સુરત / અંધજન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ લોકો ચલાવી શકે એવી સ્માર્ટ કાર બનાવી

The blind school students built smart car in surat

  • અંધ વિદ્યાર્થીઓ સ્ટિકને બદલે આ કારનો ઉપયોગ કરી શકે છે
  • ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ દ્વારા યોજાયેલા વિજ્ઞાન મેળામાં કાર ડિસપ્લે કરી
  • 4 દિવસમાં બનેલી આ કારનો ખર્ચ 6 હજાર રૂપિયા આવ્યો

Divyabhaskar.com

Sep 06, 2019, 10:28 AM IST

યૂથ ઝોન ડેસ્ક: અંધ વિદ્યાર્થીઓ માટે બનાવેલી સ્માર્ટ કાર વિજ્ઞાન મેળામાં ડિસપ્લે કરવામાં આવી હતી. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ અને ટ્રેઈનિંગ સેન્ટર દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં શહેરની અંધજન શાળા દ્રારા અંધ બાળકો માટે સ્માર્ટ કાર બનાવવામાં આવી હતી. અંધજન સ્કૂલના વિદ્યાર્થીઓએ ટીચરની મદદથી આ કાર બનાવી છે.

6 હજાર રૂપિયામાં બનાવી સ્માર્ટ કાર
કાર બનાવતા 4 દિવસનો સમય થયો. સર્કીટને 3 ફૂટ સુધી કમાન્ડ આપે તેવી બનાવવામાં આવી. પહેલા પાવરથી ચાલતી કાર બનાવી હતી. પરંતુ તેને કારણે કોઈકવાર કાર ઓટોમેટીક બંધ થઈ જતી હતી. કોઈ ઓબ્જેક્ટ આગળ લાવીએ તો જ કાર શરૂ થતી હતી. તેથી પાવર કટ ઓફ બંધ રાખી કારમાં સેન્સર ગોઠવ્યુ. કારને મોડીફાય કરી સાઉન્ડ વાગે એ રીતે તૈયાર કરવામાં આવી. 6 હજાર રૂપિયામાં કાર બની હતી

આગળ પાછળ 3 મીટર ઓબ્જેક્ટ હશે તો કાર સ્ટોપ થશે
આશિષ કસવાલાએ કહ્યું કે, 'અંધ વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે તેવી સ્માર્ટ કાર બનાવવામાં આવી છે. આ કાર દ્રારા વિદ્યાર્થીઓની આગળ અથવા પાછળ ત્રણ ફૂટ સુધી કોઈ પણ ઓબ્જેકટ હશે તો તે વિદ્યાર્થીને જણાવશે. જે બનાવવા માટે રમકડાની કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંધ વ્યક્તિઓ જે સ્ટિકનો ઉપયોગ કરે છે તેમાં તેની 3 મીટરની રેન્જ હોય છે. જેને અમે 3 ફૂટમાં ફેરવી છે. કારની અંદર એક સેન્સર ફીટ કરવામાં આવ્યુ છે. જોે કારની 3 ફૂટ આગળ કે પાછળ કોઈ ઓબ્જેકટ સેન્સરને લાગશે તો એક મ્યુઝિક ચાલુ થઈ જશે. જેમ કાર ઓબ્જેકટની વધારેને વધારે નજીક જવા લાગશે તેમ મ્યુઝિકનો અવાજ વધી જશે. 3 મીટરને રેન્જ ધટાડીને 3 ફુટ કરવા માટે કારમાં નવી સર્કીટ ડિઝાઈન કરવામાં આવી હતી.

આ કાર બનવવાનો હેતુ
રીમોટ વાળી કારનો મહત્ત્વનો હેતુ એ છે કે, અંધ વિદ્યાર્થીઓ જેમ સ્ટિક લઈને ચાલે છે તેના બદલે કારનો ઉપયોગ કરી શકે છે, રીમોટથી તેઓ કાર ઓપરેટ કરશે જે તેમની આગળ ચાલશે અને વિદ્યાર્થી તેની પાછળ સરળતાથી ચાલી શકશે.

X
The blind school students built smart car in surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી