પ્રેરણા / 40ની ઉંમરે કસરત શરૂ કરી 6 વર્ષ પછી વેટ લિફ્ટિંગમાં ભાગ લેનાર હાઉસવાઇફે ચાર ગોલ્ડ મેડલ જીત્યાં

Housewife, who participated in weightlifting six years after starting exercise at age 40, won four gold medals

Divyabhaskar.com

Aug 12, 2019, 10:54 AM IST

અમદાવાદ: કોઈ હાઉસવાઈફ મહિલા 45 વર્ષ પછી વેટ લિફ્ટર બનવાનું વિચારે તો નવાઈની જ વાત કહેવાય પરંતુ આ વાત શક્ય કરી છે અમદાવાદી એવા ભાવના ટોકરેકરે. જેમણેે 40 વર્ષની ઉંમરમાં ફિટ રહેવા માટે જીમ શરૂ કર્યું હતું. 6 વર્ષ સુધી જીમ કર્યું અને તે પછી ઈન્સ્ટાગ્રામ અને ઈન્ટરનેટ પરથી જાણ્યું કે, 45 વર્ષ પછીની માસ્ટર ટૂ કેટેગરીમાં વેટ લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાય છે. બસ આ જ વાત પૂરતી હતી ભાવનાબહેન માટે. તેમનેેે આ વાત આ વર્ષે ફેબ્રુઆરીમાં ખબર પડી અને સામે જ ઈન્ટરનેશનલ એશિયન ઓપન ચેમ્પિયનશિપ જુલાઈમાં હતી. તે છતાંય પણ તેમણે ઓછા સમયમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને પ્રેક્ટિસ શરૂ કરી. બેંગ્લોરમાં ટ્રાયલ પાસ કર્યો અને રશિયામાં યોજાયેલી એશિયન ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. જેમાં તેમને એક સાથે ચાર ગોલ્ડ મેડલ મેળવ્યાં. બે ફૂલ પાવર લિફ્ટિંગ અને બે બેન્ચમાં આ સિદ્ધી હાંસલ કરી. પહેલીવાર ભાગ લીધો અને વિનર બન્યા. ભાવનાબહેનને બે સંતાનો છે અને તેમના હસબન્ડ ભોપાલમાં એરફોર્સમાં જોબ કરે છે જેથી તેઓ પણ ત્યાં જ રહે છે.

તૈયારી માટે દરરોજ 4 કલાક જીમમાં વિતાવ્યા
પાંચ મહિનાનો ઓછો સમય હોવાથી રોજના 4 કલાક જીમમાં વિતાવતાં હતાં. જેમાં સવારે એક કલાક કાર્ડિયો કરતાં હતાં તે પછી ઘરે આવ્યા બાદ ઘરનું કામ પૂરું કરી સાંજે બીજા ત્રણ કલાક જીમમાં વેઈટ લિફ્ટિંગ ટ્રેનિંગ લેતાં હતાં તેમજ એક્સરસાઈઝ કરતાં હતાં. તેમણે આ કોમ્પિટિશનમાં 67.5 કિગ્રો વેટ કેટેગરીમાં ભાગ લીધો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
હવે મોસ્કોમાં ડિસેમ્બર મહિનામાં વેટ લિફ્ટિંગની કોમ્પિટિશન થવા જઈ રહી છે. જેમાં આ જ કેટેગરીમાં તેઓ ભાગ લેશે. તે માટે તેમણે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ટ્રેનિંગ માટે તેઓ એક પણ દિવસ ગેપ નથી પાડતાં.

X
Housewife, who participated in weightlifting six years after starting exercise at age 40, won four gold medals
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી