પ્રેરણા / પીએમ મોદીની સ્પીચથી પ્રભાવિત થઈને છત્તીસગઢનું કપલ સ્થાનિકોને કાપડની થેલીઓ ફ્રીમાં વહેંચે છે

Inspired by PM Narendra Modi’s speech, Raipur family distributes free cloth bags to discourage use of plastic

  • અત્યાર સુધી આ કપલ 100થી પણ વધારે કાપડની થેલીઓ વહેંચી ચૂક્યું છે
  • આ થેલી તેઓ જૂનાં કપડાંમાંથી ઘરે સીવે છે

Divyabhaskar.com

Sep 07, 2019, 11:45 AM IST

યૂથ ઝોન ડેસ્ક: પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ન કરવા માટે વિનંતી કરી હતી. વડાપ્રઘાન મોદીની આ વાતને છત્તીસગઢના પરિવારે ઘણી ગંભીર રીતે લઇ લીધી છે. રાયપુર શહેરનો બૈરાગી પરિવાર ઘરે બનાવેલી કાપડની થેલીઓ લોકોને મફત વહેંચે છે. સ્થાનિકોને પ્લાસ્ટિકની બદલે તેમની આપેલી ક્લોથ બેગ વાપરવા માટે આજીજી પણ કરે છે.

બૈરાગી પરિવારના સભ્યએ કહ્યું કે, મારી પત્ની આશા જૂની ચાદર અને જૂનાં કપડાંમાંથી કાપડની થેલી બનાવે છે. અમે ઘરે બનાવેલી 100 કરતાં પણ વધારે બેગ લોકોને વહેંચી છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે. તે મનુષ્યોની સાથોસાથ પ્રાણીઓને પણ નુકસાન કરે છે. ઘણી ગાય પ્લાસ્ટિકની બેગ ખાઈ લેતા મૃત્યુને ભેટે છે.અમને આ થેલી વહેચવાની પ્રેરણા પીએમ મોદીની સ્પીચમાંથી મળી હતી. જો દેશના અન્ય લોકો પણ તેમની વાતને ગંભીર રીતે લેશે તો આપણે ટૂંક સમયમાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકીશું.

આ કપલના રસ્તા પર કાપડની થેલી વહેંચતા ઘણા ફોટા વાઇરલ થયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કપલની આ પહેલના વખાણ કરી રહ્યા છે.

X
Inspired by PM Narendra Modi’s speech, Raipur family distributes free cloth bags to discourage use of plastic
Inspired by PM Narendra Modi’s speech, Raipur family distributes free cloth bags to discourage use of plastic
Inspired by PM Narendra Modi’s speech, Raipur family distributes free cloth bags to discourage use of plastic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી