પ્રેરણા / 17 વર્ષીય ખુશી પર્યાવરણ બચાવવા આગળ આવી, 'બાયો કમ્પોસ્ટેબલ' પ્લાસ્ટિક માટે જાગૃતતા ફેલાવી રહી છે

17-year-old Khushi came forward to save environment, 'Bio Compostable' is spreading awareness for the plastic

Divyabhaskar.com

Jul 14, 2019, 06:01 PM IST

યુથ ઝોન: પ્લાસ્ટીક એક એવી વસ્તું છે જેનો વપરાશ કરવા માટે સૌ ટેવાયેલા હોય છે. પ્લાસ્ટિક પર્યાવરણ સાથે સ્વાસ્થ્યને પણ એટલું જ નુકસાન કરે છે. 'સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ' અનુસાર ભારતમાં રોજ કુલ 40,000 ટન પલાસ્ટિકનો કચરો જમા થાય છે. તેનાથી વર્ષે 1 લાખ સમુદ્રી જીવજંતુઓ મૃત્યુ પામે છે. પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વર્ષે 4.3 બિલિયન પેટ્રોલનો ઉપયોગ થાય છે. આવી અનેક સમસ્યાઓને ગંભીરતાથી લઈને મુંબઈમાં રહેતી 17 વર્ષીય ખુશી કાબરા લોકોને 'બાયો કમ્પોસ્ટેબલ' પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા માટે પ્રેરણા આપી રહી છે. ખુશીએ વધુમાં વધુ લોકોને જાગૃત કરવા માટે 'આઈ એમ નોટ પ્લાસ્ટીક' (i am not plastic) નામનાં અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ખુશી વિવિધ શાળા, કોલેજ, મોલ અને સોસયટીઓમાં જઇને વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિક જેવા કે બાયો ડિગ્રડેબલ, ઓક્સો ડિગ્રડેબલ, બાયો-બેઝ્ડ અને બાયો કમ્પોસ્ટેબલ વિશે માહિતી આપીને બાયો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ખરીદવાં માટે પ્રરિત કરે છે.

અભિયાનની શરૂઆત કેવી રીતે થઇ?
ખુશી એક એવા પરિવારમાંથી આવે છે જેમનો 55 વર્ષથી પ્લાસ્ટીક મશીનરીનો વ્યવસાય છે. ખુશીએ તેના પ્રોજેક્ટ દરમિયાન વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકની બેગ પર રિસર્ચ કર્યું હતું. રિસર્ચ બાદ સ્કૂલની લેબમાં ગ્લિસરોલ, કોર્નસ્ટાર્ચ, વિનેગર અને પાણીનાં મિશ્રણથી કમ્પોસ્ટેબલ પલાસ્ટિક બનાવ્યું હતું. ખુશીએ 'બાયો કમ્પોસ્ટેબલ' પ્લાસ્ટિકનાં મહત્ત્વને પ્રાધાન્ય આપીને તેનો ઊપયોગ કરવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે. જેની શરૂઆત ખુશીએ પોતાના પરિવારથી જ કરી હતી. ખુશીના અભિયાન શરૂ કર્યા બાદ પરિવારે બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિક બનાવવાનું શરૂ કર્યું છે. ખુશી 'નરેન્દ્ર પલાસ્ટિક' નામના ઉત્પાદક સાથે મળીને બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિકને પ્રમોટ કરી રહી છે. ખુશી સાથે અત્યારે અનેક નાની સંસ્થાઓ જોડાયેલી છે. તેઓ સાથે મળીને લોકોને પ્લાસ્ટિક રૂપી ઝેરનો વપરાશ ન કરવા માટે અને બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા માટે જાગૃત કરે છે.

શું છે 'બાયો કમ્પોસ્ટેબલ' પ્લાસ્ટિક?
ગ્લિસરોલ, કોર્નસ્ટાર્ચ, વિનેગર અને પાણીનાં મિશ્રણથી બનતું આ પ્લાસ્ટિક બજારમાં મળતાં અન્ય પલાસ્ટીક કરતાં અલગ છે. આ પલાસ્ટિક વરસાદ, હવા અને સૂર્યકિરણની હાજરીમાં પૂરી રીતે ડીકમ્પોસ્ટ થઇ જાય છે. આમ થવાથી કોઈ પણ હાનિકારક ગેસ કે રજકણો ઉત્પન્ન થઈને હવામાં ફેલાતા નથી. આ પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદન માટે પેટ્રોલ પર નિર્ભર રહેવું પડતું નથી. જેથી પેટ્રોલની મોટા પ્રમાણમાં બચત થાય છે. બાયો કમ્પોસ્ટેબલ પલાસ્ટિકને રિસાયકલિંગ પ્લાસ્ટિક સાથે સરળતાથી રિસાયકલિંગ કરી શકાતું નથી.

X
17-year-old Khushi came forward to save environment, 'Bio Compostable' is spreading awareness for the plastic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી