ઉપલબ્ધિ / હોકી સ્ટિક ખરીદવાના પણ પૈસા નહોતા, હવે અંજલી ભારતીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે

There was no money to buy a hockey stick, but now Anjali is representing the Indian hockey team
There was no money to buy a hockey stick, but now Anjali is representing the Indian hockey team

  • ઘરે-ઘરે જઈને માળીનું કામ કરતા પિતા અને શાકભાજી વેચતી માતાએ પૂરી કરી દીકરીની જરૂરિયાતો
  • બાંગ્લાદેશની હોકી ટૂર્નામેન્ટમાં અંડર-17 ઈન્ડિયા ટીમમાં રમી રહી છે અંજલી મહતો

Divyabhaskar.com

Aug 28, 2019, 07:27 PM IST

યૂથ ઝોન ડેસ્ક. ઘરે ઘરે જઈને ગાર્ડનમાં માળી તરીકે કામ કરનાર માળીની પુત્રી અંજલી મહતો આજે બાંગ્લાદેશમાં ભારતીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દુર્ગની રહેવાસી અંજલી મહતો બાંગ્લાદેશમાં 20થી 28 સપ્ટેમ્બર સુધી આયોજિત ઈન્ટરનેશનલ હોકી ટૂર્નામેન્ટમાં અંડર 17 નેશનલ હોકી ટીમનો ભાગ છે. અહીં સુધી પહોંચવા માટેની સફર અંજલી માટે સરળ નહોતી.તેની પાસે હોકી સ્ટિક ખરીદવાના પૈસા પણ નહોતા. એવામાં પિતા માળીનું કામ કરીને અને માતા શાકભાજી વેચીને દીકરીની જરૂરિયાત પૂરી કરી.

15 થી વધુ નેશનલ ચેમ્પિયનશીપ રમી ચૂકી છે

અંજલી અંડર-17 ઈન્ડિયા ટીમમાં છે. સીનિયર ઈન્ડિયા ટીમમાં માટે તે એક ડગલું દૂર છે. દીકરીની અહીં સુધી પહોંચાડવા માટે માતા-પિતાનું બલિદાન, સંઘર્ષ,અને સમપર્ણ જોડાયેલું છે. માતા શાકભાજી વેચે છે, તો પિતા ઘરે ઘરે જઈને માળીનનું કામ કરીને ઘરનું ગુજારન ચલાવે છે. અંજલી પોતાની ખેલ કરિયરમાં અત્યાર સુધીમાં 15થી વધું નેશનલ ચેમ્પિયનશીપ રમી ચૂકી છે. હવે તેના પિતાનું સપનું છે કે અંજલી આગળ વધે અને તેની પસંદગી નેશનલ ટીમમાં પણ થઈ જાય.

14 વર્ષની ઉંમરમાં સ્કૂલમાં બીજા લોકોને બાળકોને રમતા જોઈને હોકીમાં ઈન્ટ્રેસ્ટ જાગ્યો

ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાને કારણે એક ખેલાડી માટે જે ડાયેટ હોય છે તે પણ નથી મળતું. પિતા પાસે હોકીની માગ કરતી હતી પરંતુ પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પોતાની દીકરીને હોકી સ્ટીક અપાવી શકતા નહતા. અંજલીએ તમામ સમસ્યાનો સામનો કરીને નેશનલ હોકી એકેડમી દિલ્હીમાં સ્થાન મેળ્વયું. હવે બાંગ્લાદેશ વિરુ્દ્ધ રમી રહી છે. 14 વર્ષની ઉંમરમાં સ્કૂલના અન્ય બાળકોને રમતા જોઈને હોકી રમવામાં ઈન્ટ્રેસ્ટ જાગ્યો હતો.

ખેલો ઈન્ડિયાની ટ્રાયલથી સામે આવ્યું હતું ટેલેન્ટ

ખેલો ઈન્ડિયા હેઠળ 2018માં અંજલીની પંસદગી કરવામાં આવી હતી. આ સમયે દુર્ગમાંથી 6 ખેલાડી સામેલ હતાં. પરંતુ પ્રદર્શનના આધાર પર છત્તીસગઢથી તે નેશનલ હોકી એકેડમીમાં એકમાત્ર ખેલાડી છે. તે ગયા વર્ષથી દિલ્હીમાં રહીને અભ્યાસ કરી રહી છે.

પાસપોર્ટ ન હોવાને કારણે સ્પેનની ટૂર છૂટી ગઈ હતી

અંજલીની બાંગ્લાદેશ પહેલાં સ્પેનના પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. તમામ પ્રક્રિયા થઈ ગઈ હતી. પરંતુ માત્ર પાસપોર્ટ ન હોવાને કારણે અંજલી
સ્પેન ન જઈ શકી. કોચ અને માતા-પિતાની મદદથી પાસપોર્ટ બનાવવાની અને દસ્તાવેજ સુધારવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. ત્યારબાદ અંજલી ભારતીય ટીમની સાથે
બાંગ્લાદેશ જઈ શકી.

X
There was no money to buy a hockey stick, but now Anjali is representing the Indian hockey team
There was no money to buy a hockey stick, but now Anjali is representing the Indian hockey team
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી