બેંગ્લુરુ / રેડિયો જોકી રહ્યા બાદ પિતાના ધંધામાં જોડાયેલા આનંદની અનોખી ક્રિએટિવિટી, ગ્રાહકોને ફળની છાલમાં ફ્રૂટ જૂસ આપે છે

This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability

  • આનંદ રાજની દુકાન બેંગ્લોરની પ્રથમ ઝીરો વેસ્ટ શોપ બની ગઈ છે
  • અહીં ગ્રાહકોને નારંગી, તરબૂચ અને કોઠાની છાલમાં 40 રૂપિયામાં ફ્રૂટ જૂસ મળે છે
  • આનંદ રાજના પિતા વર્ષોથી ફ્રૂટ જૂસની દુકાન ચલાવે છે
  • દુકાને કચરાપેટીમાં પલાસ્ટીકના ગ્લાસ જોઈને તેને ફળની છાલ વાપરવાનો આઈડિયા આવ્યો  

Divyabhaskar.com

Feb 07, 2020, 01:16 PM IST

યૂથ ઝોન ડેસ્ક: રેડિયો જોકીની નોકરી છોડ્યા પછી બિઝનેસમેન બનેલા આનંદ રાજે દેશમાં પ્લાસ્ટિકના કચરાનો ખડકલો થતા અટકાવી દીધો છે. બેંગ્લોરના રહેવાસી આનંદના પિતા વર્ષોથી ફ્રૂટ જૂસની દુકાન ચલાવે છે. તેમના દીકરાએ પોતાની બુદ્ધિથી આ દુકાનમાં પ્લાસ્ટિકની બોટલ કે ગ્લાસના નામોનિશાન દૂર કરી દીધા છે. આનંદ તેની દુકાને આવતા ગ્રાહકોને ફળની છાલમાં જ જૂસ આપે છે. એક રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં માત્ર બેંગ્લોર શહેર 3 હજારથી 5 હજાર સોલિડ વેસ્ટ ઉત્પન્ન કરે છે. આ સોલિડ વેસ્ટ સામે આંનદના ઝીરો વેસ્ટમાંથી દેશના ઘણા લોકોને પ્રેરણા લેવાની જરૂર છે.

ફળની છાલ વાપરવાના બે ફાયદા
આનંદ રાજની શોપનું નામ ઈટ રાજા(Eat Raja) છે. આનંદનો ફ્રૂટ જૂસ આપવાનો આ હટકે આઈડિયા જોઈને તેની શોપ પર ગ્રાહકોની ભીડ ઓછી થઇ રહી નથી. આ આઈડિયાથી બે ફાયદા થાય છે, એક તો પાણીની બચત થાય છે કેમ કે કાચના ગ્લાસ ધોવાની જરૂર પડતી નથી અને બીજું એ કે પ્લાસ્ટિકના ગ્લાસ નહીં વાપરવાથી રૂપિયાની બચત અને પર્યાવરણનું નુકસાન થતું અટકશે. આનંદની શોપ પર દરેક ફળનો રસ મળે છે. તેની કિંમત 40 રૂપિયા છે. આ જૂસ તે તરબૂચ, નારંગી અને કોઠાની છાલમાં આપે છે.

આનંદ રાજની માતા પણ તેને દુકાન પર મદદ કરે છે
મીડિયા સાથેની વાતચીતમાં આનંદે કહ્યું કે, એક વખત મેં મારા પિતાની દુકાને કચરાપેટીમાં પ્લાસ્ટિકના ગ્લાસનો ઢગલો જોયો. આતો તો એક દિવસની વાત હતી પણ રોજ ખબર નહીં કેટલાય પ્લાસ્ટિકના ગ્લાસ ફ્રૂટ જૂસ માટે વપરાતા હશે ! તે સમયે મને ફ્રૂટની છાલ જે કચરાપેટીમાં સ્વાહા થઈ જતી હોય છે તેનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. ફળની છાલમાં જૂસ પીવાની ગ્રાહકોને પણ મજા આવે છે. હું મારી માતાનો પણ આભારી છું જે દુકાન પર ઘરે બનાવેલો નાસ્તો બનાવીને આપે છે.

આનંદના ઉઠાવેલા એક કદમને લઈને તેની ફ્રૂટ જૂસ શોપ બેંગ્લોરની પ્રથમ ઝીરો વેસ્ટ શોપ બની ગઈ છે. દુકાને આવતા ગ્રાહકો જૂસ પીવાની સાથે-સાથે તેના આઈડિયાના વખાણ કરવાનું પણ થાકતા નથી.

X
This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability
This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability
This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability
This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability
This RJ-turned-businessman’s juice corner in Bengaluru is promoting zero-waste and sustainability

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી