સોશિયલ અવેરનેસ / કર્ણાટકના બે યુવકો વાઘના સંરક્ષણનો મેસેજ આપવા 'ધ રોર ટ્રિપ' પર નીકળ્યા, 65 દિવસમાં 25 દેશની સફર ખેડશે

જમણે ગૌતમ મેનન અને ડાબે પોલ જ્યોર્જ વેદનયાગમ
જમણે ગૌતમ મેનન અને ડાબે પોલ જ્યોર્જ વેદનયાગમ
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
ગૌતમનું નામ GQ મેગેઝીનમાં વર્ષ 2017માં ટોપ 10 ઇન્ફ્લુએન્શલ યંગ ઇનવેટર્સમાં નામ સામેલ છે

  • રોજનું તેઓ કારમાં 500થી 600 કિલોમીટર ડ્રાઇવિંગ કરે છે
  • ગૌતમ અને પોલ 25 હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે
  • ગૌતમનું નામ GQ મેગેઝીનમાં વર્ષ 2017માં ટોપ 50 ઇન્ફ્લુએન્શલ યંગ ઈનોવેટર્સમાં નામ સામેલ છે

Divyabhaskar.com

Aug 16, 2019, 04:06 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 29 જુલાઈ એટલે કે 'વર્લ્ડ ટાઇગર ડે'ના રોજ પીએમ મોદીએ વર્ષ 2018માં કરાયેલી વાઘોની ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. તેમણે હાલ દેશમાં વાઘની સંખ્યા 2967 જણાવી હતી. વડાપ્રધાને ભારતને વાઘના રહેવા માટેનો સૌથી સુરક્ષિત દેશ ગણાવ્યો હતો. ભવિષ્યમાં વાઘની ચિંતાને લઈને કર્ણાટકના કોઇમ્બતુર શહેરના બે યુવાનો 25 દેશનો સફર ખેડવા નીકળી પડ્યા છે. આ બંને યુવકો વાઘના સંરક્ષણની જાગૃતિ ફેલાવવા અને ફંડ ભેગું કરવા માટે 25 હજાર કિલોમીટરની રોડ ટ્રિપ કરવાનું નક્કી કરી લીધું છે.

'ધ રોર ટ્રિપ'-કોઇમ્બતુરથી ફ્રાન્સના કાન શહેર સુધી
ગૌતમ મેનન અને પોલ જ્યોર્જ વેદનયાગમે તેમનો આ પ્રવાસ 29 જુલાઈએ જ શરુ કરી દીધો છે. ગૌતમ વાઈલ્ડ ટાઇગર ફાઉન્ડેશનનો ફાઉન્ડર છે, તેની સાથે પોલ પણ જોડાયેલો છે. તેમણે આ પ્રવાસને 'ધ રોર ટ્રિપ (The Roar Trip)' નામ આપ્યું છે. બંને યુવાનો 65 દિવસમાં 25 દેશ ફરશે, જે માટે તેઓ કાર ચલાવી 25 હજાર કિલોમીટર ટ્રાવેલ કરશે. ભારતના કોઇમ્બતુર શહેરથી શરુ થયેલી આ ટ્રિપ ફ્રાન્સના કાન શહેરમાં પૂરી થશે.

25 દેશનો સફર કરવા પાછળનો હેતુ
ગૌતમ અને પોલની આ રોડ ટ્રિપનો ઉદ્દેશ આવનારા દિવસોમાં વાઘને સુરક્ષિત વાતાવરણ આપવા માટે લોકોને જાગૃત કરવાનો અને ફંડ ભેગું કરવાનો છે. 25 દેશની ટ્રિપમાં બર્મા, થાઈલેન્ડ, ચીન, કઝાખિસ્તાન, રશિયા, પોલેન્ડ, હંગરી, ઓસ્ટ્રિયા, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, ઇટલી અને ફ્રાન્સ સહિત અન્ય દેશો પણ સામેલ છે.

આઇડિયા
વાઈલ્ડ ટાઇગર ફાઉન્ડેશનના ફાઉન્ડર ગૌતમે કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલાં વાઘની સુરક્ષા અને દેખભાળ કરવા માટે આ ફાઉન્ડેશન સ્થાપ્યું હતું. અમે મોટા ભાગે ફોકસ કેરળ, કર્ણાટક અને તમિલ નાડુના ટાઇગર પર કરીએ છીએ. ત્રણ વર્ષ મહેનત કર્યા હોવા છતાં અમને જોઈએ તેવું રિઝલ્ટ અને ફંડ મળ્યું નથી. દેશના ટાઇગર માટે સારા રૂપિયા ભેગાં કરવા માટે 'ધ રોર ટ્રિપ'નો આઈડિયા આવ્યો. આ ટ્રિપ કોઇમ્બતુર શહેરથી શરુ થઇ છે અને ફ્રાન્સના કાન શહેરે પૂરી થશે. ટ્રિપથી ભેગું થયેલ ફંડનો ઉપયોગ અમે કેરળ અને તમિલ નાડુમાં ગેરકાયદેસર રીતે થતા વાઘના શિકારને અટકાવવા અને તેમના સંરક્ષણ માટે કરીશું.

રોજનું 500થી 600 કિલોમીટર ડ્રાઇવિંગ
વધુમાં ગૌતમે કહ્યું કે,અમે રોજ રસ્તા પર 500થી 600 કિલોમીટરનું અંતર કાપીએ છીએ. દરેક શહેરમાં અમને સારી એવી ઓડિયન્સ પણ મળે છે જે લોકો વાઘ વિશેની વાતો સાંભળવામાં ઈન્ટરેસ્ટેડ હોય.

ઉલ્લેખનીય છે કે, ગૌતમનું નામ GQ મેગેઝીનમાં વર્ષ 2017માં ટોપ 50 ઇન્ફ્લુએન્શલ યંગ ઈનોવેટર્સ​​​​​​​માં નામ સામેલ છે.

X
જમણે ગૌતમ મેનન અને ડાબે પોલ જ્યોર્જ વેદનયાગમજમણે ગૌતમ મેનન અને ડાબે પોલ જ્યોર્જ વેદનયાગમ
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
ગૌતમનું નામ GQ મેગેઝીનમાં વર્ષ 2017માં ટોપ 10 ઇન્ફ્લુએન્શલ યંગ ઇનવેટર્સમાં નામ સામેલ છેગૌતમનું નામ GQ મેગેઝીનમાં વર્ષ 2017માં ટોપ 10 ઇન્ફ્લુએન્શલ યંગ ઇનવેટર્સમાં નામ સામેલ છે
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
These Two Men Are On A 'Roar Trip' From Kerala To France To Spread The Message Of Saving The Tiger
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી