- Gujarati News
- National
- Toothpicks, Bangles Or Match Sticks; This 22 Yr Old Can Make Miniature Art Out Of Anything
22 વર્ષીય 'માઈક્રો આર્ટિસ્ટ', માત્ર સોય અને બ્લેડની મદદથી લઘુ શિલ્પકલા બનાવીને ગિનિસ રેકોર્ડમાં સ્થાન મેળવનારો પહેલો ભારતીય
- વેંકટેશ વેસ્ટ મટિરિયલ, ટૂથપિક, બંગડી, ,સાબુ, પેપર, ચોકના ટુકડા, દીવાસળી, પેન્સિલની અણી વગેરેમાંથી મિનિ આર્ટ બનાવે છે
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમનો 22 વર્ષીય વેંકટેશ માઈક્રો આર્ટિસ્ટ છે. તે 'મિનિએચર આર્ટ' એટલે નાના કદની કળાકૃતિઓ બનાવવામાં માહેર છે. તે આ કલા બનાવતા જાતે જ શીખ્યો છે. તે ટૂથપિક, બંગડી, દીવાસળી, પેન્સિલની અણીમાંથી કોઈપણ પ્રકારની લઘુ શિલ્પકૃતિઓ બનાવી શકે છે. 19 વર્ષની ઉંમરે તેણે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ બધી શિલ્પકલાઓ બનાવવા માટે તે માત્ર બ્લેડ અને સોયનો જ ઉપયોગ કરે છે. હાલ વેંકટેશ આર્કિટેક્ટનું ભણી રહ્યો છે.