• Gujarati News
  • National
  • Ghar Se Nikalte Hi Fame Actress Mayoori Kango Is Now A Top Executive At Google India

'ઘર સે નિકલતે હી' ફેમ એક્ટ્રેસ મયૂરી કાંગો ગૂગલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની, 13 વર્ષની ઉંમરે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિંગ માટે એણે IIT કાનપુરનો અભ્યાસ પડતો મૂકી દીધો હતો
  • તેણે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં માર્કેટિંગ અને ફાઇનાન્સમાં MBA કર્યું
  • દીકરાના જન્મ બાદ 2009માં તે ભારત પરત ફરી હતી
ગુડગાંવ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એન્જીનિયર્સ છે જે એક્ટિંગ પર હાથ અજમાવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત, ક્રિતિ સેનન, કાર્તિક આર્યન સહિત ઘણા એક્ટર્સ એન્જીનિયર્સ છે અથવા તો કોઈ ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. 'ગલી બોય' ફેમ એમસી શેર પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું ભણી રહ્યો છે. વાત અહીં એમ છે કે, ઉચ્ચ ડિગ્રી ધરાવતા હોવા છતાં એક્ટર્સ એકવાર બોલિવૂડમાં એન્ટ્રી લે પછી આ જ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહે છે. પરંતુ 'ઘર સે નિકલતે હી' ફેમ એક્ટ્રેસ મયૂરી કાંગોએ કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી લેવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. મયૂરી કાંગો ગૂગલ ઇન્ડિયાના એજન્સી બિઝનેસની ઇન્ડસ્ટ્રી હેડ તરીકે જોડાઈ છે.

મયૂરીએ તેના કરિયરની શરૂઆત ન્યૂ યોર્કની ડિજિટલ એજન્સી '360i'માં મીડિયા મેનેજર તરીકે શરૂ કરી હતી. તેણે  ત્યાં 2004થી 2012 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તે 'Performics.Resultrix'માં મેનેજીંગ ડિરેક્ટર તરીકે જોડાઈ હતી. ઉપરાંત તેણે 'Digitas'માં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તે 'Zenith' કંપનીમાં ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાઈ હતી.

એક્ટિંગ માટે એણે IIT કાનપુરનો અભ્યાસ પડતો મૂકી દીધો હતો. પરંતુ ત્યારબાદ એનઆરઆઈ (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) આદિત્ય ધિલ્લોન સાથે 2003માં લગ્ન કરીને તે યુએસ શિફ્ટ થઇ ગઈ. તેણે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં માર્કેટિંગ અને ફાઇનાન્સમાં MBA કર્યું. જોકે, તેના દીકરાના જન્મ બાદ 2009માં તે ભારત પરત ફરી હતી. હાલ તે ભારતમાં ગુડગાંવમાં રહે છે. મયુરી કાંગોનો કિસ્સો એ વાત સાબિત કરે છે કે એજ્યુકેશન અને સારી કોલેજની ડિગ્રીનું જીવનમાં કેટલું મહત્ત્વ છે.

36 વર્ષીય મયૂરી કાંગોએ 1995માં 13 વર્ષની ઉંમરે જ બોલિવૂડ ડેબ્યુ કરી લીધું હતું. નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ 'નસીમ'થી તેણે ડેબ્યુ કર્યું હતું. તેણે 'બાદલ', 'પાપા કહતે હૈ', 'હોગી પ્યાર કી જીત' વગેરે જેવી  જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અજય દેવગણ, અર્શદ વારસી, અનુપમ ખેર, રાની મુખર્જી, બોબી દેઓલ, જુગલ હંસરાજ સહિત ઘણા એક્ટર્સ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી છે. ઉપરાંત તેણે નાના પડદે પણ કામ કર્યું છે. જેમાં 'કહીં કિસી રોઝ', 'કિટ્ટી પાર્ટી' વગેરે જેવી સિરિયલ સામેલ છે.