પ્રેરણા / સમીની મહિલા કોન્સ્ટેબલ નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે

Women Constable spent the first salary of a job for plantation and nest of birds

Divyabhaskar.com

Jun 11, 2019, 04:55 PM IST

સમીઃ નોકરીનો પહેલો પગાર દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. દરેક વ્યક્તિએ એ પગારનું શું કરવું એ વિચારીને રાખ્યું હોય છે. મોટાભાગે લોકો પોતાનો પહેલો પગાર માતા-પિતા અથવા પોતાના માટે કોઈ ગિફ્ટ લેવામાં વાપરી નાખે છે. પરંતુ સમી તાલુકાની સમશેરપુરા ગામની વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેને પસાભાઈ ભાલૈયા પોતાની નોકરીનો પ્રથમ પગાર રૂ. 20,000 પક્ષીઓના માળા માટે તથા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક નિર્ણય કર્યો છે.


ભાવનાબેન છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાની નોકરી નો પ્રથમ પગાર સારા કાર્યમાં વાપરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ પગારના વીસ હજાર રૂપિયા જેટલી રકમ તેમણે અત્યાર સુધી બચત કરીને રાખી હતી. જે હવે પોતાના આવનારા જન્મદિવસ નિમિત્તે આ રૂપિયા પક્ષીઓના ચણ માટે અને પક્ષીઓ માટે કુંડા તથા પક્ષીઘર માટે તથા ગામમાં એક હજાર જેટલા વૃક્ષો વાવી આ વૃક્ષોને કાયમી સંભાળ માટે આ રૂપિયા વાપરવા નિર્ણય કર્યો છે.


આ માટે ગામના યુવક મંડળને જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી દિવસોમાં ગામના યુવક મંડળ દ્વારા 1000 વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત, તેમના જન્મદિવસ નિમિત્તે બચત કરેલ 5000 રૂપિયા પણ પક્ષીઓના માળા તથા પરબ માટે ખર્ચ કરેલ છે. આ મહિલા કોન્સ્ટેબલે અનોખી રીતે તેમનો વૃક્ષ અને પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેથી તેમની આવી પ્રેરણાત્મક કાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.


પ્રથમ પગાર સેવામાં વાપરવાનો આનંદ છે
ભાવનાબેને વાત કરતાં જણાવ્યું કે, 'વૃક્ષોનું નિકંદન થવાને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તથા આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં ગામમાં એક હજાર વૃક્ષો વાવવાથી મારું ગામ હરિયાળુ બનશે. તેમજ એક હજાર જેટલા પશુ-પંખીઓને રહેવા માટે ઘર અને પીવા માટે પાણી મળી રહેશે. મારો પ્રથમ પગાર આવા સેવા કાર્યમાં વપરાયો છે જેનો મને આનંદ છે.'

X
Women Constable spent the first salary of a job for plantation and nest of birds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી