સુરતની યુવતીએ શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, સુકો અને ભીનો કચરો અલગ રાખશો તો આપશે રૂપિયા, અમેરિકાની બેન્કે કર્યુ ફંડિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર સ્વચ્છ બને તે માટે ભેસ્તાનમાં રહેતી 25 વર્ષિય શ્વેતા કેસુરે મિમોઉ સ્ટાર્ટઅપ ડેવલપ કર્યુ છે
  • આ સ્ટાર્ટઅપ માટે અમેરિકાની ગોલ્ડમેન બેન્ક દ્વારા ફેલોશિપ અંતર્ગત 750,000 રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું છે
  • સ્ટાર્ટઅપ અંતર્ગત એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે લોકો સુકો અને ભીનો કચરો અલગ રાખે છે તે લોકો આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે

યૂથ ઝોન ડેસ્ક. સુરતમાં સુકો અને ભીનો કચરો અલગ કરી શકાય અને શહેર સ્વચ્છ બને તે માટે ભેસ્તાનમાં રહેતી 25 વર્ષિય શ્વેતા કેસુરે મિમોઉ સ્ટાર્ટઅપ ડેવલપ કર્યુ છે. આ સ્ટાર્ટઅપ અંતર્ગત સુરતીઓને ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા માટે કહેવામાં આવશે, જે લોકો સુકો અને ભીનો કચરો રાખશે તેનો કચરો લઈ તેમને રૂપિયા આપવામાં આવશે. આ સ્ટાર્ટઅપ માટે અમેરિકાની ગોલ્ડમેન બેન્ક દ્વારા ફેલોશિપ અંતર્ગત 750,000 રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં સુરત શહેરમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે છે. 

કેવી રીતે કામ કરશે આ સ્ટાર્ટઅપ? અને કેવી રીતે મળ્યું ફંડિગ ?
ઈકલોરા ગામમાં 4 મહિના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, અમેરિકાની ગોલ્ડમેન બેન્ક સ્ટાર્ટઅપ માટે 7.50 લાખ રૂપિયા આપશે શ્વેતા કેસુર કહે છે કે, 'આઈડિયા સ્ટડિ માટે અલગ અલગ દેશમાં ફરી રહી હતી. સુરતમાં તો સુકો અને ભીનો કચરાનો પ્રોજેક્ટ એસએમસી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ લોકો દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં નથી આવતો. એટલા માટે મેં આ સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. લોકોને ફાયદો થશે તો લોકો પણ સુકો અને ભીનો કચરો અલગ રાખતા થશે. જે ભાવ ભંગારનો આપે છે તેવી રીતે કચરાનો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે. ભીનો કચરો જે સંસ્થાને આપશું તે સંસ્થા પોતાને વપરાશ યોગ્ય લાગતા જે રૂપિયા આપશે કે રિવોર્ડ પોઇન્ટ તે લોકોને આપવામાં આવશે.

સ્ટાર્ટઅપ આ રીતે કરે છે કામ ?
સ્ટાર્ટઅપ અંતર્ગત એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે લોકો સુકો અને ભીનો કચરો અલગ રાખે છે તે લોકો આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યાર બાદ સ્ટાર્ટઅપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર લોકોના ઘરેથી સુકો અને ભીનો કચરો એકત્રીત કરવામાં આવશે. તે બદલ તેમને રિવોર્ડ મળશે, આ રિવોર્ડના રૂપિયા કરાવી શકશે.એકત્રીત થયેલા કચરાને અલગ અલગ કંપનીઓને વેચવામાં આવશે. જેમ કે, ખાતર બનાવતી કંપની ભીનો કચરો લઈ જશે. નકામા પ્લાસ્ટિકનો રિયુઝ કરીને વસ્તુઓ બનાવતી કંપનીને પ્લાસ્ટિકનો કચરો આપવામાં આવશે.


 આડિયાને આગળ વધારવા માટે સુરતમાં જીટીયું, અમદાવાદમાં આઈક્રિએટ, ઈગ્નાઇટમાં જો તમે પોતાના આઇડિયાને રજૂ કરશો તેમજ પ્રઝેન્ટેશન દ્વારા તમારા આઇડિયા યોગ્ય હશે અને જો સિલેક્ટ થશે તો તમને આ સંસ્થાઓ તરફથી પ્રક્રિયા પૂરી કરી ફંડિંગ આપવામાં આવશે. ઈન્ટરનેશનલ લેવલ પર પણ અનેક કંપનીઓ દ્વારા સ્ટાર્ટઅને ફંડિંગ પુરુ પાડવામાં આવે છે.

પહેલા પાયલોટ પ્રોજેક્ટ કર્યો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા ઈકલોરા ગામમાં સુકા અને ભીના કચરાને અલગ રાખવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ ગામમાં અમે 4 મહિનામાં 180 ઘરના 700 લોકોને સુકા અને ભીના કચરા વિશે જાગ્રૃત કર્યા હતાં. પ્રોજેક્ટમાં કેવી કેવી મુશ્કેલીઓ આવે છે. તે આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા જાણી શકાઈ હતી. જાન્યુઆરીમાં એપ્લિકેશન લોન્ચ કરાશે, કચરો પણ ઘરેથી લઈ જશે.

બેન્કે આ રીતે ફંડિંગ કર્યું
ઈકલોરા ગામમાં પાયલોટ પ્રોજેક્ટની વિડિયોગ્રાફી ગોલ્ડમેન બેન્કને મોકલવામાં આવી હતી. ત્યાર બાદ બેન્ક દ્વારા વિડિયો દ્વારા ત્રણ ઈન્ટરવ્યું કરવામાં આવ્યા હતાં. પછી ઓનલાઈન મિટિંગ પણ કરવામાં આવી હતી. તે મિટિંગમાં સિલેક્શન કરવામાં આવ્યું અને ન્યુયોર્કમાં બોલાવીને 750000ના ફૈલોશિપ માટે સિલેક્ટ કરવામાં આવી હતી.