ટેલેન્ટ / 22 વર્ષીય અમેરિકન ડોમિનો આર્ટિસ્ટ લીલી હેવીશ કોઈ ગણિત વગર એક્સપરિમેન્ટ કરી આર્ટ બિલ્ડ કરીને કમાય છે

22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist

  • તેની ‘Hevesh5’ નામની યુટ્યુબ ચેનલના 26 લાખ સબસ્ક્રાઇબર્સ
  • 9 વર્ષથી ઉંમરથી આર્ટ બનાવે છે 
  • ‘ડિઝની’, ‘માર્વેલ’, ‘ફોર્ડ’, ‘હોન્ડા’, ‘‘પિત્ઝા હટ’ સહિત ઘણી બ્રાન્ડ માટે કામ કરી ચૂકી છે 
  • વિલ સ્મિથ, કેટી પેરી જેવી સેલિબ્રિટી સાથે કામ કર્યું છે 

Divyabhaskar.com

Nov 06, 2019, 02:50 PM IST

યૂથ ઝોન ડેસ્ક: તમે ઇન્ટરનેટ પર એવા ઘણા વીડિયો જોયા હશે જેમાં એક પછી એક એમ ડોમિનો એટલે કે નાના નાના ટુકડા ગોઠવીને આર્ટ બનાવવામાં આવી હોય. પહેલા ટુકડાને ધક્કો મારતા પાછળના ટુકડા એક પછી એક પડતા જાય છે અને અમુકવાર તેમાંથી ડિઝાઇન પણ બનતી હોય છે. આ આર્ટને ડોમિનો આર્ટ કહેવામાં આવે છે. આટલી મોટી ડોમિનો આર્ટ બનાવવા માટે ઘણો સમય લાગે એ વાત સ્વાભાવિક છે પણ તેને વિખેરવા માટે માત્ર એક ધક્કો કાફી છે. આવી જ એક પ્રોફેશનલ અમેરિકન ડોમિનો આર્ટિસ્ટ લીલી હેવીશ છે. 22 વર્ષીય લીલીએ પોતાના પેશનને પ્રોફેશનમાં બદલી દીધું છે. લીલી પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે જેમાં તે વીડિયો અપલોડ કરીને કમાણી કરે છે. ઉપરાંત તે કંપનીઓ, સેલિબ્રિટીના કમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ કરે છે.

‘Hevesh5’
લીલીની ‘Hevesh5’ નામની યુટ્યુબ ચેનલ છે જે વેરિફાઇડ છે. ઉપરાંત તેનું ઇન્સ્ટાગ્રામમાં પણ વેરિફાઇડ અકાઉન્ટ છે. તેને 2009માં યુટ્યુબ પર ડેબ્યુ કર્યું હતું અને અત્યારસુધીમાં તેના વીડિયોને કુલ 841,066,981 વ્યૂ મળ્યા છે. તેની યુટ્યુબ ચેનલના 26 લાખ સબસ્ક્રાઇબર્સ છે. તે દર અઠવાડિયે એક વીડિયો અપલોડ કરે છે. તે H5 ડોમિનો કમ્યુનિટી હબ પણ ચલાવે છે.

9 વર્ષથી ઉંમરથી આર્ટ બનાવે છે
લીલી 9 વર્ષથી હતી ત્યારથી ડોમિનો આર્ટ બનાવે છે. તેને પોતાના શોખને પ્રોફેશનમાં ફેરવી દીધું. લીલી યુટ્યુબ પર વીડિયો જોઈને જ ડોમિનો આર્ટ બનાવવાનું જાતે શીખી છે. તેની પાસે હાલ ખુદના 83,000 જેટલા ડોમિનો છે. તેણે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને કમાણી કરવાનું શરૂ કર્યું. ઉપરાંત તે ડોમિનો સેટઅપ અથવા ચેન રિએક્શન કમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે પણ કરે છે. તેણે મૂવી સ્ટુડિયો, કોર્પોરેશન અને એડ એજન્સી સાથે પણ કામ કર્યું છે.

એક આર્ટ બિલ્ડ કરવામાં 3-4 દિવસ લાગે છે
લીલીના જણાવ્યા મુજબ તેને એક આર્ટ બિલ્ડ કરવામાં 3થી 4 દિવસનો સમય લાગે છે. આ બનાવતી વખતે હાથ સ્ટેડી રહેવા ખૂબ જ જરૂરી છે. જો એક ધક્કો લાગ્યો તો બધી મહેનત પર પાણી ફરી જાય છે. લીલીના મતે સૌથી મજેદાર કામ ડોમિનોને ધક્કો મારવાનું હોય છે. ધક્કો માર્યા પછીની ગતિવિધિ જોવાની મજા જ અલગ હોય છે.

ગણિતના લોજીકને બદલે એક્સપરિમેન્ટ પર ફોકસ
લીલી ડોમિનો આર્ટ બનાવવા માટે કોઈ ગણિત ફોલો કરતી નથી. તે નવતર પ્રયોગ કરીને શીખવામાં માને છે. તે રોજ 10થી 10 કામ કરે છે એટલે કે તે દિવસના 12 કલાક ડોમિનો આર્ટ બનાવવા પાછળ લગાવે છે. તે એક્સપરિમેન્ટ કરીને તેની આર્ટ અપડેટ કરતી રહે છે. તે સ્લો મોશન વીડિયો શૂટ કરીને બધું ઓબ્સર્વ કરીને પોતાનું કામ આગળ વધારે છે.

લીલી અને વિલ સ્મિથ

કેટી પેરી, વિલ સ્મિથ ઉપરાંત મોટા કર્પોરેશન સાથે કામ કરી ચૂકી છે
લીલીએ અત્યાર સુધીમાં ઘણી મોટી કંપનીઓ, સ્ટુડિયો અને હસ્તીઓ સાથે કામ કર્યું છે. તેણે ‘ડિઝની’, ‘માર્વેલ’, ‘ફોર્ડ’, ‘હોન્ડા’, ‘પિત્ઝા હટ’ સહિત ઘણી બ્રાન્ડ માટે કામ કર્યું છે. ઉપરાંત તેણે વિલ સ્મિથ સાથે ‘Collateral Beauty’ નામની ફીચર ફિલ્મમાં કામ કર્યું હતું. આ સિવાય ફેમસ અંગ્રેજી સિંગર કેટી પેરી માટે તેના નવા આલ્મબ ‘વિટનેસ’ના લોન્ચ માટે લીલીએ ડોમિનો આર્ટ સેટઅપ કર્યું હતું.

X
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist
22-year-old Lily Hevesh is a professional Domino Artist

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી