ગૌરવ / કોમનવેલ્થ ગેમનું સપનું જોયું, 9 વર્ષ બાદ યશસ્વિની સિંહ શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયન બની

Yashaswini Dreaming of Commonwealth Game
Yashaswini Dreaming of Commonwealth Game
Yashaswini Dreaming of Commonwealth Game

  • પાનીપતની અટાવલ ગામની રહેવાસી યશસ્વિની બની શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયન
  • બે વર્ષ અભ્યાસ બાદ ભારતીય દળમાં જગ્યા પ્રાપ્ત કરી

Divyabhaskar.com

Sep 03, 2019, 05:19 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સ 2010 દરમિયાન દીકરીને ખેલ બતાવવા માટે લઈ ગયેલા હરિયાણાના સુરજિત સિંહ દેશવાલને અંદાજો પણ નહોતો કે નવ વર્ષ બાદ તેમની દીકરી એક ચેમ્પિયન ખેલાડી હશે. ત્યારે ગુરુગ્રામ પોલીસ કમિશનર અને અત્યારે આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ સુરજીત સિંહ દેશવાલની દીકરી યશસ્વિની સિંહે રવિવારે વર્લ્ડ શૂટિંગમાં ઈતિહાસ રચી દીધો છે. એક વર્ષ પહેલાં સીનિયર વર્ગમાં સામેલ થયેલી યશસ્વિનીએ આઈએસએસએફ વિશ્વ કપની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વર્લ્ડ નંબર વનને પછાડીને ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો, પરંતુ ઓલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી લીધી.

પાનીપતના અટાવલા ગામના રહેવાસી સુરજીત દેશવાલે જણાવ્યું કે, 2010ની કોમનવેલ્થ ગેમ ખરેખર યાદ રહેશે, ત્યારે ગુરુગ્રામમાં પોલિસ કમીશનર હતા અને તેઓ 13 વર્ષની પોતાની દીકરીને રમત બતાવવા માટે લઈ ગયા હતા. રમત એટલી રોમાંચક હતી કે તેણે તેમાં જ આગળ વધવાનો નિર્ણય કર્યો અને પોતાની મહેનત આ દિશામાં શરૂ કરી દીધી. તેમાં સૌથી મોટી વાત એ હતી કે, તેમણે પરિણામની ચિંતા ન કરી અને પોતાની મહેનત ક્યારે ઓછી ન થવા દીધી. તેનું જ પરિણામ છે કે આજે વર્લ્ડ નંબર વનને પછાડીને યશસ્વિ આઈએસએસએફ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલિસ્ટ બની ગઈ છે.

2010માં કોમનવેલ્થ ગેમ બાદ સતત મહેનતના લીધે 2012ની ઈન્ડિયન યૂથ ટીમનો હિસ્સો યશસ્વિની બની ગઈ હતી. વર્ષ 2014માં યૂથ ઓલિમ્પિક ગેમમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું. મોટી સફળતા વર્ષ 2017માં મળી. જ્યારે જૂનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો. ગત વર્ષે સિનિયર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો પરંતુ 10માં નંબર પર રહી હતી.

યશસ્વિની દેશવાલે વર્લ્ડ નંબર વન શૂટર ઓલેના કોસ્ટેવિચને પાછળ છોડી દીધી

યશસ્વિની દેશવાલે વર્લ્ડ નંબર વન શૂટર યૂક્રેનની ઓલેવા કોસ્ટેવિચને પછાડી દીધી છે. યશસ્વિનીએ આઠ મહિલાઓના ફાઈનલમાં 236.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ફાઈનલમાં પહેલા નંબર પર રહેનારી 22 વર્ષની યશસ્વિની સિંહને કોસ્ટેવિચથી સાથે ટક્કર મળી હતી. જો કે, લગભગ 2 પોઈન્ટનાં અંતરથી ભારતીય ખેલાડી યશસ્વિની સિંહે યૂક્રેનની સ્ટાર ખેલાડીને હરાવી દીધી. ઓલેના 234.8 સ્કોર કરી બીજા સ્થાન પર રહી.

X
Yashaswini Dreaming of Commonwealth Game
Yashaswini Dreaming of Commonwealth Game
Yashaswini Dreaming of Commonwealth Game

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી