ઈન્ટરેસ્ટિંગ / 19 વર્ષનો બોક્સર નિશાન મનોહર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પૂરનાં પાણીમાં અઢી કિ.મી તરીને બોક્સિંગ ઈવેન્ટમાં સામેલ થયો

19-year-old boxer marks a half-kilometer swim in flood waters to win the championship, winning a silver medal

  • નિશાનના મન્નૂર ગામમાં પાણી ભરાઈ ગયાં હતાં, રસ્તાઓ તૂટી જવાથી અન્ય વિસ્તાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. 
  • ટીમના મેનેજર ગજેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે, ત્યારબાદ તે પોતાના પિતાની સાથે પૂરનાં પાણીમાં તરીને બોક્સિંગ ઈવેન્ટમાં સામેલ થયો.
  • નિશાને કહ્યું- મારા પિતાએ મને હિંમત આપી અને બાદમાં તેણે તરીને ટીમ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો.

Divyabhaskar.com

Sep 17, 2019, 11:44 AM IST

યૂથ ઝોન ડેસ્ક. કર્ણાટકના બેલગાવી જિલ્લાના મન્નૂરના બોક્સર નિશાન મનોહર કદમ અઢી કિ.મી. સુધી તરીને બોક્સિંગ ઈવેન્ટમાં પહોંચ્યો હોવાથી અત્યારે ચર્ચામાં છે. હકીકતમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. 12 જિલ્લા પૂરગ્રસ્ત છે. 7 ઓગસ્ટે મનોહરનું ગામ જિલ્લાના સૌથી વધારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી એક હતું. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયું હતું. ગામને જોડતા રસ્તાઓ પણ તૂટી ગયા હતા. તેના કારણે રેસ્કયૂ ટીમને ગામમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું હતું.

બેંગલુરુમાં યોજાનાર ઈવેન્ટમાં નિશાનને સામેલ થવું હતું. 19 વર્ષના નિશાને પોતાની બોક્સિંગ કિટ પોલિથિનમાં પેક કરી લીધી. ત્યારબાદ પિતાની સાથે પૂરનાં પાણીમાં 45 મિનિટમાં અઢી કિ.મી તરીને જિલ્લા બોક્સિંગ ટીમ સુધી પહોંચ્યો. બેંગલુરુ પહોંચ્યા બાદ રવિવારે રાજ્ય સ્તરે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

બે વર્ષ પહેલા શરૂ કર્યું હતું બોક્સિંગ

નિશાન બેલગાવીના જ્યોતિ પીયૂ કોલેજમાં 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. એણે બે વર્ષ પહેલાં અર્જુન પુરસ્કાર વિજેતા કેપ્ટન મુકુંદ કિલેકર પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. નિશાને જણાવ્યું કે, 'તે કોઈ પણ સ્થિતિમાં ટીમ સુધી પહોંચવા માગતો હતો. તેના પિતાએ તેને આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે હિંમત આપી હતી. ત્યારબાદ તેણે તરીને પોતાની ટીમ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો'. જો કે, તે ગોલ્ડ મેડલ ન જીતી શક્યો, પણ આવતા વર્ષે તે ગોલ્ડ મેડલ જ જીતશે, તેવું નિશાને કહ્યું હતું.

ટ્રેનિંગ ન લઈ શક્યો નિશાન

બોક્સિંગ ટીમના મેનેજર ગજેન્દ્ર એસ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વરસાદ અને પૂરના કારણે છેલ્લા કેટલાય દિવસોથી કર્ણાટકની સ્થિતિ કફોડી છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સ્વાભાવિક રીતે જ માતા-પિતાઓ પૂરને કારણે પોતાનાં સંતાનોને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપતાં ન હતાં. નિશાન પણ કેટલાય દિવસો સુધી ટ્રેનિંગમાં ન આવી શક્યો.

'સૌથી સારી વાત એ હતી કે, તે આ ઈવેન્ટમાં સામેલ થઈ શક્યો હતો. નિશાન અને તેના પિતાએ પોતાના ઘરેથી તે જ દિવસે બપોરે 3.35 કલાકે તરવાનું શરૂ કર્યું હતું, અને 4.40 કલાકે તેઓ મુખ્ય રસ્તા પર પહોંચી ગયા હતા. ત્યાં છ સભ્યોની ટીમ તેની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ બેંગલુરુ જવા માટે માટે રાતની ટ્રેન પકડી હતી. જો કે, નિશાનની જીત અને તેના પ્રયત્ને આ ઈવેન્ટને ખાસ બનાવી દીધી હતી'.

12 દિવસમાં 42નાં મોત

કર્ણાટકના 30 જિલ્લામાંથી 17 વરસાદ અને પૂરગ્રસ્ત છે. 1 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 42 લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે 14 લોકો ગુમ છે. સેના અને એનડીઆરએફે રાજ્યમાં 5 લાખ 81 હજાર લોકોને સુરક્ષિત કાઢ્યા હતા. સરકારે પૂરગ્રસ્તો માટે 1168 રાહત શિબિરો બનાવી છે.

X
19-year-old boxer marks a half-kilometer swim in flood waters to win the championship, winning a silver medal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી