તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓરિસ્સાના બે મિત્રો કાચબા માટે પ્લાસ્ટિકના કચરાથી ભરેલો સમુદ્ર કિનારો સાફ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂથ ઝોન ડેસ્ક: થોડાં સમય પહેલાં દર વર્ષે સમુદ્રોમાં આશરે 8 મિલિયન મેટ્રિક ટન કચરો સ્વાહા થતો હોવાની વાત સામે આવી હતી. આ કચરો દુનિયાભરના મહાસાગરોની 700 દરિયાઈ પ્રજાતિને અસર કરે છે. આ કચરાની અસર સૌથી વધારે સમુદ્રી કાચબાને થાય છે. ઓરિસ્સાના બે મિત્રો 22 વર્ષીય રંજન બિસ્વાલ અને 20 વર્ષીય દિલીપ કુમાર સમુદ્રજીવને બચાવવા માટે અનોખું અભિયાન શરુ કર્યું છે. કાચબા જે સમયે ઈંડાં મૂકવા માટે કિનારે આવે છે. આ દરમિયાન આ બંને મિત્રો કાચબાઓ પ્લાસ્ટિકના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખે છે. 
 
કાચબાના ઈંડાંને શિકારીઓ પ્રાણીઓથી બચાવે છે
સૌમ્યએ કહ્યું કે, આ કામ અમારા માટે નોકરી કરતાં પણ વધારે એક જુનૂનની જેમ છે. અમે આ કામ 10 વર્ષની ઉંમરથી કરીએ છીએ. આ કામ બદલ અમે કોઈની પાસેથી કોઈ ઈચ્છા રાખતા નથી. કાચબાની ઈંડાં મૂકવાની સીઝનમાં સૌમ્ય રોજ રાત્રે સમુદ્ર કિનારે પેટ્રોલિંગ કરે છે. કાચબાનો ઈંડાં મૂકવાનો સમય ફેબ્રુઆરીના અંતથી માર્ચ સુધીનો હોય છે. સૌમ્ય માત્ર પ્લાસ્ટિકથી જ નહીં પણ કોઈ અન્ય શિકારીથી પણ ઈંડાંને બચાવે છે. 
કાચબાને બચાવવા માટે આ બંને મિત્રોએ તટ વિસ્તારમાં રેલી પણ કાઢી હતી. સાઇકલ પર સવાર  બંને મિત્રોએ કાચબાના પોશાક પહેર્યા હતા. હાલ આ બંને મિત્રો ઓરિસ્સાના અન્ય વિસ્તારોમાં પણ કાચબાના સંરક્ષણની જાગૃકતા વધારવાનું કામ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે સમુદ્રકિનારે ભેગો થતો પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. ભવિષ્યમાં પણ સૌમ્ય અને દિલીપ કાચબાની ઢાલ બની તેનું રક્ષણ કરવા તૈયાર છે.