ઈન્વેન્શન / IITની બે વિદ્યાર્થિનીઓએ સેનિટરી નેપ્કિનને ફરીથી વાપરવા સક્ષમ બનાવતું ડિવાઈસ ‘ક્લીન્ઝ રાઈટ’ બનાવ્યું

Two IIT students create a 'cleanse right' device enabling sanitary napkin reuse

Divyabhaskar.com

Aug 10, 2019, 05:46 PM IST

યુથ ઝોન ડેસ્ક: આપણે ભલે 21મી સદીમાં રહેતા હોઈએ પરંતુ આજે પણ છેવાડાની મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ નથી કરતી, જ્યારે શહેરોમાં તેના વધુ પડતા ઉપયોગને કારણે તેનો કચરો એક સમસ્યા બની છે. એક રિપોર્ટ અનુસાર સિન્થેટિક સેનેટરી પેડને જમીનમાં ભળતાં આશરે 500 વર્ષ લાગે છે. આ પરિસ્થિતિને કારણે પર્યાવરણને ખાસ્સું નુકસાન પહોંચે છે.

આ સમસ્યા નિવારવા માટે IITમાં ભણતી બે વિદ્યાર્થિનીઓએ સેનિટરી નેપ્કિનને સાફ કરવા માટે ‘ક્લીન્ઝ રાઈટ’ નામનું ડિવાઇસ બનાવ્યું છે. આ અનોખું ડિવાઇસ IIT, મુંબઈમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીઓ ઐશ્વર્યા અગ્રવાલ અને અને IIT ગોવાની વિદ્યાર્થિની દેવયાની માલાડકરે તૈયાર કર્યું છે.

કિંમત
આ ડિવાઇસની કિંમત 1500 રૂપિયા છે. આ બંને વિદ્યાર્થિનીઓએ તેમનાં ડિવાઇસની પેટન્ટ માટે પણ અરજી કરી છે. ઐશ્વર્યા અને દેવયાની જણાવે છે કે, શહેરોમાં મેન્સ્ટ્રુઅલ હાઇજિનના મુદ્દે જાગૃતિ વધવાથી સેનિટરી નેપ્કિનનાં વેચાણમાં વધારો થયો છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને કારણે તેનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ
આ ડિવાઇસને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. તેમાં પેડલ-સંચાલિત પ્લંજર્સ છે, જે પાણી ભરેલી એક ચેમ્બરની અંદર મૂવ થાય છે. આ પ્લંજર્સ સેનિટરી પેડમાં રહેલાં લોહીને શોષીને તેને પાણીથી ધોઈ નાખે છે. આમ કરવાથી સેનેટેરી પેડને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને પર્યાવરણને થતાં નુક્સાનને અટકાવી શકાય છે. ‘ક્લીન્ઝ રાઈટ’ ડિવાઇસની મદદથી નાનાં બાળકોનાં કપડાં પણ ધોઈ શકાય છે.

વિદ્યાર્થિનીઓનો દાવો છે કે, આ ડિવાઇસથી ઉપયોગમાં લેવાતા સેનિટરી પેડ સંપૂર્ણપણે સલામત છે. તેનો વધુ ને વધુ ઉપયોગ કરવાથી બાયોમેડિકલ કચરાના પ્રમાણમાં ઘટાડો આવશે, જે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને એક ઉત્તમ પગલું છે.

X
Two IIT students create a 'cleanse right' device enabling sanitary napkin reuse
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી