ટેલેન્ટ / બળાત્કારીઓ મરવા માટે છોડીને જતા રહ્યા તો ગુનેગારોને પકડાવવાને જીવનનું ધ્યેય બનાવ્યું, 1,200 ગુનેગાર પકડી પાડ્યાં

If rapists are left to die, capturing criminals makes life a target, catching 1,200 criminals
If rapists are left to die, capturing criminals makes life a target, catching 1,200 criminals

  • લોસ એન્જલસની લુઈસ ગિબ્સન 21 વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બની હતી. 
  • ત્યારબાદ તેને પોતાના ટેલેન્ટથી બળાત્કારના આરોપીઓના સ્કેચ બનાવીને પોલીસને આપવા લાગી. 
  • તેણે કહ્યું કે, જ્યારે પણ તે બળાત્કાર વિશે સાંભળે છે તો તેને લાગે છે તે મારે મદદ કરવાની જરૂર છે. 

Divyabhaskar.com

Aug 13, 2019, 04:45 PM IST

યૂથ ઝોન ડેસ્ક. અમેરિકાના લોસ એન્જલસની લુઈસ ગિબ્સન 21 વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બની હતી. દુષ્કર્મ આચર્યા પછી બળાત્કારીઓએ તેને મરવા માટે છોડી દીધી હતી. આ ઘટના બાદ તે અંદરથી તૂટી ગઈ હતી. પેઈન્ટિંગનો શોખ ધરાવતી લુઈસ કોઈપણ વ્યક્તિનું વર્ણન સાંભળીને તેનો આબેહૂબ સ્કેચ બનાવવામાં માહેર હતી. આ ટેલેન્ટે તેને પોતાના ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરી. ધીમે ધીમે તેણે પોતાની આ આવડતને પોતાના જીવનનું ધ્યેય બનાવી દીધું. લુઈસ બળાત્કારીઓને પકડાવવા માટે સ્કેચ આર્ટિસ્ટ બની ગઈ. અત્યારે લુઈસની ઉંમર 69 વર્ષ છે અને અત્યાર સુધીમાં તેણે 1,200 આરોપીઓને પકડાવવામાં પોલીસને મદદ કરી છે. તે માટે તેનું નામ ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવ્યું છે.

બેભાન થઈ ગઈ હોવાનું સમજીને બળાત્કારીઓ મરવા માટે છોડીને જતા રહ્યા

લુઈસ ગિબ્સને જણાવ્યું કે, 'હું 21 વર્ષની હતી, ત્યારે એક વ્યક્તિ મારા એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યો હતો અને મારા પર હુમલો કર્યો હતો. તે ત્યાં સુધી દુષ્કર્મ કરતો રહ્યો જ્યાં સુધી હું બેભાન ન થઈ. ત્યારબાદ આરોપી મને મરી ગયેલી હોવાનું માનીને ભાગી ગયો હતો'. લુઈસે કહ્યું કે, દર વખતે જ્યારે પણ હત્યા, દુષ્કર્મ અથવા ડ્રગ એડિક્ટ ગુનાખોરોના સમાચાર સાંભળું છું તો મને લાગે છે કે, મારે મદદ કરવાની જરૂર છે.

આ ઘટના બાદ બે અઠવાડિયાં સુધી લુઈસ ઘરની બહાર નીકળવાની હિંમત નહોતી કરી શકી. તેને એવું લાગતું હતું કે, પોલીસ એવું સમજશે કે ભૂલ તેની જ છે. તે આર્ટ્સમાં ડિગ્રી મેળવવા માટે ટેક્સાસ જતી રહી. થોડા સમય બાદ તેને એક ડાન્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા પોતાની સ્ટુ઼ડન્ટ પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી. દુષ્કર્મના આરોપીઓ પ્રત્યે પહેલાથી જ પારાવાર ગુસ્સો ધરાવતી લુઈસને લાગ્યું કે તે પોતે પણ દુષ્કર્મના આરોપીઓને પકડાવી શકે છે. તેણે પોતાની સ્કેચ બનાવવાની આવડતને આરોપીઓને પકડાવવાના કામે લગાવવાનો નિર્ણય કર્યો.

લુઈસ પોલીસ સ્ટેશન ગઈ અને સાક્ષીને બોલાવીને આરોપીનો હુલિયો પૂછ્યો અને સ્કેચ બનાવીને પોલીસને આપ્યો. થોડા સમય બાદ પોલીસે તે સ્કેચની મદદથી આરોપીને પકડી લીધો. ત્યારબાદ પોલીસ લગભગ દરેક કેસમાં તેની મદદ લેતી થઈ ગઈ. અત્યાર સુધીમાં તેણે 1,200 કરતાં પણ વધારે આરોપીઓને પકડાવવામાં પોલીસની મદદ કરી છે. આ દરમિયાન તેણે પોતાના આરોપીઓને પણ પકડી પાડ્યા હતા.

માત્ર વર્ણન પરથી તૈયાર થતા લુઈસના સ્કેચ એટલા આબેહૂબ હોય છે કે, આરોપીઓ પકડાયા વિના રહેતા નથી. સ્કેચના આધારે વોન્ટેડનાં પોસ્ટર બહાર પડ્યાં પછી આરોપીઓએ સામે ચાલીને આત્મસમર્પણ કર્યું હોવાના દાખલા સામે આવ્યા છે.

X
If rapists are left to die, capturing criminals makes life a target, catching 1,200 criminals
If rapists are left to die, capturing criminals makes life a target, catching 1,200 criminals
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી