તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

19 વર્ષની કરિયર બાદ નિવૃત્તિ જાહેર કરનાર લી ચોંગ વેઈએ માતાએ બાસ્કેટબોલ રમતા અટકાવ્યો માટે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુથ ડેસ્ક: નાકના કેન્સરના કારણે 19 વર્ષની પોતાની બેડમિન્ટન કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરનાર લી ચોંગ વેઈ બાળપણમાં બાસ્કેટબોલ રમવા ગ્રાઉન્ડ પર જતો. તેની માતાને લીનું તડકામાં રમવું પસંદ નહોતું. થોડા જ દિવસમાં તેમણે બાસ્કેટબોલ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો. લીએ બીજો રસ્તો અપનાવ્યો. 10 વર્ષની વયે તેણે ઈન્ડોર સ્ટેડિયમ જઈને બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. પિતાને બેડમિન્ટનમાં રસ હતો, તે લીને બેડમિન્ટન સ્ટેડિયમ લઈ ગયા. ત્યાં લીની રમત જોઈને લોકલ કોચ તેહ પેંગે તેમના પિતાને લીને તેમનો સ્ટુડન્ટ બનાવવા કહ્યું. ત્યાર પછી રોજ સ્કૂલ પછી લીની પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. 17 વર્ષની વયે લીને મલેશિયાના બેડમિન્ટન ખેલાડી મિસબુન સિડેકે નેશનલ ટીમમાં પસંદ કરી લીધા હતા. 

આરોપ, સફળતાથી લઈને બીમારી સુધીની જર્ની 
2014માં લી પર ડોપિંગનો પણ આરોપ મુકાયો. તેના પર એન્ટિ ઈન્ફ્લેમેટરી ડ્રગ લેવાનો આરોપ હતો. જોકે, પાછળથી તેણે સ્પષ્ટ કર્યું હતું કે થાઈમાં થયેલી ઈન્જરી પછી સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ માટે તેણે આ દવા લેવી પડી હતી. ત્યાર પછી તેના પર 8 મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. તેનાથી તેના રેન્કિંગમાં પણ ઘટાડો થયો હતો. લીને ગયા વર્ષે 2018માં નાકના કેન્સર અંગે જાણ થઈ હતી. તાઈવાનમાં તેની સારવાર ચાલી રહી છે. કેન્સર સામે આવ્યા પછી પણ તેણે પુનરાગમનનો પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટર્સના કહેવાથી તેણે તાજેતરમાં જ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી. લીએ 2002માં લગ્ન કર્યા હતા. તેને બે સંતાન છે. 

સફળ ખેલાડી 
મલેશિયા માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારો તે છઠ્ઠો ખેલાડી છે. આ સ્પર્ધાના મેન્સ સિંગલ્સ ફાઈનલ્સમાં પહોંચનારો તે પહેલો મલેશિયન છે. 2008, 2012 અને 2016માં સિલ્વર મેડલ જીતીને લી ચોંગ મલેશિયાના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ ઓલિમ્પિક ખેલાડી છે. લી 2006માં માત્ર 24 વર્ષની વયે વિશ્વનો નંબર એક બેડમિન્ટન ખેલાડી બની ગયો હતો. તે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબલ્યુએફ)ના રેન્કિંગમાં સતત 348 સપ્તાહ સુધી વિશ્વનો નંબર એક ખેલાડી બની રહ્યો. 

ખેલદિલી 
લી 2016ના રિયો ઓલિમ્પિકમાં ફાઈનલ્સમાં ચીનના ખેલાડી લિન ડેન સામે મેચ હારી ગયો હતો. રમતના થોડા ક્લાક પછી તેણે કોઈને લિન ડેનના હાથમાં લખેલો એક પત્ર સોંપ્યો. લેટર ઈન્ટરનેટ પર વાયરલ પણ થયો હતો. તે લેટરમાં લિન ડેને લખ્યું હતું કે અમે બંને 37 વખત એક-બીજા સામે રમી ચૂક્યા છીએ. જ્યારે હું લી સામે હાર્યો તો મને પરાજયનું દુ:ખ નહોતું થયું. લી હંમેશાથી મારો સૌથી સારો પ્રતિસ્પર્ધી રહ્યો છે. લીન ડેને લખ્યું હતું કે હું લીની જર્સી મારી સાથે હંમેશા રાખીશ અને મારા સંતાનોને આ જર્સી બતાવીશ અને તેની રમત અંગે જણાવીશ. 

અન્ય સમાચારો પણ છે...