સ્ટાર્ટઅપ / હવે ખેડૂતોએ પરાળ નહીં બાળવી પડે, 3 મિત્રો પરાળમાંથી ઈકો ફ્રેન્ડલી કપ અને પ્લેટ બનાવી રહ્યા છે

three friends of iit delhi startup action labs
three friends of iit delhi startup action labs

  • IIT સ્ટુડન્ટ્સ અંકુર, કનિકા અને પ્રાચીરે પરાળની સમસ્યા દૂર કરવા માટે ક્રિયા લેબ્સ સ્ટાર્ટઅપ શરૂ કર્યું
  • પરાળ સળગાવવાથી નાઇટ્રોજન, ઓક્સાઇડ, મીથેન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક ગેસ ફેલાય છે
  • નાસા અર્થ ઓબ્ઝર્વેટરીના મતે, ભારતમાં દર વર્ષે આશરે 80 લાખ ટન પરાળ સળગાવવામાં આવે છે

divyabhaskar.com

Apr 15, 2019, 02:19 PM IST

દિલ્હીઃ દેશભરના ખેડૂતો દર વર્ષે ઓક્ટોબરમાં પરાળ બાળે છે. પરાળ એટલે અનાજનો પાક કાપ્યા બાદ બાકી રહેલો પાકનો ભાગ, જે જમીનના મૂળમાં રહેલો હોય છે. આ પરાળ બાળવાથી નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, મીથેન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક ગેસ હવામાં ફેલાય છે. તે અસ્થમા, બ્રોન્કાઇટિસ ઉપરાંત નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા રોગોનું કારણ બને છે. હરિયાણા અને પંજાબમાં પરાળ બાળવાથી થતું પ્રદૂષણ દર વર્ષે ચર્ચામાં રહે છે. તેનાથી દિલ્હીની આબોહવા પણ પ્રદૂષિત થાય છે. નાસા અર્થ ઓબ્ઝર્વેટરીના મતે, ભારતમાં દર વર્ષે આશરે 80 લાખ ટન પરાળ બાળવામાં આવે છે.


IIT દિલ્હીથી બી.ટેક કરનારા ત્રણ વિદ્યાર્થીઓ અંકુર કુમાર, કનિકા પ્રજાપતિ અને પ્રાચીર દત્તાએ પરાળની આ સમસ્યા દૂર કરવા માટે એક બાયો ફ્રેન્ડલી માર્ગ વિકસાવ્યો છે. આ ત્રણે વિદ્યાર્થીઓએ એવી ટેક્નોલોજી તૈયાર કરી છે, જેની મદદથી પરાળને બાયો-ડિગ્રેડેબલ કટલરી (કપ, પ્લેટ વગેરે)માં રૂપાંતરિત કરી શકાય છે. તેમની આ ટેક્નોલોજી પરાળની જેમ જ અન્ય એગ્રો વેસ્ટને પણ કટલરીમાં પરિવર્તિત કરી શકે છે, આ બાયો-ડિગ્રેડેબલ કટલરી પ્લાસ્ટિકથી બનેલા કપ-પ્લેટની જગ્યા લઈ શકે છે. આ ટેક્નોલોજી વિકસાવવા તેમણે 'ક્રિયા લેબ્સ' નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.


પ્લેસમેન્ટ છોડી સ્ટાર્ટઅપ શરૂ કર્યું
આ સ્ટાર્ટઅપને IIT દિલ્હી તરફથી પ્રારંભિક સમર્થન મળ્યું છે. વિદ્યાર્થીઓને આ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે IIT દિલ્હીમાં ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સ્ફર (FITT) તરફથી પણ મદદ મળી છે. આ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વિદ્યાર્થીઓને ઓપરેશનલ ગાઇડલાઇન અને માર્કેટિંગ પદ્ધતિઓ પણ શીખવે છે. 'ક્રિયા લેબ્સ'ના ત્રણે સ્થાપકોએ IIT દિલ્હીમાં તેમના પ્રોજેક્ટ પર કામ કરવા માટે કોલેજમાંથી મળેલું પ્લેસમેન્ટ નકારી દીધું હતું. તેમને ભારત સરકાર તરફથી એક વર્ષની ડિઝાઇન ઈનોવેશન ફેલોશિપ અને સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી ભંડોળ પ્રાપ્ત થયું છે. તેની મદદથી તેમણે પોતાનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે.


વર્ષના અંતે પંજાબના લુધિયાણામાં પ્રથમ પ્રોસેસિંગ યુનિટ લગાવશે
પોતાના પ્રોજેક્ટ વિશે અંકુર જણાવે છે કે, 'અમારું લક્ષ્ય પરાળને કમર્શિયલ વેલ્યુ અપાવવાનું છે. જ્યારે ખેડૂતોને પરાળમાંથી લાભ મળશે તો તેઓ તેને બાળશે નહીં. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ રોજગારી ઊભી થશે.' અંકુર, કાનિકા અને પ્રાચીરે પોતાની ટેક્નોલોજીની પેટન્ટ પણ કરાવી લીધી છે. 'ક્રિયા લેબ્સ' આ વર્ષના અંતમાં પંજાબના લુધિયાણામાં પ્રથમ પ્રોસેસિંગ યુનિટ લગાવશે.


મશીનથી પરાળનો પલ્પ બનાવવામાં આવે છે
ક્રિયા લેબ્સની ચીફ ટેક્નોલોજી ઓફિસર કાનિકાએ જણાવ્યું કે, 'અમે જે મશીન વિકસાવ્યું છે, તેમાં પહેલાં કુદરતી રસાયણોની મદદથી પરાળમાં હાજર ઓર્ગેનિક પોલિમરને સેલ્યુલોઝથી અલગ કરી પલ્પ તૈયાર કરવામાં આવે છે. આ પલ્પ ખૂબ ઘટ્ટ હોય છે. તેને સૂકવ્યા બાદ તેમાં રહેલો ભેજ કાઢી નાખવામાં આવે છે અને પછી તેમાંથી કપ, પ્લેટ, બરણી વગેરે બનાવવામાં આવે છે.


એક યુનિટનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા
ક્રિયા લેબ્સના ચીફ ઓપરેટીંગ ઓફિસર પ્રાચીર દત્તા જણાવે છે કે, 'એક યુનિટ સ્થાપવાની કિંમત રૂ. 1.5 કરોડ છે. તેનાથી દરરોજ 4થી 5 ટન પલ્પ તૈયાર થઈ શકે છે. આ યુનિટ આશરે 800 એકર જમીનની પરાળ પર પ્રક્રિયા કરવા માટે પૂરતું છે.


ક્રિયા લેબ્સનું બિઝનેસ મોડલ
ક્રિયા લેબ્સ પાર્ટનરશિપ કરી યુનિટ લગાવશે. પરાળનો સંગ્રહ કરવાનું કામ મોટા ખેડૂતોને આપવામાં આવશે. આ ખેડૂતો પોતાના ખેતર અને નાના ખેડૂતોનાં ખેતરોમાંથી પરાળ ભેગી કરશે. યુનિટ મેનેજમેન્ટ એક કિલોગ્રામ પરાળ માટે 3 રૂપિયા ચૂકવશે. એક એકર જમીનની પરાળની કિંમત લગભગ પાંચ હજાર રૂપિયા હશે. તેને ખેતરમાંથી ઊખાડવાંથી લઇને યુનિટ સુધી લાવવાનો ખર્ચ એકર દીઠ બે હજાર રૂપિયા થશે. પરાળને પલ્પમાં ફેરવીને ક્રિયા લેબ્સ તેને કપ-પ્લેટ બનાવનારી કંપનીઓને વેચશે.

X
three friends of iit delhi startup action labs
three friends of iit delhi startup action labs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી