ફૂડ ડ્રાઈવ / ‘રોબિન હૂડ આર્મી’ના 900 સ્વયંસેવકોની ફૂડ ડ્રાઈવ, 2 દિવસમાં 8 હજાર લોકો સુધી અનાજ પહોંચાડવાનું લક્ષ્ય

Robin Hood Army's food drive,volunteers aim to deliver food to 8,000 people in 2 days
Robin Hood Army's food drive,volunteers aim to deliver food to 8,000 people in 2 days

  • ‘રોબિન હૂડ આર્મી’નું લક્ષ્ય અનાજનો બગાડ અટકાવીને તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડવાનું છે
  • ફૂડ ડ્રાઈવ અંતર્ગત ભારતમાં આશરે 50 લાખ અને જોધપુરમાં 10 હજાર લોકોને અનાજ આપવામાં આવશે

Divyabhaskar.com

Aug 11, 2019, 03:28 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ‘રોબિન હૂડ આર્મી’ નામની સેવાભાવી સંસ્થા સ્વતંત્રતા દિવસની આસપાસ દેશમાં મોટી ફૂડ ડ્રાઈવકરે છે. લગ્ન પ્રસંગ અને હોટેલ્સમાં વધેલું અનાજ વ્યર્થ ન જાય માટે ‘રોબિન હૂડ આર્મી’ આ આહારને ભેગા કરીને તેને જરૂરિયાત લોકોમાં વહેંચે છે. આ વખતે આ સંસ્થા દ્વારા રાજસ્થાનના જોધપુરમાં 11 અને 14 ઓગસ્ટના દિવસે ગામડાઓમાં જઈને જરૂરિયાતોને અનાજ અને રસોડાંમા વપરાતા મસાલા વહેંચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આ ગ્રુપના ફાઉન્ડર અક્ષયરાજ જણાવે છે કે, સમગ્ર ભારતમાં આશરે 50 લાખ અને જોધપુરમાં 10 હજાર લોકોને આ ફૂડ ડ્રાઈવ અંતર્ગત અનાજ આપવામાં આવશે. ગ્રુપના એક સદસ્ય નિતિન જણાવે છે કે, ‘રોબિન હૂડ આર્મી’નું લક્ષ્ય, અનાજનો બગાડ અટકાવીને તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડવાનું છે, જેથી અનેક લોકોની ભૂખ મટી શકે. કોઈ પણ પ્રકારના ફંડ વગર આ સંસ્થા દ્વારા અનાજની સાથે ખુશીઓ વહેંચવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનું નામ ‘મિશન 5’ છે.

ડ્રોપ બોક્સની સુવિધા
અનાજનો બગાડ ન થાય અને તેનો ઉપયોગ સારા કાર્યમાં થાય તે માટે વિવિધ શહેરોના અલગ અલગ હોટેલ્સ, કેફે, મોલ અને અન્ય સંસ્થાઓમાં ડ્રોપ બોક્સ મૂકવામાં આવ્યા છે. આ ડ્રોપ બોક્સમાં કોઈ પણ વ્યક્તિ લોટ, કઠોળ, મસાલા, ખાદ્યતેલ વગેરે પોતાની યથાશક્તિ પ્રમાણે ડોનેટ કરી શકે છે. ડ્રોપ બોક્સ ઉપરાંત આ ગ્રુપના સ્વયંસેવકો પણ ઘરે ઘરે જઈને ડોનેશન ઉઘરાવે છે.

જોધપુર શહેરની વાત કરવામાં આવે તો, તેમાં 900 જેટલા સ્વયંસેવકો સામાન્ય જનતાને આ મુહિમમાં જોડાવવા માટે અપીલ કરી રહ્યાં છે. આ ગ્રુપની શરૂઆત વર્ષ 2014માં થઇ હતી, જે હાલમાં દેશના મોટા ભાગના શહેરોમાં કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા ફૂડ ડ્રાઈવ ઉપરાંત ગરીબ બાળકોના શિક્ષણ, સારવાર અને સામાજિક જાગૃતિ ફેલાવવાના અનેક કાર્યો કરવામાં આવે છે.

X
Robin Hood Army's food drive,volunteers aim to deliver food to 8,000 people in 2 days
Robin Hood Army's food drive,volunteers aim to deliver food to 8,000 people in 2 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી