સ્ટાર્ટ અપ / બેંગ્લુરુના યુવકે સ્ટોક મેનેજમેન્ટ અને GST રિપોર્ટ તૈયાર કરતી ‘વ્યાપાર’ એપ બનાવી

Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation
Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation
Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation

  • આ એપ સ્માર્ટફોન એન ડેસ્કટોપ માટે ઉપલબ્ધ છે અને એપને અત્યારસુધીમાં 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે
  • એપના માઘ્યમથી યુઝર તેમના બિલની પ્રિન્ટ પણ લઇ શકે છે અને વોટ્સએપના માધ્યમથી શેર પણ કરી શકે છે

Divyabhaskar.com

Sep 12, 2019, 07:10 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ભારતમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) સેક્ટર આશરે 1કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં થતાં કુલ ઉત્પાદનમાં 45% ભાગીદારી MSME સેકટરની જ છે. પરંતુ આ સેક્ટરમાં મોટે ભાગે પેપર વર્ક જ કરવામાં આવે છે. આ સેક્ટરમાં ડિજિટલ અકાઉન્ટિંગ ક્ષેત્રે બિઝનેસ કરવાથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે.

બેંગલુરુમાં રહેતા 35 વર્ષીય સુમિત અગ્રવાલે ડિજિટલ અકાઉન્ટિંગ ક્ષેત્રમાં નવી સુવિધાનો ઉમેરો કર્યો છે. સુમિત પોતે ‘ઇન્ટ્યુઇટ ક્વિકબુક’ નામની સંસ્થામાં કામ કરે છે. સુમિતે ‘વ્યાપાર’ નામની એપ બનાવી છે, જે આંત્રપ્રેનર ફાઇનાન્સ સંબંધી મુશ્કેલીઓનું નિવારણ કરી શકે છે. આ એપ સમયસર પેમેન્ટ કલેક્શન અને GST રિપોર્ટ તૈયાર કરી શકે છે. આ એપ વેપારથી જોડાયેલા શ્રેષ્ઠ નિર્ણયો લઇ શકે છે.

હાલમાં આ એપ સ્માર્ટફોન એન ડેસ્કટોપ માટે ઉપલબ્ધ છે અને એપને અત્યારસુધીમાં 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.

પ્રેરણા
સુમિત જણાવે છે કે, ‘મેં નાના વ્યાપારીઓને વેપારમાં મુશ્કેલીને જોઈ છે, મારે પિતા દર અઠવાડિયે અકાઉન્ટ ટેલી કરતા હતા અને મહિનાના અંતે માલુમ પડતું કે, બિઝનેસમાં નુકસાન થયું છે. એક દિવસ મારા પિતાએ મને બિઝનેસ મેનેજ કરવા માટે એક સરળ એપ ડેવલપ કરવા માટે જણાવ્યું હતું. મારા રિસર્ચમાં સામે આવ્યું કે બિઝનેસ માટે સામાન્ય લોકોને નિવારણ શોધવું મુશ્કેલ હતું. તેથી મેં નક્કી કર્યું કે હું એવી એપ બનાવીશ જેને મેટ્રિક પાસ વ્યક્તિ પણ ચલાવી શકે. '

કેવી રહી જર્ની?
સુમિતે આ એપ માટે શુભમ સાથે મળીને ડેવલપમેન્ટ વાંચવાનું શરૂ કર્યું હતું અને કોડિંગ બનાવ્યા હતા. આ એપ બનાવવા માટે રાતે જાગીને તેમણે મહેનત કરી હતી. એપ તૈયાર થયા બાદ થોડાજ દિવસમાં ડાઉનલોડ્સની સંખ્યા વધવા લાગી હતી. એપની સફળતા બાદ બંને યુવાનોએ પોતાની નોકરી છોડીને આ એપ પર પોતાનું ફોકસ કર્યું હતું.

કેવી રીતે કામ કરે છે એપ
આ એપની મદદથી GST બિલ તૈયાર કરી શકાય છે. આ એપમાં વેપારને લગતી ગણતરી ઓટોમેટિક થઇ જાય છે. એપના માઘ્યમથી યુઝર તેમના બિલની પ્રિન્ટ પણ લઇ શકે છે અને વોટ્સએપના માધ્યમથી શેર પણ કરી શકે છે. પેમેન્ટ માટેના રિમાઇન્ડર અને ઓનલાઇન પેમેન્ટ પણ આ એપ દ્વારા કરી શકાય છે.

X
Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation
Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation
Bangalore youth create 'VYAPAR' app for stock management and GST report preparation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી