સુરત / ગુજરાતમાં માત્ર 1 જ નેશનલ પોલો પ્લેયર, પ્રેક્ટિસ માટે વર્ષે 30 લાખ રૂપિયાનો ખર્ચ

divyabhaskar.com

Mar 15, 2019, 12:58 PM IST
Gujarat has only one polo player at national level and it costs more than 30 lacs

 • પોલો(POLO) કેમ્પ યોજતું ગુજરાતનું એક માત્ર શહેર સુરત
 • ગુજરાતમાંથી માત્ર એક જ પ્રોફેશનલ પ્લેયર છે 
   


સુરત: સમગ્ર ભારતમાં માત્ર 120 પોલો ગેમ્સના પ્લેયર છે. જ્યારે ગુજરાતમાં માત્ર 1 જ પ્લેયર છે. સુરતમાં 400 ઘોડાં હોવા છતાં એક પણ ઘોડાને પોલો રમત માટે ટ્રેઈન કરવામાં આવ્યો નથી. ત્યારે સુરતીઓ પોલો રમત તરફ ‌વળે તે માટે પી.પી સવાણી સ્કૂલ અબ્રામા દ્વારા પોલો રમત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ 14 ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત શહેરમાં જ પોલો રમતનો કેમ્પ યોજાય છે.

ઘોડાની કિંમત 2.50 લાખથી 10 લાખ
પોલો માટે ખાસ થરોબ્રિડ ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ 2 થી 2.5 લાખની વચ્ચે આ ઘોડાની કિંમત હોય છે. ઘોડાને પોલો માટે ઓછામાં ઓછી બે વર્ષની તાલીમ આપવામાં આવે છે. ત્યારે ઘોડો જઇને 5 વર્ષની ઉંમરે પોલો રમવા લાયક બને છે. 10 ઘોડામાંથી 6 ઘોડા જ પોલો માટે પરફેક્ટ હોય છે. એક ઘોડો 2 થી 2.5 લાખની કિંમતનો હોય છે, જેનો ખાવા પીવાનો ખર્ચ મહિને 25,000 રૂપિયાથી 30,000 રૂપિયા સુધીનો હોય છે. ઘોડાની ટ્રેનિંગ પાછળ 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પોલોની પ્રેક્ટિસ કરવા માટે વર્ષનો 30 લાખ રૂપિયા ખર્ચ થાય. ઘોડાને ટ્રેઈન કર્યા પછી તેની કિંમત 2.50 લાખથી વધીને 10 લાખથી પણ વધારે મળે છે.

ગુજરાતમાં માત્ર 1 જ પોલો પ્લેયર, જ્યારે ભારતમાં માત્ર 120 ખેલાડી
- પ્લેયરે ઘોડા સાથે 4થી 6 કલાક સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. સાથે સાથે મહિને બેથી સવા બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પોલો રમત રમવા માટે 300 યાર્ડ બાય 180 યાર્ડનું ગ્રાઉન્ડ જોઇએ જે 9 ફૂટબોલ ગ્રાઉન્ડ બરાબર છે. ગુજરાતમાંથી માત્ર જયવીરસિંહ ગોહિલ પોલોના નેશનલ પ્લેયર છે. જે આ કેમ્પમાં 14 સુરતીઓને પોલો શીખવી રહ્યાં છે.
- પી.પી સવાણી સ્કૂલ અબ્રામામાં ચાલી રહેલાં પોલો કેમ્પમાં હાલ 14 સુરતીઓ પોલોની તાલીમ લઈ રહ્યાં છે. આ કેમ્પ 1 મહિના સુધી ચાલશે.


પોલો કિટ - Rs. 2 લાખ
પોલો માટેના 'ની' ગાર્ડ અને ગોગલ્સ 38 હજાર રૂ.ના આવે.
1,00,000 - પોલો બુટ્સ
50,000 - રૂપિયાની હેલ્મેટ હોય છે
12,000 - આર્ઝન્ટાઇલ પોલો સ્ટીક

X
Gujarat has only one polo player at national level and it costs more than 30 lacs
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી