યૂથ ઝોન ડેસ્ક: સ્ટાર્ટઅપનું પ્રમાણ આપણા દેશમાં પૂર ઝડપે વધી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે, જાણે રોજ એક નવું સ્ટાર્ટઅપ શરુ થાય છે. 40 વર્ષીય ઉપમા કપૂરે તેની મહેનત અને લગનથી સ્ટાર્ટઅપ શરુ કર્યું અને તેમાં આવતા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ શોધ્યું.
8 લાખ રૂપિયાથી શરૂઆત કરી
વર્ષ 2017માં ઉપમાએ ટીલ એન્ડ ટેરા (teal and terra) નામનું બ્યુટી સ્ટાર્ટઅપ શરુ કર્યું. ઉપમા આખા દેશમાં ઓર્ગેનિક બયુડી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવવા માગતી હતી. તેણે મિત્રો અને પરિવારની મદદથી 8 લાખ રૂપિયા ભેગા કરીને કંપની શરુ કરી. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, વર્ષ 2018માં કંપનીએ 2.4 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે.
સિંગલ મધર
કંપનીને ટોચ પર લઇ જવા માટેનો સફર ઉપમા માટે સરળ રહ્યો નથી. તેણે પોતાના પર્સનલ જીવનમાં પણ ઘણા દુઃખના દિવસો જોયા છે. નાનપણમાં જ તેણે માતા-પિતાનો આશરો ગુમાવી દીધો હતો. લગ્ન પછી પતિ સાથે ઝઘડા થતા તે ચાર વર્ષના દીકરાને લઈને અલગ રહેવા જતી રહી. હાલ તે સિંગલ મધર છે. 40 વર્ષીય ઉપમાએ પોતાના જુનૂનને ક્યારેય ઓછું થાવ દીધું નથી.
એમબીએનો અભ્યાસ કર્યો
12 વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવી દીધા બાદ તે તેની બહેન અને તેના પતિ સાથે રહેતી હતી. ઉપમાએ ફાઇનાન્સ ફિલ્ડમાં એમબીએ કર્યું છે. દીકરાનો કબીરનો જન્મ પહેલાં કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરી હતી. ત્યારબાદ ઉપમાએ વર્ષ 2017માં પોતાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું.
ટીલ એન્ડ ટેરા કંપની
ટીલ એન્ડ ટેરા એક ઓર્ગેનિક બ્યૂટી સ્ટાર્ટઅપ છે. ઉપમાની કંપનીની દરેક પ્રોડક્ટ્સમાં માત્ર પ્રાકૃતિક વસ્તુઓનો જ ઉપયોગ થાય છે. અહીં પ્રોડક્ટ્સ માટેનું રો મટિરિયલ પંચકુલા, ગુરુગ્રમ અને દિલ્હીથી આવે છે. ગ્રાહકો ઓર્ગેનિક પ્રોડક્ટ્સને ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકે છે. દેશની બહુ ઓછી બ્યૂટી બ્રાડ અનિયન ઓઈલનો ઉપયોગ કરે છે, જેમાં ઉપમાની કંપની સામેલ છે.
મહિલાઓથી ભરપૂર ટીમ
હાલ ઉપમા પાસે 20 મહિલાઓની ટીમ છે. આ દરેક મહિલાઓ તેમના ઘરેથી જ કામ કરે છે. આવનારા બે વર્ષોમાં ઉપમા તેની કંપનીનું ટર્નઓવર 15 કરોડ સુધી પહોંચાડવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.