હંમેશાં એવું ઈચ્છતો હતો કે મારા નામે કોઈ રેકોર્ડ બને. મને ફરવાનો શોખ છે અને હું નવી જગ્યાઓ વિશે જાણકારી પણ મેળવો રહું છું. આ દરમિયાન મને બીજી કોઈ જગ્યાએ જવા પહેલાં મારા રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશની બધી જગ્યાઓ ફરવાનો વિચાર આવ્યો. 23 માર્ચથી લઈને મેં 16 એપ્રિલ સુધી લગાતાર પ્રવાસ કર્યો છે. હું રોજનો 250-300 કિલોમીટરનો પ્રવાસ કરતો હતો. આ પ્રવાસમાં હું રોજ 8 થી 10 કલાક બાઈક ચલાવતો હતો.

નેક્સ્ટ પ્લાન
વિકાસે તેના અનુભવ વિશે કહ્યું કે, આ સફર દરમિયાન મને સારા રસ્તા મળતા નહોતા અને સાથે જ ગરમી પણ વધારે હતી તેમ છતાં મેં મક્કમ મનોબળ રાખીને મારો સફર ચાલુ રાખ્યો હતો. ભવિષ્યના પ્લાન વિશે વિકાસે કહ્યું કે, હું મારી બાઈક પર બિહારના તમામ જિલ્લાનું ભ્રમણ કરવા માગું છું. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યો ફરવાનું પણ મારું લક્ષ્ય છે.

X
A 25 year- vikas singh travel 75 districts in 25 days in up
A 25 year- vikas singh travel 75 districts in 25 days in up
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી