ઓલિમ્પિક 2020 / પ્રથમવાર સામેલ થશે સ્કેટબોર્ડિંગ, બ્રિટનની 10 વર્ષની સ્કાય બ્રાઉન પર દુનિયાની નજર રહેશે

Skateboarding, Britain's 10-year-old Sky Brown will be watching for the first time

X

  • સ્કાય દુનિયાની સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ સ્કેટબોર્ડર છે.
  • ઇન્સ્ટાગ્રામ પર સ્કાયના 3 લાખ ફોલોઅર્સ છે.

Divyabhaskar.com

Jun 09, 2019, 11:05 AM IST

યૂથ ઝોન ડેસ્ક: ટોક્યોમાં વર્ષ 2020માં થનારા સમર ઓલિમ્પિકમાં આ વર્ષે સ્કેટબોર્ડિંગ પણ સામેલ થશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ખેલાડીઓ થનગની રહ્યા છે. આ બધા ખેલાડીઓમાંથી દરેકની નજર આ વખતે બ્રિટનની 10 વર્ષની સ્કેટ બોર્ડર સ્કાય બ્રાઉન પર રહેશે. જો સ્કાય ક્વોલિફાઇંગ રાઉન્ડ પાસ કરી લેશે તો તે બ્રિટનની સૌથી નાની ઉંમરની ઓલિમ્પિકમાં ભાગ લેનારી ખેલાડી બની જશે.

સ્કાય બ્રાઉન

1. પ્રોફેશનલ પ્લેયર

સ્કાયના સ્કેટબોર્ડના વીડિયોને ઇન્ટરનેટ પર લખો લોકો જોઈ ચૂક્યા છે. તે દુનિયાની સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ સ્કેટબોર્ડર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખ ફોલોઅર્સ છે. આ વર્ષે 11 જુલાઈએ સ્કાય 11 વર્ષની થઈ જશે. પ્રથમ વખત ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડને સામેલ કરવા બાબતે સ્કાયે કહ્યું કે, મારા માટે આ જોરદાર રોમાંચિત અનુભવ રહેશે.

2. દુનિયાને છોકરીઓની તાકાત બતાવીશ: સ્કાય

વર્ષ 1928ના ઓલિમ્પિકમાં બ્રિટનની માર્જરી હિન્ટને 200 મિત્ર બ્રેસ્ટસ્ટ્રોકમાં ભાગ લીધો હતો. તે વખતે તેની ઉંમર માત્ર 13 વર્ષ 43 દિવસની હતી. આવતા વર્ષે સ્કેટબોર્ડ ઇવેન્ટમાં સ્કાયની ઉંમર માત્ર 12 વર્ષ અને 15 દિવસની હશે. સ્કાયે કહ્યું કે, હું ઓલિમ્પિકમાં જઈને દુનિયાને બતાવવા માંગુ છું કે, છોકરીઓ જે ઈચ્છે તે કરી શકે છે.  

3. ચાર વર્ષથી સ્કેટબોર્ડિંગ કરતી હતી

સ્કાય બ્રાઉન બ્રિટિશ પિતા અને જાપાની માતાની દીકરી છે. તેનો જન્મ જાપાનમાં મિયાઝાકીમાં થયો હતો. ચાર વર્ષની ઉંમરથી તે સ્કેટબોર્ડિંગ કરી રહી છે. 7 વર્ષે તે બધી સ્પર્ધામાં ભાગ લેવા લાગી હતી. સ્કાયના પિતા કહે છે કે, હું મારી દીકરીને દુનિયાથી સાચવીને રાખવા માગતો હતો, પણ તે સ્કેટબોર્ડની ગેમ રમવા માગતી હતી. તે છોકરાઓથી આગળ નીકળવા ઈચ્છે છે.

4. અન્ય દેશમાં પણ સ્કેટબોર્ડિંગમાં ભાગ લીધો

વર્ષ 2016માં સ્કાયે વાન્સ યુનાઇટેડ ઓપન સ્ટેટ્સ ઓપન પ્રો સિરીઝમાં ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ભાગ લેનારી તે સૌથી નાની ઉંમરની ખેલાડી હતી. આ સિવાય સ્કાય એસ્ટોનિયા, સ્વિડન અને સિંગાપોર જેવા દેશમાં પણ  ઘણી સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી