ગૌરવ / ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા બની શાલિજા ધામી

Shaliza Dhami becomes the country's first woman to become the flight commander of a flying unit
Shaliza Dhami becomes the country's first woman to become the flight commander of a flying unit

  • ધામીનો ઉછેર પંજાબના લુધિયાણામાં થયો હતો અને શાળામાં હતી ત્યારથી પાઈલટ બનવા માગતી હતી
  • તે ચેતક અને ચીતા હેલિકોપ્ટર ઉડાવનારી વિંગ કમાન્ડર સાથે પ્રથમ મહિલા ફ્લાઈંગ ઈંસ્ટ્રક્ટર પણ છે

Divyabhaskar.com

Aug 28, 2019, 07:19 PM IST

યૂથ ઝોન ડેસ્ક. દેશની દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે.સેનામાં છોકરીઓ દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર થઈ રહી છે. ભારતીય વાયુ સેનાની વિંગ કમાન્ડર શાલિઝા ધામીએ ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા અધિકારી છે. મંગળવારે ધામીએ હિંડન એરબેઝમાં ચેતક હેલિકોપ્ટર યૂનિટની ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું. પંજાબના લુધિયાણામાં ધાણીનો ઉછેર થયો છે અને તે શાળામાં હતી
ત્યારથી જ પાઈલટ બનવા માગતી હતી. આજે તેનું આ સપનું પૂરું થયું. તે નવ વર્ષના બાળકની માતા છે.

15 વર્ષનો અનુભવ

15 વર્ષની સર્વિસમાં ધામી ચેતક અને ચીતા હેલિકોપ્ટર ઉડાવી ચૂકી છે. વિંગ કમાન્ડર ધામી આ હેલિકોપ્ટર માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે. ધામીની પસંદગી સમયે વખતે તેમને કોમ્બેટ રોલ આપવામાં આવ્યો ન હતો. પરંતુ મહિલાઓને એરફોર્સમાં કોમ્બેટ રોલ આપવામાં આવે છે. આ ઉંચાઈ સુધી પહોંચીને શાલિજાએ ન માત્ર દેશનું નામ રોશન કર્યું પણ મહિલાઓને પણ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે.

શાલિજા ધામીને 2300 કલાકની ઉડાનનો અનુભવ છે. શાલિજા ઈન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા અધિકારી છે જેમને તેમના લાંબા કાર્યકાળ માટે કાયમી કમિશન પણ આપવામાં આવશે. 1994મા પ્રથમ વખત મહિલાઓને વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ અહીં તેમને કોમ્બેટ રોલ આપવામાં નહોતો આવ્યો. એવામાં મહિલાઓએ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને અંતે તેમણે પણ એરફોર્સમાં કોમ્બેટ રોલ પ્રાપ્ત કર્યો..

શાલિજાને જે હેલિકોપ્ટર (ચેતક) ઉડાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે એક લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર છે, જેમાં 6 પેંસેન્જર બેસી શકે છે. તેની વધારેમાં વધારે સ્પીડ 220 કિમી પ્રતિ કલાક છે.

X
Shaliza Dhami becomes the country's first woman to become the flight commander of a flying unit
Shaliza Dhami becomes the country's first woman to become the flight commander of a flying unit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી