ગૌરવ / 2 વર્ષની દીકરીની માતા રમ્યા શ્રીકાંત ચેન્નાઈ એરપોર્ટની પ્રથમ મહિલા ફાયર ફાઈટર બની

Kerala woman becomes first female firefighter at Chennai airport
Kerala woman becomes first female firefighter at Chennai airport

  • 28 વર્ષીય રમ્યાએ 4 મહિના દિલ્હી ટ્રેનિંગ લીધી છે
  • રમ્યા દેશીની ત્રીજી મહિલા ફાયર ફાઈટર છે

Divyabhaskar.com

Nov 08, 2019, 12:24 PM IST

યૂથ ઝોન ડેસ્ક: આપણા દેશની ઘણી સ્ત્રીઓની એવી માન્યતા હોય છે કે, માતા બન્યા પછી ઘર, બાળક અને નોકરી સંભાળવી શક્ય નથી, પણ આ જ વાતને ચેન્નાઈની રમ્યા શ્રીકાંતે ખોટી પાડી દીધી છે. તેની 2 વર્ષની દીકરી જ્યારે પણ મોટી થશે ત્યારે તે ચોક્કસથી ગર્વ અનુભવશે. રમ્યા ચેન્નાઈ એરપોર્ટની પ્રથમ ફાયર ફાઈટર મહિલા બની છે. તે ચેન્નાઈમાં પ્રથમ અને દેશની ત્રીજા નંબરની ફાયર ફાઈટર મહિલા છે.

4 મહિના દિલ્હી ટ્રેનિંગ લીધી
28 વર્ષીય રમ્યાએ અનેક ચેલેન્જને માત આપીને 1 નવેમ્બરથી જુનિયર ફાયર આસિસ્ટન્ટ તરીકે ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં જોઇનિંગ કર્યું છે. આ જોઇનિંગ પહેલાં તેણે દિલ્હીમાં ફાયર ટ્રેનિંગ સેન્ટરમાં 4 મહિના ટ્રેનિંગ લીધી હતી.

‘દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી’
પોતાની આ નવી જોબ પર રમ્યાએ કહ્યું કે, મારે હંમેશથી ચેલેંજિંગ જોબ કરવી હતી, મને મારી પર ઘણી વિશ્વાસ છે કે, હું કોઈ પણ અઘરું કામ કરી શકું તેમ છું. મને આશા છે કે ભવિષ્યમાં હજુ વધારે મહિલાએ આ ફિલ્ડમાં જોડાય. આ કામ માટે આત્મવિશ્વાસ અને હિંમતની જરૂર છે, બાકી દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી.

100 પુરુષોમાં એક માત્ર મહિલા ફાયર ફાઈટર
રમ્યાએ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તેણે એલબીએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોસેસર તરીકે પણ કામ કર્યું છે. જોવાની વાત તો એ છે કે, રમ્યાને ફાયરફાઈટર વિશે કોઈ ખબર નહોતી, તેમ છતાં તેણે ફોર્મ ભરી દીધું હતું. નસીબજોગે રમ્યાનું જનરલ કેટેગરીમાં સિલેક્શન થઈ ગયું. દિલ્હીમાં ટ્રેનિંગ સેન્ટરમાં 100 પુરુષોમાં તે એકમાત્ર મહિલા હતી. લેખિત અને ફિઝિકલ ટેસ્ટ તેણે પાસ કરી લીધી હતી.

પરિવારનો પૂરો સાથ
રમ્યાને નાનકડી દીકરીને મૂકીને દિલ્હી જવું ઘણું અઘરું પડી ગયું હતું, પણ તેનાં પતિએ તેને પૂરો સાથ આપ્યો. માત્ર તેનો પતિ જ નહીં પણ સાસરીપક્ષે પણ તેને ઘણી મદદ કરી હતી. તેનું પોસ્ટિંગ ચેન્નાઈમાં થતા તે તેના પરિવાર સાથે પણ સમય પસાર કરી શકશે.

ચેન્નાઈની પ્રથમ અને દેશની ત્રીજી ફાયર ફાઈટર રમ્યાની સ્ટોરી દેશની અનેક મહિલાઓ માટે પ્રેરણા સમાન છે.

X
Kerala woman becomes first female firefighter at Chennai airport
Kerala woman becomes first female firefighter at Chennai airport

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી