પર્યાવણ પ્રેમ / ઝીરો વેસ્ટ દુકાન બનાવવા માટે અનોખી પહેલ, ગ્રાહકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલનો સ્ટ્રો આપે છે

unique Zero Waste initiative to create a shop, Anand gives customers a straw of steel instead of plastic
unique Zero Waste initiative to create a shop, Anand gives customers a straw of steel instead of plastic

  • 45 વર્ષીય આનંદ તેમની દુકાનને ઝીરો વેસ્ટ સ્ટોર બનાવવા પ્રયાસ કરે છે
  • દુકાનમાં પ્લાસ્ટિકના સ્ટ્રોને બદલે સ્ટીલની સ્ટ્રો આપવામાં આવે છે  
  • પ્લાસ્ટિક વેસ્ટ જમા ન થાય માટે માત્ર ફ્રેશ જ્યુસનું જ વેચાણ કરે છે  
  • ફળોના કચરામાંથી બાયો-એન્ઝાઇમ્સ બનાવી તેનું વેચાણ કરે છે  

Divyabhaskar.com

Aug 12, 2019, 06:45 PM IST

યૂથ ઝોન ડેસ્ક: વર્તમાન સમયમાં શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. એકલા બેંગલુરુ શહેરમાં જ દરરોજ 3થી 5 હજાર ટન સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ સુધારવા માટે સૂકા અને ભીના કચરાને અલગ કરવા જરૂરી છે. કમનસીબે સ્વેચ્છાએ આ કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. તેમાંના એક છે બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આનંદ રાજ.

આનંદ પહેલાં રેડિયો જોકી હતા. તેઓ અત્યારે તેમનો ફેમિલી બિઝનેસ સંભાળીને જ્યુસની દુકાન ચલાવે છે. તેમનું એક જ લક્ષ્ય છે કે, તેમની દુકાનમાંથી નીકળતો વેસ્ટ ઓછામાં ઓછો હોય અને
ભવિષ્યમાં એવા મુકામે પહોંચવું કે તેમની દુકાન ઝીરો વેસ્ટની સ્થિતિએ પહોંચે. આનંદ જણાવે છે કે, ‘હું મારી દુકાનમાં રહેલા પ્લાસ્ટિકના સામાનને કચરામાં નથી ફેંકતો. મેં પહેલેથી નક્કી કર્યું હતું કે, મારી દુકાનમાંથી નીકળતો પ્લાસ્ટિકનો કચરો બેંગલુરુના ડ્રાય વેસ્ટ સેન્ટરમાં આપીશ, જયાં તેનું રિસાયકલિંગ થાય છે.’

આનંદે દુકાનમાં પ્લાસ્ટિકની બોટલમાં મળતા પેકેજ્ડ પીવાના પાણીનું વેચાણ પણ બંધ કર્યું છે, જે તેમની આવકનો મુખ્ય સ્રોત હતો. તેમની દુકાનમાં પેકેજ્ડ કાર્બોનેટેડ ડ્રિંક્સને બદલે ફ્રેશ જ્યુસનું વેચાણ થાય છે. તેના વેચાણ માટે પ્લાસ્ટિકની જગ્યાએ કાચ અથવા સ્ટીલનાં વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ ગ્રાહક સ્ટ્રોની માગણી કરે છે તો આનંદ તેમને સ્ટીલની સ્ટ્રો આપે છે

દુકાનું નામ ‘ઈટ રાજા’ (EAT RAJA)
આનંદ જણાવે છે કે, ‘મેં મારી દુકાનનું નામ ‘ઈટ રાજા’ રાખ્યું છે, જેથી ગ્રાહકોને મારી દુકાનમાં પીરસવામાં આવેલું ભોજન હોમમેડ (ઘરે બનાવેલું) છે તે ખબર પડે. હું જોતો હતો કે રોજ દુકાનમાં સ્ટ્રો, કપ, બોટલ અને બેગ જેવી વસ્તુઓનો કેટલો કચરો ઉત્પન્ન થતો હતો. તેથી મેં નિર્ણય લીધો કે, આ વેસ્ટને ઓછામાં ઓછો કરવા માટે પ્રયત્નો કરીશ અને મારા જ્યુસ કોર્નરને બેંગલુરુની પ્રથમ ઝીરો વેસ્ટ દુકાન બનાવવાની સફર શરૂ કરીશ.’

ઝીરો વેસ્ટ દુકાન
આ દુકાન માત્ર ઝીરો વેસ્ટની દુકાન જ નથી, પરંતુ તેની ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ શૈલી પણ તેને વિશેષ બનાવે છે. આનંદની ઇકો ફ્રેન્ડલી દુકાનમાં બીયરની બોટલોને રાખવા માટે કેળનાં પાન અને કોઈ પણ સ્ટ્રો વગર તડબૂચના શેલમાં જ્યુસ આપવામાં આવે છે.
બાયો-એન્ઝાઇમ્સ બનાવી તેનું વેચાણ કરે છે

આનંદ પોતાની દુકાનમાંથી નીકળતા સાઈટ્રસ વેસ્ટ એટલે કે ફળોના વેસ્ટને અલગ રાખીને તેમાંથી ‘બાયો-એન્ઝાઇમ્સ’ બનાવે છે. તેથી ફળોના વેસ્ટને કચરામાં ન ફેંકીને તેનો ઉપયોગ કરી શકાય. તેની મદદથી ફ્લોર ક્લીનર, ડિટર્જન્ટ્સ જેવા પદાર્થો બનાવી શકાય છે.
એટલું જ નહીં આ બાયો-એન્ઝાઇમ્સનું તેઓ 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાણ પર કરે છે. આમ કરવાથી પર્યાવરણને નુકસાન નથી થતું અને તેમની આવક પણ થાય છે. આનંદ પોતાની ઝીરો વેસ્ટ ઝુંબેશનો શ્રેય પર્યાવરણવિદ અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી કરતા મૂર્તિ અને મીનાક્ષીને આપે છે. આનંદ આ બન્ને પોસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શીખ્યા હતા અને બાયો-એન્ઝાઇમ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. આનંદની દુકાનમાંથી સામગ્રી લેવા માટે ગ્રાહકો એ ઘરેથી બેગ અથવા વાસણ લઈને આવવું પડે છે. કારણકે આનંદ તેમની દુકાનમાં પ્લાસ્ટિકની કેરી બેગ રાખતા નથી.

X
unique Zero Waste initiative to create a shop, Anand gives customers a straw of steel instead of plastic
unique Zero Waste initiative to create a shop, Anand gives customers a straw of steel instead of plastic
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી