તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા શહેરના 25 વર્ષીય યુવકે પ્લાસ્ટિકને બદલે ભોજનમાં ખાઈ શકાય તેવી ચમચી બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટિગ્રેન લોટના ઉપયોગથી બનેલી ચમચી ખાવાથી કોઈ નુકશાન નથી થતું
  • કૃવિલને આ ઈનોવેશનન બદલ ન્યૂયોર્કમાં એવોર્ડ મળ્યો હતો
  • ખાદ્ય પદાર્થોથી બનાવેલી ચમચીમાં વિદેશીઓને વધારે રસ છે

યૂથઝોન ડેસ્ક: પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ થમવાનું નામ નથી લઇ રહ્યું. આ દૂષણનું સોલ્યુશન વડોદરાના 25 વર્ષીય કૃવિલ પટેલે શોધી લીધું છે. કૃવિલે ખાદ્ય પદાર્થોના ઉપયોગથી ચમચી બનાવી છે.ગુજરાતમાંથી એકમાત્ર કૃવિલ પટેલે મલ્ટિગ્રેન લોટના ઉપયોગ વડે જમવામાં લઇ શકાય તેવી ચમચી બનાવી છે. 

જમ્યા લીધા બાદ પણ આ ચમચીને ખાઈ પણ શકાય છે તથા તેને ફેંકી દેવામાં આવે તો પ્રાણીઓ પણ તેને ખાઇ શકે છે. અને જો પ્રાણીઓ પણ ન ખાય તો ચમચી સમય જતાં જાતે જ પર્યાવરણમાં ભળી જાય છે. 

વડોદરાના કૃવિલ પટેલે અનેક અનાજના લોટને ભેગા કરી ખાદ્ય ચમચી (એડિબલ સ્પુન)બનાવી છે.એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર કૃવિલ પટેલે 8 મહિનાની મહેનત બાદ ખાદ્ય પદાર્થોની મદદથી ખાદ્ય ચમચી બનાવી છે. ચમચીની બનાવટ માટે પોતે બેકિંગ શિખ્યો હતો.ચમચીની ખાસિયત છે કે ગરમા-ગરમ સુપમાં તે 45 મિનિટ સુધી જમવામાં મદદ કરી શકે છે.રોજબરોજના જમવામાં ચમચી કલાકો સુધી ચાલી શકે તેવી રીતે બનાવવામાં આવી છે.

ખાદ્ય ચમચીને લઇને અમેરિકાના ન્યુજર્સી ખાતે માર્ચ માસમાં યોજાયેલા રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સર્વિસ શોમાં ભાગ લીધો હતો.કૃવિલ પટેલે મેગા શોમાં ભાગ લેવા માટે વિઝા માટે એપ્લાય કર્યું હતું, પણ ત્યાંના અધિકારીએ કટાક્ષમાં હસીને તેના વિઝા નકારી કાઢ્યા હતા.પરંતુ મેગા શોમાં ખાદ્ય ચમચીએ પીપલ્સ ચોઇસ કેટેગરીમાં એવોર્ડ મેળવવામાં સફળતા મળી હતી.

કૃવિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાદ્ય પદાર્થોની ચમચીમાં વિદેશીઓ દ્વારા વિશેષ રસ બતાવ્યો છે. કંપની શરૂ થયાના ટૂંકા ગાળામાં જ તેને અલગ અલગ દેશોમાંથી ચમચીની માગ કરવામાં આવી છે.જેમાં દુબઇ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડમાંથી રસ ધરાવતી પાર્ટી દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ખાદ્ય ચમચીની સફળતા બાદ ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં અન્ય કટલરી ઉમેરવામાં આવશે. કૃવિલેે કહ્યું કે,આગામી દિવસોમાં ખાદ્ય પદાર્થોમાંથી સ્ટ્રો, કપ, બાઉલ અને ડિશ તૈયાર કરાશે. જેને કારણે આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો મજબૂત વિકલ્પ તૈયાર થશે અને પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત રાખવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...