અમેરિકા / 79 વર્ષીય વેલીએ સ્પેસ મિશન માટે લગ્ન નથી કર્યાં, તેમના સંધર્ષ પર આધારિત પુસ્તક લોન્ચ થયું

The 79-year-old wally funk did not get married for a space mission, a book based on her struggle was launched

  • 1.40 કરોડ રૂપિયા ખર્ચીને તેમણે વર્જિનના સ્પેસ ટૂરની ટિકિટ ખરીદી છે
  • 80 વર્ષની થવા જઇ રહેલી વેલી હજુ પણ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપે છે
  • પુસ્તકનું નામ 'વેલી ફંક્સ રેસ ફોર સ્પેસ: ધ એક્સ્ટ્રઓર્ડિનરી જર્ની ઓફ અ ફિમેલ એવિએશન પાયોનિયર' છે

Divyabhaskar.com

Jul 08, 2019, 10:20 AM IST

યૂથ ઝોન ડેસ્ક: 79 વર્ષની મેરી વોલેસ ફંક (વેલી ફંક)ને જોઇ લાગે છે કે અત્યાકે તક મળે તો તેઓ સ્પેસ માટે રવાના થઇ જાય. સ્પેસ સૂટ જેવી જેકેટ, જેના પર વેલીનો લોગો પણ છે. તેની એક બાજુએ વુમન ઇન એવિએશન ઇન્ટરનેશનલનું બેઝ છે. આ ઉંમરે પણ તેમનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. 1.40 કરોડ રૂપિયા ખર્ચીને તેમણે વર્જિનના સ્પેસ ટૂરની ટિકિટ ખરીદી છે.

9 વર્ષની વયે તેમની પહેલી ફ્લાઇંગ કલાસ થઇ હતી
હાલમાં તેમના અંગે 'વેલી ફંક્સ રેસ ફોર સ્પેસ: ધ એક્સ્ટ્રઓર્ડિનરી જર્ની ઓફ અ ફિમેલ એવિએશન પાયોનિયર' નામથી પુસ્તક પણ બજારમાં આવી ગયું છે. 9 વર્ષની વયે તેમની પહેલી ફ્લાઇંગ કલાસ થઇ હતી. 1961માં તેમણે અમેરિકી મહિલાઓને એસ્ટ્રોનોટ બનાવનારી ટેસ્ટ પાસ કરી લીધી હતી. 22 વર્ષની વેલી તે સમયે સૌથી યુવા ઉમેદવાર હતી. ફ્લાઇંગ અંગે તેમની દિવાનગીને આવી રીતે સમજી શકાય છે કે તે આખો દિવસ લાકડીના પ્લેન બનાવતી હતી.

નાસાએ પ્રોગ્રામ કેન્સલ કર્યો
મિસૌરીની સ્ટીફન કોલેજથી ફ્લાઇંગ લાયસન્સ મળ્યા બાદ તેમણે વિમાન ઉડાડવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી ઓક્લાહોમા યુનિવર્સિટી જતી રહી હતી. કારણ કે ત્યાં એવિએશન ટીમ હતી. દરમિયાન નાસાએ પ્રોજેક્ટ મર્ક્યૂરી લોન્ચ કર્યું હતું. આ પ્રોગ્રામને ફંડ ખાનગી કંપનીથી મળ્યું હતું. તેમણે પુરુષોની સાથે મહિલાઓને પણ તક આપવાની વાત કરી હતી. વેલીને પણ તેના માટે પસંદ કરાઇ હતી. જ્યારે પ્રોગ્રામ 25થી 40 વર્ષની મહિલાઓ માટે હતું. ફંકની સાથે અન્ય 12 મહિલાઓ હતી. બધી મુશ્કેલ ટેસ્ટ પછી જ્યારે જવાની તક મળી ત્યારે નાસાએ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. તર્ક આપ્યું કે મહિલાઓને આવા પ્રોજેક્ટમાં ભાગ લેવો જોઇએ નહીં.

સપનું પૂરું કરવા માટે લગ્ન ન કર્યાં
ત્યાર બાદ ઘણા વર્ષો સુધી નાસાને પોતાની ક્ષમતાઓ અંગે લખતી રહી. આશરે 60 વર્ષથી તેઓ પોતાના આ સપનાને પૂરું કરવામાં લાગેલી છે. વેલીના જણાવ્યા મુજબ, તેમણે પોતાના આ સપનાને વાસ્તવમાં બદલવા માટે લગ્ન પણ કર્યા નહીં. વેલીનું કહેવું છે કે જો જવાબદારીમાં બંધાઇ જાત તો આ માર્ગે આગળ વધી ન શકત. તેમના જ એક સાથી સ્યૂ નેલ્સને 'વેલી ફંક્સ રેસ ફોર સ્પેસ: ધ એક્સ્ટ્રઓર્ડિનરી જર્ની ઓફ અ ફિમેલ એવિએશન પાયોનિયર' પુસ્તકમાં તેમના આ સંઘર્ષને વિસ્તારથી લખ્યું છે. 80 વર્ષની થવા જઇ રહેલી વેલી હજુ પણ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપે છે. તેઓ દર શનિવારે ફ્લાઇંગ પણ કરે છે અને હજુ રોકાવાનો તેમનો કોઇ ઇરાદો નથી.

X
The 79-year-old wally funk did not get married for a space mission, a book based on her struggle was launched
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી