સ્ટ્રગલ સ્ટોરી / ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન 24 વર્ષીય રાની રામપાલ જૂની હોકી કિટથી પ્રેક્ટિસ કરતી હતી

The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit

  • થોડા દિવસ પહેલાં ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે
  • રાનીએ 6 વર્ષની ઉંમરે હોકી રમવાનું શરુ કર્યું હતું
  • તેની ઘરની પરિસ્થિતિ જોઈને હોકીના કોચે તેને ટ્રેનિંગ આપવાની ના પડી હતી
  • રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાનીને દ્રોણાચાર્ય અવોર્ડથી સન્માનિત કરી હતી

Divyabhaskar.com

Nov 05, 2019, 01:36 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ભારતીય મેન હોકી ટીમ અને વુમન હોકી ટીમે આવતા વર્ષે ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધું છે. બંને ટીમની મહેનત રંગ લાવી છે, જે દેશ માટે ગર્વની વાત છે. ઇન્ડિયન વુમન હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને તેમની ટીમને દેશભરમાંથી લોકો અભિનંદન આપી રહ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમ ત્રીજી વખત ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ છે. આ ટીમની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક કેપ્ટન રાની રામપાલનો પણ મહત્ત્વનો ફાળો છે. 24 વર્ષીય હરિયાણા શાહબાદ હરકન્ડા નામનાં નાનકડા ગામમાં જન્મેલી રાનીની અત્યાર સુધીની સ્ટોરી ઘણી સંઘર્ષ ભરેલી અને પ્રેરણાદાયક છે.

રાનીનાં પિતા છૂટક મજૂરી કરીને રોજના 100 રૂપિયાની કમાણી કરતા
જે ઉંમરે છોકરીઓ ઢીંગલીઓ, મેકઅપ સેટ અને ઘર-ઘરતા રમવાનું પસંદ કરતા હોય છે, તે ઉંમરે રાનીએ હોકી રમવાનું નક્કી કર્યું હતું. રાનીના પિતા ત્રણ પૈડાંવાળી સાઇકલ પર સમાનની હેરા-ફેરી કરવાનું કામ કરતા હતા, તેઓ દિવસના માંડ 100 રૂપિયા કમાતા હતા. આટલી કમાણીમાં ઘર ચલાવવું ઉપરથી રાનીના સપના પૂરા કરવા ઘણું કઠિન હતું. સ્કૂલમાં 6 વર્ષની રાની એક જગ્યાએ બેસીને હોકી ટ્રેનિંગ એકેડમીને જોયા કરતી હતી. રાનીએ કહ્યું કે, મારા પિતા એવું વિચારતા હતા કે આપણા કુટુંબમાં કોઈ આ ફિલ્ડમાં ગયું નથી, ઉપરથી તેનો ખર્ચો પણ વધારે હોય છે. પણ એક દિવસ હું ઘણી રડી અને જેને લઈને તેમનું દિલ પીગળી ગયું. મને મારા ગામ એટલે કે શાહબાદ હોકી એકેડમીમાં જવાની પરમિશન મળી ગઈ.

જે લોકોએ રાનીનો વિરોધ કર્યો, તે લોકો હાલ વખાણ કરવાનું થાકતા નથી
રાનીએ કહ્યું કે, મારા પિતાના આ નિર્ણય પર મારા ફેમિલીવાળાએ બહુ વિરોધ કર્યો, તે લોકોને મારા ટૂંકા સ્કર્ટથી તકલીફ હતી. આજે તે લોકો જ મારી સફળતાને જોઈને તેમના સંતાનોને હોકીમાં કરિયર બનાવવા માટે કોચિંગમાં મોકલી રહ્યા છે.

કોચે રાનીની ઘરની પરિસ્થતિ જોઈને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી
રાનીનાં પિતાએ તેને એકેડમીમાં જવાની હા તો પાડી દીધી હતી, પણ ટ્રેનિંગ એકેડમીના કોચ બલદેવ સિંહે રાનીને રિજેક્ટ કરી દીધી હતી, તે સમયે રાની અને તેના પિતાને એવું લાગ્યું કે ફિઝિકલ ફિટ ન હોવાથી કોચે ના પાડી, પણ વાત કંઈક અલગ જ હતી. બલદેવ સિંહને રાનીના ઘરની પરિસ્થિતિ વિશે ખબર હતી તેઓ હોકીને લીધે પરિવાર પર કોઈ બર્ડન ન આવે એટલે ના પાડી રહ્યા હતા, પણ રાનીની જીદ્દ અને જૂનુન આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં.

ઈનામની ઘડિયાળ જીતવા માટે રાતોરાત અક્ષર સુધારી દીધાં હતાં
રાની રામપાલે સ્પોર્ટ ફિલ્ડમાં મળેલો દ્રોણાચાર્ય અવોર્ડ પણ પોતાને નામ કર્યો છે. બલદેવ સરની મદદથી રાની જૂની હોકી કીટમાં પ્રેક્ટિસ કરતી હતી.
રાનીનાં ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે, તેના ઘરે સમય જોઈ શકાય તેવી ઘડિયાળ પણ નહોતી. રાનીને કોચિંગમાં જવાનું મોડું ન થાય એટલે તેની માતા વહેલી ઊઠી જતી. એક વખત તેની સ્કૂલમાં હેન્ડરાઈટિંગની સ્પર્ધા હતી, જેમાં ઇનામમાં વોલ ક્લોક હતી, માતા માટે રાનીએ અક્ષર સુધાર્યા ને આ સ્પર્ધા જીતી. આજે પણ તે ઘડિયાળને જોઈને રાનીની આંખ ભીંજાઈ જાય છે.

એક વર્ષ હોકીથી દૂર રહી
વર્ષ 2007માં પ્રેક્ટિસ દરમિયાન રાનીને બેકમાં મેજર ઈજા થઇ હતી જેને કારણે તે એક વર્ષ સુધી હોકીથી દૂર હતી. તે મસયે રાનીનું વજન માત્ર 36 કિલો થઈ ગયું હતું અને ડોક્ટરે પણ તેને હોકી રમવાની ના પાડી દીધી હતી, પણ રાનીએ હાર ન માની. હાલ રાની કહે કે કે, આજે મારી હેલ્થ જ મારી મૂડી છે.

અવોર્ડ
14 વર્ષની ઉંમરે રાનીએ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારબાદ વર્ષ 2010માં 15 વર્ષની ઉંમરે મહિલા હોકી ટીમમાં તે સૌથી યુવા ખેલાડી બની હતી.
વિશ્વ હોકી કપ સ્પર્ધામાં ભારતને 38 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, જેમાં રાની રામપાલ અને મનજિત કોરનો ફાળો હતો. આર્જેટીનામાં મહિલા હોકી વર્લ્ડ કપમાં સાત ગોલ કરીને તે દુનિયાની પ્રથમ યંગ ફોરવર્ડ અવોર્ડ મળ્યો હતો.

ભવિષ્યમાં પણ રાની દેશ માટે અથાક મહેનત કરવા તૈયાર
ભવિષ્યમાં સ્વિત્ઝરલૅન્ડ ફરવાની ઈચ્છા ધરાવતી રાની આજે પણ સરળ જિંદગી જીવે છે. તેને ફેમસ થવામાં કોઈ રસ નથી, તેને બસ દુનિયાભરમાં દેશનું નામ રોશન કરવું છે. રાનીને તેના ગામમાં છોકરીઓ માટે હોકી ટ્રેનિંગ એકેડમી ખોલવી છે, તેને વિશ્વાસ છે કે તે દિવસ ઘણો જલ્દી આવશે.

X
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit
The captain of the Indian women's team, 24-year-old Rani Rampal, practiced with an old hockey kit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી