સૌપ્રથમ / દેશની પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી એપ ધરાવતી IIM અમદાવાદની લાઇબ્રેરી

IIM Ahmedabads Library is Indias first library which has virtual reality app

  • રિસ્ટોરેશન બાદ એક દિવસનો ફૂટફોલ 400માંથી 560 થયો 
  • પ્રોજેક્ટ માટે ટીસીએસ કંપનીએ 20 કરોડનું ફન્ડિંગ કર્યું
     

divyabhaskar.com

Mar 12, 2019, 01:11 PM IST

અમદાવાદ: IIM-A વિક્રમ સારા ભાઈ લાઈબ્રેરીનું તાજેતરમાં જ રિસ્ટોરેશન થયું છે. વર્ચ્યુલ રિયાલિટી માધ્યમથી આખી લાઈબ્રેરી વર્ચ્યુલી, પુસ્તકો રિઝર્વ કરી, સમરી વાંચી શકો છો. તેને વર્ચ્યુલી રેકોર્ડ કરતા 6 મહિના લાગેલા. સ્પેસ 4000 સ્કેવર ફીટ વધતા હવે લાઇબ્રેરી 49,480 સ્કેવર ફીટની થઇ. લાઈબ્રેરી હવે દિવ્યાંગ ફ્રેન્ડલી છે. પ્રિન્ટ અને હાઈબ્રિડ બૂક્સ ટેક્નોલોજી બંનેનો સમાવેશ કરાયો. ચિલ્ડ્રન્સ લાઈબ્રેરીનું સેક્શન ઉભુ કરાયું. રિસ્ટોરેશન બાદ એક દિવસનો ફૂટફોલ 400 માંથી 560 થયો. છેલ્લા 10 વર્ષમાં આવું બન્યું નથી. પ્રોજેક્ટ માટે ટીસીએસ કંપનીએ 20 કરોડનું ફન્ડિંગ કર્યું. આ રિસ્ટોરેશન સોમાયા અને કલપ્પા કન્સલ્ટન્ટ્સે કર્યું.

* IIT મદ્રાસ જોડેથી સલાહ લઈને કામ કર્યું
'ભૂકંપથી થયેલા નુકસાનને સ્ટ્ક્ચરલ સ્ટિચિંગથી સરખું કર્યું છે. પ્રોસેસ સમયે વોલમાંથી આર્કિટેક લુઇ કાહ્નનો એક દસ્તાવેજ પણ મળી આવ્યો હતો. કોઈ રિસ્ક નહોતા લેવા માંગતા આથી IIT મદ્રાસ જોડેથી સ્ટ્ક્ચરની સલાહ લઈને કામ કર્યું. સ્ટ્ર્ક્ચરને થયેલા નુકસાનને કારણે એક દીવાલમાં થ્રુ આઉટ વર્ટિકલ ક્રેક હતી. 20મી સદીની રિસ્ટોર થયેલી કદાચ પ્રથમ બિલ્ડીંગ હશે જે હેરિટેજ પણ હોય.' - બ્રિન્દા ચિન્નપ્પા સોમાયા, આર્કિટેક્ટ

X
IIM Ahmedabads Library is Indias first library which has virtual reality app

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી