ઈન્સ્પિરેશન / મુંબઈમાં પર્ફોર્મ કરવા આવેલી કેટી પેરીએ 9 વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું

Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9

  • 35 વર્ષીય કેટીની નેટવર્થ 2500 કરોડ રૂપિયા છે
  • અનેક આલ્બમ નિષ્ફ્ળ ગયા હોવા છતાં સંગીત પ્રત્યેના ઝનૂને રાતોરાત સ્ટાર બનાવી
  • 2012માં કેટીએ ચેન્નઈમાં આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું
  • વર્ષ 2010માં કેટીએ પૂર્વ પતિ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં

Divyabhaskar.com

Nov 17, 2019, 09:14 AM IST

યૂથ ઝોન ડેસ્ક: 16 નવેમ્બરે કેટી પેરીના મુંબઈમાં પર્ફોર્મન્સને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઇવેન્ટમાં મુંબઈ ઉપરાંત અન્ય રાજ્યોનાં ફેન્સનું ઘોડાપૂર પણ ઉમટ્યું હતું. અમેરિકન સિંગર અને પૉપ સ્ટારની જીવનની યાત્રામાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે. નજર કરીએ કેટીનાં જીવનની રસપ્રદ વાતો પર....

કેટીનું પૂરું નામ કેથરીન એલિઝાબેથ હડસન છે. તેનો જન્મ 1984ની 25 ઓક્ટોબરે સેન્ટા બાર્બરા, કેલિફોર્નિયામાં થયો હતો. તેના પિતાનું નામ મોરિસ કીથ હડસન અને માતાનું નામ મેરી ક્રિસ્ટીન પેરી છે. તેને એક બહેન અને એક ભાઇ પણ છે. કેટી તેના પરિવાર સાથે 3થી 11 વર્ષની ઉંમર સુધી જુદા-જુદા સ્થળે રહી. તેના માતા-પિતા ધાર્મિક હોવાથી તેમણે કેટીનું એડમિશન પણ ધાર્મિક સ્કૂલોમાં કરાવ્યું હતું.

9 વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરુ કર્યું
કેટીના માતા-પિતા તેને માત્ર ધાર્મિક સંગીત સાંભળવાની મંજૂરી આપતા હતા. તેથી પોપ સંગીત વિશે તેને તેના ફ્રેન્ડ્સ પાસેથી જાણવા મળતું હતું. ફ્રેન્ડ્સ તેને લોકપ્રિય ગીતોની સીડી આપતા. ત્યારથી જ નાની કેટીને પોપ સિંગર બનવાની ઇચ્છા જાગી. માત્ર 9 વર્ષની ઉંમરે તેણે તેના માતા-પિતાને મનાવી લીધા અને સંગીત શીખવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે ચર્ચમાં પણ ગાયું.

કેટીનો અવાજ અન્ય કલાકારોથી અલગ પડતો હતો
કેટી 13 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેને પહેલું ગિટાર આપ્યું હતું. ત્યારે તેણે પોતે લખેલા ગીતો બધાની સામે ગાવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તે ડાન્સ પણ શીખી. સંગીતમાં કરિયર બનાવવાના વિચાર સાથે તેણે મ્યુઝિક એકેડમી ઓફ ધ વેસ્ટ જોઇન કરી લીધી. ત્યાં તે ઇટાલિયન ઓપેરા શીખી. તેનો અવાજ એકદમ અલગ હતો. સ્ટીવ થોમસ અને જેનિફરે તે નોટિસ કર્યું અને કેટીને નેશવિલ ટેનેસી લઇ ગયા, જ્યાં કેટીએ તેના લેખનમાં સુધારો કર્યો અને ગિટાર વગાડતાં શીખી. હવે તે પ્રોફેશનલ સિંગર બનવાના માર્ગે હતી. તેણે ડેમો ટેપ્સ રેકોર્ડ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

કેટીના સોન્ગ રિલીઝ થયા, પણ સફળતા ન મળી
2001માં તેનું પહેલું ધાર્મિક આલબમ 'કેટી હડસન' રિલીઝ થયું પણ તેને એ મુકામ સુધી ન પહોંચાડી શક્યું કે જેની તે હકદાર હતી. તેના ધાર્મિક ગીતો ન ચાલ્યા તો તેણે પોપ્યુલર મ્યુઝિક તરફ ધ્યાન આપ્યું. આ દરમિયાન તેણે કેટલાક ગીતો પણ રેકોર્ડ કર્યા પરંતુ તે ક્યારેય રિલીઝ ન થઇ શક્યા. કેટીને હજુ સુધી સફળતા મળી નહોતી પણ તે બહુ આગળ નીકળી ચૂકી હતી અને પાછા વળવાનો સવાલ જ નહોતો તેમ વિચારી તે મહેનત કરતી રહી અને પોતાના સંગીતને નીખારતી રહી.

'આઇ કિસ્ડ અ ગર્લ' સોન્ગે કેટીને રાતોરાત સ્ટાર બનાવી દીધી
2005માં કેટીએ એક ફિલ્મ માટે ગીત ગાયું. 'ઓલ્ડ હેબિટ્સ ડાઇ હાર્ડ' અને 'ગુડ બાય ફોર નાઉ' જેવા ગીતો પણ ગાયા, જેનાથી તેને થોડી ઓળખ મળી પણ એ સફળતા નહોતી મળી કે જેના તેણે સપના જોયા હતા. જિંદગી બદલનારી પળ 2007માં આવી કે જ્યારે તેણે કેપિટલ રેકોર્ડ્સ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. આ જ મ્યુઝિક રેકોર્ડ સાથે તેનું પહેલું ગીત 'આઇ કિસ્ડ અ ગર્લ' 2008માં આવ્યું. આ ગીતે જ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ ગીત બિલબોર્ડ ટોપ 100માં પહેલા નંબરે પહોંચ્યું. આ ગીતથી કેટીએ તેની વર્ષોની મહેનત લોકો સુધી પહોંચાડી દીધી હતી.

ભારતમાં તેણે આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં પણ પરફોર્મ કર્યું
2008માં જ કેટીએ તેનું બીજું આલબમ 'વન ઓફ ધ બોઇઝ' લૉન્ચ કર્યું. તેની અંદાજે 70 લાખ નકલ વેચાઇ. હવે કેટી મ્યુઝિક સેન્સેશન બની ચૂકી હતી. સંગીતમાં સફળ થયા બાદ તે ટીવી પર એક્સ ફેક્ટર શોમાં પણ ગેસ્ટ તરીકે જોવા મળી. 2008માં તેણે રસેલ બ્રાન્ડ સાથે લગ્ન કર્યા અને 2012માં તેમના ડિવોર્સ પણ થઇ ગયા. તે વર્ષે તેણે ભારતમાં આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં પણ પરફોર્મ કર્યું. આ વાતથી જ ભારતમાં તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

ભારત સાથે કેટીનું કનેક્શન
કેટીના એક્સ હસબન્ડ રસેલ બ્રાન્ડે તેને તાજ મહેલ સામે પ્રપોઝ કરી હતી અને બંનેએ રાજસ્થાનમાં 2010માં લગ્ન કર્યાં હતાં. 2012માં કેટીએ ચેન્નઈમાં આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. મંગળવારે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં તેણે જણાવ્યું કે, ‘હું ફરીવાર ભારત આવીને ખુશ છું અને મુંબઈમાં મારાં પર્ફોર્મન્સને લઈને ઉત્સુક છું.’

મુંબઈમાં કેટીના પ્રોગ્રામને સારો રિસ્પોન્સ મળ્યો
16 નવેમ્બરે વન પ્લસ કંપનીની ઇવેન્ટમાં કેટી સાથે ડુઆ લીપાએ પણ પર્ફોર્મ કર્યું હતું. આ બંને ગ્લોબલ પોપ સ્ટાર્સ સિવાય અમિત ત્રિવેદી, ઋત્વિજ જેવા ભારતીય સિંગર્સ સાથે અન્ય લોકલ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ માટે ટિકિટનો દર 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યો હતો. એ પહેલાં ફિલ્મમેકર કરણ જોહરની વેલકમ પાર્ટીમાં અનેક બોલિવૂડ સ્ટાર હાજર રહ્યા હતા.

X
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9
Katy Perry, who was performing in Mumbai, started learning music at the age of 9

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી