સ્ત્રી સશક્તિકરણ / કિર્ગિઝસ્તાન દેશનું પહેલું સ્પેસક્રાફટ બનાવનારી ગર્લ્સ ગેંગ, સ્કૂલ-કોલેજથી છૂટ્યાં બાદ કામ કરે છે

Girls gang of Kyrgyzstan developing nation's first spacecraft

  • 17થી 25 વર્ષની 12 છોકરીઓનું સેટેલાઈટ ગર્લ્સ ગ્રુપ

Divyabhaskar.com

Jul 11, 2019, 03:27 PM IST

યુથ ડેસ્ક: સેન્ટ્રલ એશિયાના દેશ કિર્ગિઝસ્તાનના પહેલા સ્પેસક્રાફટને બનાવવા માટે 12 છોકરીઓ કામ કરી રહી છે. જે દેશમાં 15 વર્ષની ઉંમરે છોકરીઓનાં લગ્ન કરી નાખવામાં આવે છે તે દેશમાં 17થી 25 વર્ષની છોકરીઓનું આ ગ્રુપ દેશના સ્પેસક્રાફટને બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકની એક નાનકડી ઓફિસમાં આ ગર્લ્સ ગેંગ સ્કૂલ-કોલેજથી છૂટ્યાં બાદ કમ્યુટર પર કામ કરે છે.

સેટેલાઇટ ગર્લ્સ
સ્પેસક્રાફટ પર કામ કરતી આ ગર્લ્સ ગ્રુપનું નામ ‘સેટેલાઈટ ગર્લ્સ’ છે. આ પ્રોજેક્ટ ગયા વર્ષે 2018માં શરૂ થયો હતો. આ વર્ષના અંત સુધીમાં તેમનો લક્ષ્ય માઈક્રોસેટેલાઇટ લોન્ચ કરવાનો છે. ટીમની બધી છોકરીઓ સાયન્સ બેકગ્રાઉન્ડની નથી છતાં તેમણે આ પડકાર સ્વીકાર્યો છે.

ટીમ લીડર
સેટેલાઈટ ગર્લ્સ ટીમને 19 વર્ષીય એલીન એનિસિમોવા લીડ કરી રહી છે. તેણે જણાવ્યું કે, ટીમની દરેક છોકરી સમાજ માટે એક ઉદાહરણ છે.

X
Girls gang of Kyrgyzstan developing nation's first spacecraft
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી