નવસર્જન / એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સે હોસ્ટેલની પાસે વહેતી ગટરમાંથી બનાવ્યો ગેસ, ચાવાળાની કમાણી ચાર ગણી વધી

uttar pradesh biogas from sewage innovation india
uttar pradesh biogas from sewage innovation india

divyabhaskar.com

Apr 14, 2019, 01:39 PM IST

ગાઝિયાબાદઃ 2013માં કાનપુરથી આવેલા અભિષેક વર્માએ ગાઝિયાબાદની ઇન્દ્રપ્રસ્થ એન્જીનિયરિંગ કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગ એડ્મિશન લીધું. ત્યાં તેની હોસ્ટેલની બાજુમાં એક વિશાળ અને ખુલ્લી ગટર વહેતી હતી, જેને લોકો સૂર્યનગર ગટરના નામથી ઓળખતા હતા. આ વહી રહેલી ગટરની વાસથી તમામ વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા. જ્યારે બધા વિદ્યાર્થીઓ ગટરમાંથી આવતી વાસની માત્ર ફરિયાદ કરતાં હતાં ત્યારે અભિષેકે આ ગટરને એક નવી શોધ રૂપે જોઈ.


અભિષેકને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો. ઘણીવાર તે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ખોલી તેના કામની રીતને સમજવાનો પ્રયત્ન કરતો હતો. જો કોઈ ઉપકરણ ખરાબ થઈ જાય તો તે તેને સુધારવા માટે અવનવા ઉપાયો કરતો હતો. તેથી એક દિવસ જ્યારે તેણે સુર્યનગર ગટરના ગંદા પાણીમાંથી ફીણ અને ગેસના પરપોટાં બહાર આવતા જોયા, તો તેને ગટરની અંદર કાર્બનિક કચરાના વિઘટનની પ્રક્રિયા વિશે યાદ આવ્યું. તેણે તરત જ તેની સાથે ભણનારા એક મિત્ર અભિનેન્દ્ર બિન્દ્રાને આ વિશે કહ્યું. આ બંને વિદ્યાર્થીઓએ ગેસનાં નમૂનાઓ એકત્રિત કર્યા અને પરીક્ષણ માટે આઇઆઇટી દિલ્હી મોકલ્યા.


જ્યારે લેબે આ નમૂનાઓ પર ક્રોમોટોગ્રાફી ટેસ્ટ કર્યો તો ખબર પડી કે ગટરમાંથી નીકળનારા આ ગેસની રચના ગોબર ગેસ અથવા બાયો ગેસ સાથે મળતી આવે છે. તેમાં 65 ટકા જેટલો મિથેન હોવાના કારણે તે જ્વલનશીલ પણ છે. આ વિશે અભિષેકે વાત કરતાં જણાવ્યું, 'મારા મગજમાં તરત જ એ વિચાર આવ્યો કે એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવે, જેનાથી આ ગેસની અસર ઓછી કરી શકાય. ત્યારબાદ આ ગેસ નીકાળીને રોજિંદા કામ માટે વાપરી શકાય.' આ બંને મિત્રોએ સાથે મળીને આ પ્રોટોટાઇપ પર કામ કરવાનું શરૂ કર્યું અને નક્કી કર્યું કે તેઓ ગટરમાંથી નીકાળેલા આ ગેસથી નજીકમાં આવેલા 'રામુ ટી સ્ટોલ' ચલાવનાર શિવ પ્રસાદની મદદ કરશે.


બધું સંશોધન કર્યા પછી, જૂન 2014માં તેમણે પહેલીવાર શિવ પ્રસાદના 'રામુ ટી સ્ટોલ' પર તેમની આ પ્રથમ શોધનું પ્રદર્શન કર્યું. સ્થાનિક મીડિયાએ તેને 'ગુટર ગેસ' નામ આપીને આ સિસ્ટમની પ્રશંસા કરી. અગાઉ શિવ પ્રસાદ એલપીજી ગેસ વાપરીને ચા બનાવતો હતો. જ્યારે હવે તેણે આ ગેસ દ્વારા ચા બનાવવાનું શરૂ કર્યું તો તેની આવકમાં ચાર ગણો વધારો નોંધાયો. એક બાજુ જ્યાં કેટલાક ગ્રાહકો ગટર ગેસના પ્રોયગને લઇને સંશયમાં હતા, તો બીજી બાજુ ચાનાં સ્વાદ અને ગુણવત્તામાં કોઈ અભાવ ન આવવાથી શિવ પ્રસાદનો વ્યવસાય વધ્યો હતો. કચરામાંથી પેદા થતો આ ગેસ સંપૂર્ણપણે મફત પડતો હતો. તેથી શિવ પ્રસાદનો ખર્ચ ઓછો થઈ ગયો હતો અને આવક ઘણી વધારે થતી હતી. 'રામુ ટી-સ્ટોલ'થી પહેલાં શિવ પ્રસાદ એક મહિનામાં 5000 રૂપિયા કમાતો હતો, જ્યારે હવે તે આટલી કમાણી માત્ર એક અઠવાડિયામાં કરી લે છે.


એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ અબિષેકે ક્યારેય આ પ્રોજેક્ટ છોડ્યો નહીં. તેણે આ સિસ્ટમ બજારમાં વેચવા માટે 'પીએવી એન્જિનિયર' નામની એક એલએલપી કંપનીની સ્થાપના કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટ, 2018ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'વર્લ્ડ બાયોફ્યુઅલ ડે' પર તેમના ભાષણમાં અભિષેકની આ શોધનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન દ્વારા આ ટેક્નોલોજીનો ઉલ્લેખ કર્યા પછી સમગ્ર દેશમાં લોકો તેને અપનાવવા આગળ આવ્યા છે. સામાન્ય લોકોમાં પણ આ વિશે જાગૃતિ ફેલાઈ છે. અભિષેકે આટલાં વર્ષોમાં આ મોડલમાં ઘણાં ફેરફાર કરીને તેને વધુ સારું બનાવ્યું છે.


છેલ્લે આ વિશે વાત કરતાં તે એટલું જ કહે છે કે, 'ભારતમાં મારા જેવા ઘણા સંશોધકો છે, જે કંઇક નવું અને સારું બનાવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેમની પાસે આવા પ્લેટફોર્મ નથી, જ્યાં તેમની પ્રતિભા છે બતાવી શકે. આ લોકો માટે હું આટલું મોટું પ્લેટફોર્મ બનાવવા માંગું છું, જેથી તેઓ તેમની ટેક્નોલોજી એવા લોકો સુધી પહોંચાડી શકે જેની લોકોને સૌથી વધુ જરૂર છે.'

X
uttar pradesh biogas from sewage innovation india
uttar pradesh biogas from sewage innovation india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી