પહેલ / અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ છોડ માટે વેસ્ટ વાંસમાંથી ઇકો-ફ્રેન્ડલી કૂંડાં બનાવ્યા

 IFS ઓફિસર વિપુલ પાંડે
 IFS ઓફિસર વિપુલ પાંડે
Andaman Island IFS officer Vipul Pandey made eco-friendly pots for the plants from waste bamboo
Andaman Island IFS officer Vipul Pandey made eco-friendly pots for the plants from waste bamboo

  • નર્સરીમાં આ પહેલથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટ્યો છે

Divyabhaskar.com

Aug 11, 2019, 11:12 AM IST

યૂથ ઝોન ડેસ્ક: ગયા વર્ષે ગુજરાત વન વિભાગે છોડને વાવવા માટે અનોખી પહેલ હાથ ધરી હતી. તેમણે પ્લાસ્ટિકમાં છોડ વાવવાને બદલે નારિયેળની ખોળમાં છોડ ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલના દેશભરના લોકોએ વખાણ કર્યા હતા.

નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ ઇકો-ફ્રેન્ડલી રીતે છોડ વાવવાનો વધુ એક ઉપાય શોધ્યો છે. તેમણે પ્લાસ્ટિકને બદલે વાંસમાં છોડ વાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બામ્બુમાં છોડ ઉગી શકે કે કેમ તેની પર કામ કરી રહ્યા હતા.

સાત મહિના મહેનત કરી
આ આઈડિયા વિશે વિપુલે કહ્યું કે, આપણી ચારેબાજુની જગ્યાઓ પ્લાસ્ટિકથી ઘેરાયેલી છે. આ પ્લાસ્ટિક નર્સરીમાં છોડ સાથે શરુ થાય છે અને સમુદ્રમાં ભળી જાય છે. આ છોડને નર્સરીમાં પ્લાસ્ટિકની બદલે કોઈ બીજામાં ઉગાડવા માટે મેં મારા સ્ટાફ સાથે વાત કરી. મેં નારિયેળની ખોલમાં છોડ વાવવાનો પ્રયત્ન કર્યો પણ મને સફળતા મળી નહીં. મેં સાત મહિના સુધી પ્લાસ્ટિકને બદલે બીજી કોઈ વસ્તુમાં છોડ વાવવાની ટ્રાય કરી.

નકામા પડી રહેલા બામ્બુમાં છોડ વાવ્યા
મારી શોધખોળ વાંસના કૂંડાં પર પૂરી થઈ. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, વિપુલે આ કૂંડાં બનાવવા માટે કોઈ બામ્બુ કાપ્યું નથી. વેસ્ટ વાંસમાંથી તેમણે સેમ્પલ માટે 500 કૂંડાં બનાવ્યા છે. હાલ પણ તેઓ 20 હજાર કૂંડાં બનાવી શકાય તેટલું વાંસ તેમની સાથે છે. વિપુલ ઈચ્છે છે કે, શક્ય હોય તો આપણે પ્લાસ્ટિકની વસ્તુઓને બદલે તેને કોઈ ઇકો-ફ્રેન્ડલી વસ્તુમાં રિપ્લેસ કરવી જોઈએ. નર્સરીમાં બામ્બુમાં વાવેલા છોડ એક મહિના પછી તેની જાતે જ મૂળ ફેલાવવાને લીધે કૂંડું પણ થોડું મોટું થઈ જાય છે. ત્યારબાદ આ છોડ નર્સરીમાં વેચવા માટે એકદમ તૈયાર બની જાય છે. ગ્રાહકો આરામથી વાંસના કૂંડાંમાંથી પોતાના ઘરે કે ઓફિસમાં છોડ રોપી શકે છે. આ કૂંડાંને સરળતાથી ડિસ્પોઝ પણ કરી શકાય છે

ટ્વિટર પર વિપુલે જૂન મહિનામાં 'પ્લાસ્ટિક પોલ્યુશન ચેલેન્જ' પમ શરુ કર્યું હતું. જેમાં લોકોને રોજિંદી જિંદગીમાં પ્લાસ્ટિક ન વાપરવા માટે વિનંતી કરી હતી.

X
 IFS ઓફિસર વિપુલ પાંડે IFS ઓફિસર વિપુલ પાંડે
Andaman Island IFS officer Vipul Pandey made eco-friendly pots for the plants from waste bamboo
Andaman Island IFS officer Vipul Pandey made eco-friendly pots for the plants from waste bamboo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી