• Gujarati News
  • National
  • Five Students From India Will Participate In 'First Global Challenge 2019' Held In Dubai, Build A Robot For Cleaning The Sea

દુબઈમાં યોજાનારા 'ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019' માં ભારતની પાંચ વિદ્યાર્થિનીઓ ભાગ લેશે, સમુદ્રની સફાઈ માટે રોબોટ બનાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જનો વિષય ઓશન ઑપર્ચ્યૂનિટિ
  • ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જને રોબોટિક્સનો ઓલિમ્પિક માનવામાં આવે છે
  • તેમાં 193 દેશોના 2000થી વધારે વિદ્યાર્થીઓ સામેલ થશે

યૂથ ઝોન ડેસ્ક. દુબઈમાં 24થી 27 ઓક્ટોબર દરમિયાન રોબોટિક્સ ઓલિમ્પિક 'ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ 2019' યોજાશે. ભારત તરફથી આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે મુંબઈની પાંચ વિદ્યાર્થિનીઓ જશે. તેમની ઉંમર 14થી 17 વર્ષની છે. તેમને એક એવો રોબોટ બનાવવાનો છે જે મહાસાગરોને સાફ કરી શકે.
આ વર્ષે સ્પર્ધાની થીમ દરિયાઇ પ્રદૂષણ પર કેન્દ્રિત છે. તેનું નામ 'ઓશન ઑપર્ચ્યૂનિટિ' છે. તેના માધ્યમથી લોકોને દરિયાઈ જીવનને બચાવવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં જણાવવામાં આવશે કે કેવી રીતે વિશ્વની વસ્તી દરિયાઇ જીવનને નકારાત્મક રીતે અસર કરે છે. સ્પર્ધા માટેના ફંડ રેઝિંગનું કાર્ય સંભાળી રહેલી રાધિકા સેખસરિયાએ કહ્યું કે, છોકરીઓની અમારી પહેલી ટીમ છે, જે રોબોટિક્સને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના વૈશ્વિક મંચ પર જઈ રહી છે. રોબોટ ડિઝાઈન પર કામ કરી રહેલી આરુષિ શાહના જણાવ્યા પ્રમાણે, 'ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ'ને રોબોટિક્સનો ઓલિમ્પિક માનવામાં આવે છે. આ સ્પર્ધા માટે અમને એવો રોબોટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે જે એક ખાસ ટાસ્ક પૂરું કરી શકે. અમને આશા છે કે અમે જીતીશું.

આપણી દીકરીઓ દેશનું નામ રોશન કરશે
રાધિકાના પિતા રોહિત સેખસરિયાએ કહ્યું કે, આપણી દીકરીઓ વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની છે. તે આપણા બધા માટે ખુશીની વાત છે. અમને આશા છે કે આપણી દીકરીઓ દેશનું નામ રોશન કરશે.