• Home
  • Youth Zone
  • Inspirational
  • Pitstop app will come up with a solution to the problem if the car gets bad on the go, app was made by Bangalore young boys

સ્ટાર્ટઅપ / મુસાફરીમાં કાર ખરાબ થઈ જશે તો પિટસ્ટોપ સમસ્યાનું સોલ્યુશન લાવશે

Pitstop app will come up with a solution to the problem if the car gets bad on the go, app was made by Bangalore young boys

  • ગાડી રીપેર સર્વિસ માટે બેંગલુરુ ના યુવાનોએ ‘પિટસ્ટોપ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું
  • પિટસ્ટોપ એપ દ્વારા કારનું ઇન્સ્પેક્શન, બોડી રીપેર સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે
  • ઇમર્જન્સીના સમયે આ એપના માધ્યમથી સર્વિસ માટે કોલ કરી શકાય છે

Divyabhaskar.com

Sep 04, 2019, 07:53 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ ફોર વ્હીલરનો ઉપયોગ સામાન્ય વાત બની ગઈ છે. તેમાં મુસાફરી કરતી વખતે ઓટોમેટેડ મશીન ખરાબ થાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં ગાડીને રીપેર કરવા માટે ઘણી વખત વિલંબનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલી ન સહન કરવી પડે અને ઝડપથી તમારી ગાડી રીપેર થઇ જાય તે માટે બેંગલુરુ ના યુવાનોએ ‘પિટસ્ટોપ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.


કેવી રીતે વિચાર આવ્યો?
સપ્ટેમ્બર 2014માં બેંગલુરુના મિહિર મોહન તેની ફેમિલી સાથે ટ્રિપ પર ગયા હતા અને હાઇવે પર પહોંચતા જ તેમની કાર બગડી ગઈ હતી. તેના લીધે 3 કલાક સુધી હાઇવે પર તેમને મદદ માટે ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે તેને આવી પરિસ્થતિનું કાયમી સોલ્યુશન લાવવાનો વિચાર આવ્યો અને ‘પિટસ્ટોપ’ નામની એપની શરૂઆત કરવામાં આવી હતી. આ એપનાં માધ્યમથી કાર માલિક ગાડીમાં આવેલી કોઈ પણ મુશકેલીનું નિવારણ કરવા સર્વિસ બોયને બોલાવી શકે છે.

કેવી રીતે થઈ શરૂઆત?
IIT કાનપુરથી ગ્રેજ્યુએટ થયેલા મિહિર મોહને વર્ષ 2015માં પિટસ્ટોપ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. પિટસ્ટોપ એપ દ્વારા કારનું ઇન્સ્પેક્શન, બોડી રીપેર, AC ગેસ ટોપઅપ, જનરલ સર્વિસ, જમ્પ સ્ટાર્ટ, બેટરી રિપ્લેસમેન્ટ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ઇમર્જન્સીના સમયે આ એપના માધ્યમથી સર્વિસ માટે કોલ કરી શકાય છે અને રેગ્યુલર સર્વિસ માટે પ્રિ-બુકીંગ પણ કરાવી શકાય છે. હાલ આ એપ બેંગલુરુ, દિલ્હી, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈ જેવા શહેરોમાં કાર્યરત છે, જેને વિસ્તૃતીકરણ કરીને તમામ મોટી સિટીમાં લોન્ચ કરવામાં આવશે.

વર્કિંગ
પિટસ્ટોપ પર રિકવેસ્ટ મળવાથી કાર ચાલકે મોકલેલ અરજીનાં લોકેશન પર મિકેનિક મોકલે છે. તાજેતરમાં પિટસ્ટોપના 7 સિટીમાં 175 ગેરેજ છે અને 150 મિકેનિક કાર્યરત છે. પિટસ્ટોપનું પ્લાનિંગ આગામી સમયમાં 5,000 મિકેનિક હાયર કરવાનું છે.

X
Pitstop app will come up with a solution to the problem if the car gets bad on the go, app was made by Bangalore young boys
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી