એસિડ અટેક સર્વાઈવર-5 / મુંબઈની 35 વર્ષીય દૌલત ખાન પર તેમનાં બહેન-જીજાજીએ એસિડ ફેંક્યો હતો, કહ્યું-અમને સમાજના સપોર્ટની જરૂર છે, અમારાથી મોઢું ન ફેરવો

Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan

  • ડિવોર્સી દૌલત ખાનને તેનાં જીજાજી પોતાની સાથે નિકાહ કરવા ફોર્સ કરતા હતા
  • 9 વર્ષ પહેલાં એસિડ અટેક થયો ત્યારે 26 વર્ષીય દૌલત મેકઅપ આર્ટિસ્ટ હતી
  • આરોપીને સજા મળે તે માટે 5 વર્ષ કોર્ટના ધક્કા ખાધા, આરોપી 4 મહિનામાં છૂટી ગયા
  • એસિડ અટેક વિક્ટિમને મદદ કરવા વર્ષ 2010માં તેમણે ‘એસિડ સર્વાઇવર્સ સાહસ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી

Divyabhaskar.com

Jan 10, 2020, 11:26 AM IST
ફોરમ પટેલ, અમદાવાદ: એસિડ અટેક સર્વાઇવર્સની સીરિઝમાં આપણે પ્રથમ એપિસોડમાં મુંબઈની અનમોલ રોડ્રિગેઝની વાત કરી હતી. અનમોલે એસિડ અટેક સહન કરીને દુનિયા સાથે તાલ મેળવવા માટે ઘણી સ્ટ્રગલ કરી છે. આમ, જોવા જઈએ તો દરેક આપણા દેશના એસિડ અટેક સર્વાઇવર્સની સ્ટોરી સંઘર્ષોથી ભરેલી છે. કેટકેટલી સર્જરી, સમાજનો તિરસ્કાર, નોકરી મેળવવા માટેના ધક્કા અને ન્યાય મેળવવાની આશા તેમની જિંદગીના ભાગ બની જાય છે. આપણા દેશના કાયદા પ્રમાણે એસિડ અટેકમાં દોષી જાહેર આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવે છે. આજના એપિસોડમાં મુંબઈની જ દૌલત બી. ખાનની વાત કરીશું કે જેણે ન્યાય મેળવવા માટે 5 વર્ષ સુધી કોર્ટના પગથિયાં ઘસ્યાં, આરોપીને 10 વર્ષની સજા પણ ફટકારાઈ, પણ માત્ર ચાર જ મહિના જેલમાં રહ્યા પછી આજે પણ તે અપરાધીઓ જામીન પર છૂટીને મોજથી બહાર ફરી રહ્યા છે.

દૌલતને જીજાજી નિકાહ કરવા માટે ત્રાસ આપતા હતા
મુંબઈમાં રહેતી 35 વર્ષીય દૌલત ખાને ‘DivyaBhaskar.Com’ સાથે તેમનાં પર એસિડ અટેક કેવી રીતે થયો અને આરોપીને શું સજા થઈ તેની વાત કરી છે. આજથી નવ વર્ષ પહેલાં 26 વર્ષીય દૌલત એક સફળ મેક-અપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત હતી. પતિ સાથે અણબનાવ થતાં દૌલતે છુટાછેડા લીધા અને પોતાનાં બાળકો સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું. દૌલત એકલે હાથે ગુજરાન ચલાવી રહી હતી. તે સમયે તેમની મોટી બહેનના પતિ એટલે દૌલતના જીજાજી તેને ઘણા હેરાન કરતા હતા. તેમના જીજાજી દૌલતને પોતાની સાથે નિકાહ કરવા માટે ફોર્સ કરતા હતા. એસિડ અટેક પહેલાં દૌલત ખાને તેના જીજાજી વિરુદ્ધ પોલીસમાં 4 વાર ફરિયાદ પણ નોંધાવી હતી.

માત્ર દૌલત નહીં પણ તેની બે બહેનો પર પણ એસિડ ફેંક્યો
દૌલત ખાને ટેલિફોનિક વાતચીતમાં ‘DivyaBhaskar.Com’ને કહ્યું કે, મારા જીજાજી પોલીસની ચીમકીથી પણ સુધાર્યા નહીં. મારી બહેન અને જીજાજી અચાનક એક દિવસ એસિડની બોટલ લઈને ઘરે આવ્યાં અને માત્ર મારા પર જ નહીં પણ અન્ય 3 લોકો પર પણ એસિડ ફેંક્યો. અન્ય ત્રણમાં મારી નાની બે બહેન અને તેની 1 વર્ષની દીકરી સામેલ હતી. વધારે પ્રમાણમાં એસિડ મારા પર ફેંકાયો હતો, હું એક વર્ષ સુધી હોસ્પિટલમાં સંપૂર્ણપણે પથારીવશ રહી હતી.

દૌલતના NGOએ 36 એસિડ સર્વાઇવર્સને આશરો આપ્યો છે
દૌલત ખાને જણાવ્યું કે, હું પણ અન્ય એસિડ અટેક વિક્ટિમની જેમ મારો ચહેરો છુપાવીને ઘરે બેસી શકી હોત, પણ મેં હિંમત ન હારી અને મારા જેવી અન્ય મહિલાની મદદ કરવાનું મનમાં નક્કી કરી લીધું. વર્ષ 2016માં મુંબઈમાં ‘એસિડ સર્વાઇવર્સ સાહસ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આજની તારીખે આ NGO પાસે 36 એસિડ સર્વાઇવર્સ છે. દૌલત તેમને નાણાકીય મદદ, નોકરી માટે મદદ, લગ્નનો ખર્ચો અને હોસ્પિટલમાં સર્જરી કરાવવાના ખર્ચા માટે મદદ કરે છે. તેઓ અત્યાર સુધી 4 સર્વાઈવર્સનાં લગ્ન કરાવી ચૂક્યાં છે, જેમાં એકનાં લગ્ન જ મીડિયાના ધ્યાનમાં આવ્યાં છે.

દૌલત ખાને દેશની કાનૂન વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા
દૌલત ખાનના કેસમાં તો એસિડ ફેંકનાર આરોપીને શોધવાની પણ જરૂર નહોતી. આરોપી તો તેની બહેન અને જીજાજી જ હતાં. દૌલતે કહ્યું કે, જેમણે મારી જિંદગીની આ હાલત કરી દીધી છે તેમને સજા અપાવવા માટે 5 વર્ષ સુધી કોર્ટ-કચેરીના ધક્કા ખાધા અને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી પણ ખરી. પરંતુ તે લોકો આપણા દેશના કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને માત્ર 4 મહિનામાં જેલમાંથી છૂટી ગયા અને અત્યારે આરામથી ફરી રહ્યા છે.

‘ચહેરા પરથી અમારો બહિષ્કાર કરવાનો કોઈને અધિકાર નથી’
દૌલત ખાન સમાજ સામે એકલાં જ લડ્યાં છે, માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી દૌલતને આજદિન સુધી કોઈએ મદદ કરી નથી. એસિડ સર્વાઇવર્સ સાહસ ફાઉન્ડેશનની સ્થાપના એકલે હાથે કરી. દૌલત ખાને જણાવ્યું કે, હું સમાજને એક વાત કહેવા માગું છું કે અમારો ચહેરો તમારા જેવો નથી તેનો મતલબ એવો નથી કે તમે અમારી સાથે બીજા ગ્રહનાં હોઈએ તેવો વ્યવહાર કરો. સોસાયટીને અમારો બહિષ્કાર કરવાનો કોઈ અધિકાર નથી. મારા જેવા એસિડ અટેક વિક્ટિમને ભણવા કે નોકરી કરવા માટે તમારા સપોર્ટની જરૂર છે. મહેરબાની કરીને અમારાથી મોઢું ન ફેરવો.

વર્ષ 2010થી અત્યાર સુધી દૌલત ખાને 17 સર્જરી કરાવી છે
દૌલત ખાન આજે પણ પોતાના ગુનેગારોને એમના હિચકારા ગુનાની સજા અપાવવા માટે કટિબદ્ધ છે. સાથોસાથ તેઓ પોતાના જેવા જ અન્ય નિર્દોષ લોકોની મદદ કરી રહ્યાં છે તે વાતે ખુશ પણ છે. વર્ષ 2010થી તેમને પોતાને 17 સર્જરીઓમાંથી પસાર થવું પડ્યું છે, આજે પણ તેમને સર્જરીની જરૂર છે, પણ દૌલત ખાને હસતાં મોઢે કહ્યું કે, અન્ય લોકોની સર્જરી કરાવવા માટે આજે મને મારી સર્જરી કરાવવાનું ભુલાઈ ગયું છે. હું અડધી રાત્રે પણ એસિડ અટેક પીડિતાની મદદે દોડવા માટે તૈયાર છું.

દૌલત ખાન જેવા જ અન્ય એસિડ અટેક સર્વાઈવરની સ્ટોરી વાંચો આવતા એપિસોડમાં.
X
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan
Read struggle story of acid attack survivor 35 year old Daulat B khan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી