• Home
  • Youth Zone
  • Inspirational
  • In the United States, Maria, 73, set the milestone by winning the title of the classic figure category in the Open Fitness and Model Championships.

પ્રેરણા / અમેરિકામાં 73 વર્ષની મારિયાએ ચેમ્પયિનશિપમાં ક્લાસિક ફિગર કેટેગરીનું ટાઈટલ જીતીને માઈલસ્ટોન સેટ કર્યો

In the United States, Maria, 73, set the milestone by winning the title of the classic figure category in the Open Fitness and Model Championships.
In the United States, Maria, 73, set the milestone by winning the title of the classic figure category in the Open Fitness and Model Championships.

  • વર્ષ 2017માં મારિયા ફિટનેસ મોડલિંગ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તૈયાર બન્યાં હતાં
  • મારિયા રોજ 45 મિનિટથી 1 કલાક સુધી કાર્ડિયો પણ કરે છે
  • મારિયાના 50મા જન્મદિવસે તેમણે નોકરી છોડીને ફિટનેસ પર ફોકસ કરવાનું નક્કી કર્યું હતું
  • મારિયાએ 70+ AAU સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો

Divyabhaskar.com

Nov 09, 2019, 02:36 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ ફિટ રહેવાની આમ તો કોઈ ઉંમર નથી હોતી. ફિટનેસનો અવોર્ડ કોઈ એક ચોક્કસ વયની ઉંમરની જ વ્યક્તિને મળતો હોય છે સામાન્ય રીતે તેવી માનસિકતા રહેલી હોય છે. કેલિફોર્નિયાના 73 વર્ષીય મારિયા ક્રિસ્ટિનાએ બિકિની ફિટનેસ કોન્ટેસ્ટનું ટાઇટલ જીતીને આવી માનસિકતાને લપડાક મારી છે. મારિયા 2 દાયકા સુધી કોલેજના પ્રેસિડન્ટ હતાં.

મારિયા તેમના યંગ એજથી જ એક્ટિવ હતાં. તેઓ ટેનિસ, સ્વિમિંગ જેવી એક્ટિવિટી કરવાનું પસંદ કરતા હતા. તેને લીધે જ આ ઉંમરે પણ તેઓ એદકમ ફિટ છે.

વર્ક આઉટ
ફિટનેસ ફિલ્ડમાં આવવાનો મારિયાને વિચાર 69 વર્ષની વયે આવ્યો હતો. મારિયા અઠવાડિયામાં 3 વખત તેની ટ્રેનર સાથે વર્ક આઉટ કરતી હતી. તેઓ રોજ 45 મિનિટથી 1 કલાક સુધી કાર્ડિયો પણ કરે છે. વર્ષ 2017માં મારિયા ફિટનેસ મોડલિંગ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તૈયાર થયાં હતાં.

મારિયા જણાવે છે કે આ સ્પર્ધામાંમાં તેમણે 80 વર્ષના પુરુષોને ભાગ લીધા જોયા હતા પરંતુ મહિલાઓ 50 વર્ષની ઉંમર પછી ફિટનેસ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળતી હોય છે. આવી મહિલાઓએ તેમનાથી પ્રેરણા લઈને સમજવાની જરૂરી છે કે મહિલાઓ વધારે ઉંમર સાથે પણ આવી સ્પર્ધામાં ભાગ લઈને ટાઈટલ પોતાને નામ કરી શકે છે.

કેવી રીતે વિચાર આવ્યો?
મારિયાના 50મા જન્મદિવસે તેમને અહેસાસ થયો કે વધતી જતી ઉંમરની અસર તેમના શરીર પર પ્રભાવ કરવા લાગી છે. તેથી તેમણે નોકરી છોડવાનું નક્કી કરીને ફિટનેસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું.

ટ્રેનિંગ
શરૂઆતમાં ફિટનેસનો ગોલ હાંસલ કરવામા મારિયાને જિમ જવામાં સંકોચ થતો હતો, તેથી તેમણે પર્સનલ ટ્રેઈનરને ઘરે બોલાવીને ટ્રેઇનિંગ લેવાનું ચાલુ કર્યું હતું. 3 મહિનાની મહેનત પછી મારિયા લાઈટ વેઇટ લિફ્ટિંગ કરવા માટે સક્ષમ બની હતી.

ડાયટ પ્લાન
ફિટ રહેવા માટે મારિયા શુગર અને આલ્કોહોલનું સેવન ખૂબ જ ધ્યાનથી કરે છે. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં મારિયા મહિના અગાઉ શુગર અને આલ્કોહોલ લેવાનું બંધ કરી દે છે.

સિદ્ધિ

  • વર્ષ 2017થી મારિયાએ અલગ-અલગ ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
  • વર્ષ 2019માં મારિયાએ એક સ્ટેજ પ્રોગ્રામમાં 51.25 કિ.ગ્રા.નું વેઇટ લિફ્ટિંગ કર્યું હતું.
  • વર્ષ 2017માં મારિયાએ ફિટનેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમણે 6 અલગ અલગ ટાઇટલ જીત્યાં હતાં.
  • વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં લાસ વેગસમાં તેમણે વેગસ ઓપન ફિટનેસ એન્ડ મોડેલ ચેમ્પયિનશિપમાં કલાસિક ફિગર કેટેગરીનું ટાઇટલ પોતાને નામ કર્યું છે.

મારિયાએ 70+ AAU સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. મારિયાએ આ સ્પર્ધામાં બ્રેકેટ ઈન સ્વિમસ્યૂટ, કલાસિક ફિગર, બિકિની એન્ડ સ્પોર્ટ્સ મોડેલ કેટેગરીનાં ટાઇટલ જીત્યાં છે.
મારિયા જણાવે છે કે આ ઉંમરે મારી બોડીનો શેપ અને એનર્જી લેવલ જોઈને મને નવાઈ લાગે છે. ફિટ રહેવા માટે તેઓ તમામ વૃદ્ધોને વોકિંગ અને વેઇટ લિફ્ટિંગ કરવાની સલાહ આપે છે.

X
In the United States, Maria, 73, set the milestone by winning the title of the classic figure category in the Open Fitness and Model Championships.
In the United States, Maria, 73, set the milestone by winning the title of the classic figure category in the Open Fitness and Model Championships.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી