28 વર્ષીય જીલુમલ થોમસ હાથ વિના ડ્રાઈવિંગ કરતી દેશની પ્રથમ મહિલા બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીલુમલ ગ્રાફિક ડિઝાઈનર છે
  • તે થેલિડોમાઈડ સિન્ડ્રોમથી પીડિત છે
  • જીલુમલ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા હાઇકોર્ટ સુધી પહોંચી હતી
  • હાલ તે ફુલ્લી ઓટોમેટિક કાર ડ્રાઇવ કરે છે

યૂથ ઝોન ડેસ્ક: ‘નસીબ તો તેનું પણ હોય છે, જેના હાથ હોતા નથી’-કેરળની 28 વર્ષીય જીલુમલ મેરિયટ થોમસ દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે, જેઓ હાથ વિના કાર ડ્રાઈવ કરે છે. વર્ષ 2018માં તેને કોર્ટના આદેશ પર લાઈસન્સ મળ્યું હતું. જીલુમલ ડ્રાઈવિંગ માટે પોતાના બે પગનો ઉપયોગ કરે છે.  જીલુમલ થેલિડોમાઈડ સિન્ડ્રોમથી પીડિત છે. આ બીમારીને કારણે બાળકોના હાથ-પગનો વિકાસ નોર્મલ થતો નથી.


જીલુમલ ગ્રાફિક ડિઝાઈનર છે. તેના પિતા ખેડૂત અને માતા હાઉસવાઈફ છે. બાળપણથી તેને કાર ચલાવવાનો શોખ હતો. તેણે ડિઝાઇનિંગની સાથે ડ્રાઈવિંગ પણ શીખ્યું. વર્ષ 2014માં તે પ્રથમવાર આરટીઓ ઓફિસમાં ડ્રાવિંગ લાઈસન્સ બનાવવા માટે ગઈ, પણ ત્યારે તેને અધિકારીઓએ લાઇસન્સ માટે ચોખ્ખી ના પાડી દીધી.


જીલુમલ ઓટોમેટિક કાર ડ્રાઇવ કરે છે, પણ તેના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનો રસ્તો સરળ નહોતો. તેણે હાઇકોર્ટના દરબાજ ખખડાવ્યા.વર્ષ 2018માં તેણે સુનાવણી દરમિયાન તેણે વિક્રમ અગ્નિહોત્રીનો ઉલ્લેખ કર્યો. તે હાથ વિનાનો ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવનારો દેશનો પ્રથમ વ્યક્તિ છે. આ ઉપરાંત તેણે હાથ વિના કાર ડ્રાઇવ કરતી ઓસ્ટ્રેલિયન મહિલાનો વીડિયો પણ કોર્ટમાં દેખાડ્યો. અંતે હાઇકોર્ટે જીલુમલની અરજી સ્વીકારી અને આરટીઓએ તેને લાઇસન્સ આપ્યું.


જીલુમલ કહે છે કે,આ આપણા દેશના હાથ વિનાના ઘણા પુરુષો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પણ કોઈ મહિલા ડ્રાઇવર નથી. મેં મારા શોખ માટે વર્ષ 2018માં ટોટલી ઓટોમેટિક કાર ખરીદી. આ કાર આરટીઓની ગાઇડલાઇન પ્રમાણે તૈયાર કરી છે. હાલ બે હાથ વિના કાર ડ્રાઇવ કરતી જીલુમલ દેશની પ્રથમ મહિલા બની ગઈ છે.