તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા પોલીસ અધિકારીએ કેન્સરના દર્દીઓની વિગ માટે પોતાના વાળ કપાવી નાખ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપર્ણા લવકુમાર થ્રિસૂર જિલ્લાના ઈરિનજલાકુડાની છે, તે પહેલાં પણ લોકોની મદદ કરી ચૂકી છે
  • 10 વર્ષ પહેલા એક પરિવારની મદદ માટે પોતાની 3 સોનાની બંગડી દાન કરી દીધી હતી

યૂથ ઝોન ડેસ્ક. કેરળના થ્રિસૂર જિલ્લાના એક પોલીસ અધિકારી અપર્ણા લવકુમારએ કેન્સરના દર્દીઓની વિગ બનાવવા માટે વાળ કપાવી નાખ્યા. આ કાર્ય માટે લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. અપર્ણાનું કહેવું છે કે, 'મે બહું નાનું કામ કર્યું છે. હું એટલી પ્રશંસાને પાત્ર નથી.'
અર્પણાનું કહેવું છે કે, મે જે કર્યું તે કોઈ મોટી વાત નથી, મારા વાળ એક બે વર્ષમાં પાછા આવી જશે. મારા માટે વાસ્તવમાં તે લોકો હીરો છે, જે જરૂરિયાતમંદો લોકોને પોતાના અંગોનું દાન કરે છે. ચહેરામાં શું રાખ્યું છે, તમારું કામ તેના કરતાં વધારે મહત્ત્વનું છે. 

અપર્ણાએ પહેલાં પણ લોકોની મદદ કરી છે
અપર્ણા પહેલાં પણ લોકોની મદદ કરી ચૂકી છે. 10 વર્ષ પહેલાં તેમણે એક જરૂરિયાતમંદ પરિવારની મદદ કરી હતી. હકીકતમાં પરિવારમાં એક બાળકનું મૃત્યું થઈ ગયું હતું. હોસ્પિટલમાંથી બાળકની બોડી લઈ જવાના પૈસા તે પરિવાર પાસે નહોતા. ત્યારે અપર્ણાએ પોતાની ત્રણ સોનાની બંગડી તે પરિવારને આપી દીધી. જેથી પરિવાર 60 હજાર રૂપિયાનું બિલ ચૂકવી શકે. આ ઘટના હોસ્પિટલના કર્મચારીઓએ મીડિયાને જણાવી હતી. 
અપર્ણાનું કહેવું છે કે, હંમેશાં તે પોતાના થોડા થોડાં વાળ દાન કરતી રહે છે, પરંતુ આ વખતે તેમણે જ્યારે એક કેન્સરગ્રસ્ત છોકરોને વાળ વગર જોયો ત્યારે તેમણે આખું માથું મુંડાયું નાખ્યું. તેમણે કહ્યું કે, 'હું તે બાળકનું દર્દ સમજી શકું છું.' અપર્ણાની સાથે કામ કરતા અધિકારીઓ તેમણે પોતાના રોલ મોડલ માને છે.

અન્ય સમાચારો પણ છે...