- 30 વર્ષની માલવિકાને વર્ષ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી પુરસ્કાર આપ્યો હતો
- માલવિકાએ અમેરિકા, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને નોર્વેમાં પણ મોટિવેશનલ સ્પીચ આપી છે
- માલવિકા પીએચડી સ્કોલર,ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર, ડિસેબિલિટી રાઈટ એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કર છે
- ઈન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ્ડ પર્સન નિમિત્તે તેણે સોશિયલ મીડિયામાં તેની ટેડએક્સ સ્પીચનો વીડિયો શેર કર્યો છે
Divyabhaskar.com
Dec 03, 2019, 04:50 PM ISTયૂથ ઝોન ડેસ્ક: રમતી-કૂદતી 13 વર્ષની માલવિકા ઐયર માટે 26 મે, 2002નો તે દિવસ દુઃખના પહાડો લઈને આવ્યો. તે દિવસે માલવિકાએ બૉમ્બ બ્લાસ્ટમાં તેનાં બે હાથનાં પંજા ગુમાવી દીધા.માલવિકા એક સમય માટે તો હિંમત હારી ગઈ હતી પણ તેણે દુઃખી થવાને બદલે તેની સામે લડવાનું વિચાર્યું. આજે માલવિકા ડો. માલ્વિકા બની ગઈ છે. 30 વર્ષીય માલવિકા પીએચડી સ્કોલર,ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર, ડિસેબિલિટી રાઈટ એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કર છે. આજે એટલે કે 3 ડિસેમ્બરના દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ્ડ પર્સન તરીકે ઉજવવામાં આવે છે, તેવામાં ચાલો બે પંજા ગુમાવ્યા છતાં હિંમત ન ગુમાવનારી માલવિકાની ડો. માલવિકા બન્યા સુધીની જર્ની પર એક નજર ફેરવીએ.
Even though my body gave up on me at every step, I couldn't bear the thought of quitting. I'm not a quitter. I believe that anything is possible to anyone who hopes & dreams the impossible, dares, works & never gives up in the face of a challenge.
— Dr. Malvika Iyer (@MalvikaIyer) June 4, 2019
A proud me after a hike ❤️ pic.twitter.com/Je5cxtmWVV
કેવી રીતે બ્લાસ્ટ થયો?
માલવિકાનો જન્મ તમિલ નાડુમાં થયો હતો, પણ તેનો ઉછેર રાજસ્થાનના બિકાનેર શહેરમાં થયો. માલવિકાના પિતા વોટર વર્કસ ડિપાર્ટમેન્ટમાં એન્જીનયર હતા જેને લઈને તેમની દેશના દરેક ખૂણે બદલી થતી રહેતી હતી, આથી માલવિકા તેની માતા અને મોટી બહેન સાથે બિકાનેર રહેતી. માલવિકાનું બાળપણ ઘણું સારું હતું. એક દિવસ તેણે જીન્સમાં થોડી ડિઝાઇન કરવા માટે ગ્લૂની મદદથી સ્ટિકર ચોંટાડવાનું વિચાર્યું, આ ગ્લૂ પર તેણે વજનદાર વસ્તુથી ભાર આપવા માટે વસ્તુ શોધવાની ચાલુ કરી, અચાનક તેની ઘરના ગેરેજમાં પડેલા એક વસ્તુ પર પડી, તેને પથ્થર સમજીને રૂમમાં લઇ આવીએ અને પોતાના હાથમાં પકડીને જીન્સ પર પછાડ્યો. દુર્ભાગ્યે નાનકડી માલવિકાના હાથમાં આ વસ્તુ બીજું કોઈ નહીં પણ ગ્રેનેડ હતો. તેના બંને હાથ અને પગના કૂર્ચા ઊડી ગયા.
કથક ડાન્સરની જિંદગી બદલાઈ ગઈ
આ બૉમ્બ વિસ્ફોટ તેની જિંદગી બદલી દીધી, કથક ડાન્સર મહિનાઓ સુધી એક બેડ પર હોસ્પિટલમાં પડી રહી. માલવિકા પાસે હવે બે ચોઈસ હતી તે આ દુઃખ સામે લડે અથવા તો તેને યાદ કરીને આખી જિંદગી રડ્યા કરે. મમ્મીની મહેનતથી તે ફરી એકવાર ઊભી થઈ. જો કે, વિસ્ફોટમાં ગુમાવેલા હાથનાં પંજા તો હવે ક્યારેય પાછા આવે તેમ નહોતા.Disability Rights Activist @MalvikaIyer adopted a #bodypositive mindset with her mother’s support after surviving a bomb blast: https://t.co/qSPaO0bC53 pic.twitter.com/O7yOCjGxP2
— UN Women India (@unwomenindia) August 26, 2019
અભ્યાસમાં અવ્વ્લ નંબરે
સ્કૂલનું એક વર્ષ તો બગડી ગયું હતું, પણ હાઈસ્કૂલમાં 500માંથી 483 માર્ક્સ સ્કોર કરવા બદલ બધી મીડિયાનું ધ્યાન તેણે ખેંચ્યું. આટલી હોશિયાર છોકરી જોઈને ડો. એ પી જે અબ્દુલ કલામે તેને રાષ્ટ્રપતિ ભવન મળવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. વર્ષ 2012માં તેણે સોશિયલ વર્ક M.Phil કર્યું અને મદ્રાસ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક પ્રથમ નંબરે આવી.
લોકો તેને મહેણાં મારતા હતા
પોતાના હોસ્પિટલનાં અનુભવ વિશે માલવિકાએ કહ્યું કે, મને 2 જાતનાં લોકો જીવનમાં મળ્યા છે. એક કે જેઓ મારો આત્મવિશ્વાસ વધારવામાં કોઈ કસર છોડતા નથી અને બીજા મને એવું કહે છે કે, તારી પાસે તો કાંડું નથી, કોણ લગ્ન કરશે?
ટેડએક્સ ટોક
વર્ષ 2013માં ટેડએક્સ યુથમાં માલવિકાએ પ્રભાવશાળી સ્પીચ આપી હતી. તેણે કહ્યું કે, તમે જિંદગીમાં જેવું ઈચ્છો છો તેવી રિયાલિટી તમને મળતી નથી. તમે આ રિયાલિટીની અવગણના કરી શકો છો, અથવા તો તેની સામે લડી શકો છો.
દેશભરમાં મોટિવેશનલ સ્પીચ આપે છે
માલવિકાએ અત્યાર સુધી ડિસેબલ્ડ લોકો માટે ઘણા સારા કામ કર્યા છે. માલવિકાએ અમેરિકા, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને નોર્વેમાં પણ સ્પીચ આપી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઈન્ડિયા ઈકોનોમિક સમિટમાં પણ તેને આમંત્રણ મળ્યું હતું. આ સમિટ દિલ્હીમાં તાજ હોટેલમાં યોજાઈ હતી.It's truly an honor to be invited to speak at @IndiasporaForum in New York. I'm thrilled to share the stage with some very inspiring corporate and political leaders from around the world. Thank you M R Rangaswami Sir for this incredible opportunity. https://t.co/Wj3HrbTBTS pic.twitter.com/8mhu6ipQEo
— Dr. Malvika Iyer (@MalvikaIyer) September 9, 2019
#PresidentKovind presented the Nari Shakti Puraskar to Dr Malvika Iyer. A differently-abled rights activist, Dr Iyer lost her hands in a bomb explosion. Today she is a PhD scholar, an international motivational speaker and a fashion model #WomensDay pic.twitter.com/yYEgDBDkvc
— President of India (@rashtrapatibhvn) March 8, 2018
ઈન્સ્પિરેશનલ પર્સન
માલવિકાને ગયા વર્ષે ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુસ્કારથી સન્માનિત કરી હતી. યુટ્યુબ પર આજે પણ માલવિકાના અનેક પ્રભાવશાળી સ્પીચના વીડિયો છે. દેશની કરોડો વસતી માટે માલવિકા ઐયર કોઈ પ્રેરણાથી ઓછી નથી